# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 18 August 2018

ધોરણ-9 :- સામાજિક વિજ્ઞાન *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅


 🎯 *ધોરણ-9 :- સામાજિક વિજ્ઞાન*

🎯 *પ્રકરણનં 10*: *સરકારના અંગો*
🎯 *પ્રકરણનં 11: ભારતનું ન્યાયતંત્ર*
🎯 *પ્રકરણનં 12: ભારતીય લોકશાહી*



 ✍🏻 *સરકારનાં ત્રણ અંગો પૈકી નીચેનામાંથી કયું એક અંગ અયોગ્ય છે ?*

A.ન્યાયતંત્ર
B.ધારાસભા
C.કારોબારી
 *D.જનસભા*✔


 ✍🏻 *સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે ?*

A.ન્યાયતંત્ર
B.ધારાસભા
 *C.કારોબારી* ✔
D.જનસભા

✍🏻 *ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે ?*

A.કેબિનેટ પદ્ધતિની
B.સંઘ પદ્ધતિની
C.પ્રમુખ પદ્ધતિની
 *D.સંસદીય પદ્ધતિની*✔

✍🏻 *સંઘ સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી ?*

A.વડાપ્રધાનનો
 *B.મુખ્ય ન્યાયમૂર્તિનો* ✔
C.રાષ્ટ્રપ્રમુખનો
D.પ્રધાનમંડળનો

✍🏻 *નીચેના પૈકી કોનો સંઘની સંસદમાં સમાવેશ થતો નથી* ?

A.લોકસભાનો
 *B.વડાપ્રધાનનો* ✔
C.રાજ્યસભાનો
D.રાષ્ટ્રપ્રમુખનો

 ✍🏻 *દેશની મધ્યવર્તી,મહત્વની અને સર્વૉપરી સંસ્થા કઈ છે* ?

 *A.સંસદ* ✔
B.કારોબારી
C.વિધાનસભા
D.ન્યાયતંત્ર

 ✍🏻 *સંસદનું નીચલું ગૃહ કયું છે ?*

A.વિધાનસભા
 *B.લોકસભા* ✔
C.રાજ્યસભા
D.વિધાનપરિષદ

 ✍🏻 *લોકસભાની કુલ સભ્યસંખ્યા કેટલી છે ?*

A.250
B.542
C.238
 *D.545*✔

 ✍🏻 *રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એગ્લો-ઈન્ડિયન સભ્યની નિમણૂક કરે છે ?*

A.રાજ્યસભા
 *B.લોકસભા* ✔
C.વિધાનસભા
D.વિધાનપરિષદ

✍🏻 *બંધારણના કયા અનુરછેદ  મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં બે એંગ્લો-ઈન્ડિયન સભ્યની નિમણૂક કરે છે ?*

A.અનુરછેદ-330
 *B.અનુરછેદ-331* ✔
C.અનુરછેદ-332
D.અનુરછેદ-333

 ✍🏻 *ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે ?*

A.5
B.6
 *C.7* ✔
D.8

(જમ્મુ-કશ્મીર,ઉત્તરપ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર,કર્ણાટક,આંધ્રપ્રદેશ,તેલંગણા)

✍🏻 *બંધારણના કયા અનુરછેદમાં સંસદની જોગવાઈ કરવામાં આવેલી છે ?*

A.અનુરછેદ-77
B.અનુરછેદ-78
 *C.અનુરછેદ-79* ✔
D.અનુરછેદ-80


✍🏻 *બંધારણના કયા અનુરછેદમાં રાજ્યસભાની જોગવાઈ કરવામાં આવેલી છે ?*

A.અનુરછેદ-81
B.અનુરછેદ-78
C.અનુરછેદ-79
 *D.અનુરછેદ-80*✔

✍🏻 *રાજ્યસભાનો સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ ?*

A.35
 *B.30* ✔
C.25
D.18

✍🏻 *રાજ્યસભા કે વિધાનપરિષદમાં દરેક સભ્ય કેટલાં વર્ષની મુદ્ત માટે ચૂંટાય છે ?*

A.5
 *B.6* ✔
C.2
D.3

 ✍🏻 *બંધારણના કયા અનુરછેદ મુજબ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન ઉપરાષ્ટ્રપતિ બને છે ?*

A.અનુરછેદ- 67
B.અનુરછેદ-68
 *C.અનુરછેદ-64* ✔
D.અનુરછેદ-65

✍🏻 *રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ?*

A.ડૉ.રાજેન્દ્રપ્રસાદ
 *B.ડૉ.રાધાકૃષ્ણન્* ✔
C.ગણેશ માવળંકર
D.ઝાકીર હુસેન

✍🏻 *કેટલા દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે ?*

A.60
B.30
 *C.14* ✔
D.15

✍🏻 *લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે ?*

A.12
B.7
 *C.14* ✔
D 30

✍🏻 *કાસ્ટિંગ વૉટ કોણ આપી શકે છે ?*

A.વડાપ્રધાન
B.રાષ્ટ્રપતિ
 *C.અધ્યક્ષ* ✔
D.નાણાપ્રધાન

 ✍🏻 *ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડાને કોને સોંપવામાં આવે છે ?*

A.ખરડા સમિતિને
B.ન્યાય સમિતિને
C.નાણા સમિતિને
 *D.પ્રવર સમિતિને*✔

✍🏻 *બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?*

A.રાજ્યસભામાં
B.સંસદમાં
 *C.લોકસભામાં* ✔
D.વિધાનપરિષદમાં

 ✍🏻 *નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?*

A.રાષ્ટ્રપતિ
B.નાણામંત્રી
 *C.લોકસભાના અધ્યક્ષ* ✔
D.વડાપ્રધાન

 ✍🏻 *ઈમપિચમેન્ટની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે ?*

A.વડાપ્રધાન પર
B.લોકસભાના અધ્યક્ષ પર
C.નાણાપ્રધાન પર
 *D.રાષ્ટ્રપતિ પર*✔

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.લોકસભાના અધ્યક્ષ ગૃહની મર્યાદાના રક્ષક છે.

B.અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણાય છે.

C.અધ્યક્ષ ગૃહની સભાને મુલવતી રાખે છે.

 *D.ઉપરોક્ત તમામ વાક્યો યોગ્ય છે.*✔

 ✍🏻 *બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ........થી ઓછી નહિ અને ............થી વધારે હોઈ શકશે નહિ.*

A.50,500
 *B.60,500* ✔
C.60,600
D.50,600

✍🏻 *રાષ્ટ્રપતિના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે ?*

A.રાષ્ટ્રપતિ
 *B.રાજ્યપાલ* ✔
C.વડાપ્રધાન
D.મુખ્યમંત્રી

 ✍🏻 *રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?*

A.વિધાનસભા
 *B.વિધાનપરિષદ* ✔
C.જનસભા
D.રાજ્યસભા

 ✍🏻 *ભારતમાં સંઘસરકારની કારોબારીના બંધારણીય વડા કોણ છે ?*

A.રાજ્યપાલ
 *B.રાષ્ટ્રપતિ* ✔
C.મુખ્ય ન્યાયમૂર્તિ
D.ઉપરાષ્ટ્રપતિ

 ✍🏻 *બંધારણના કયા અનુરછેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે ?*

A.124(1)
 *B.124(2)* ✔
C.124(3)
D.124(4)

 ✍🏻 *સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?*

A.રાષ્ટ્રપતિ
 *B.વડાપ્રધાન* ✔
C.નાણાપ્રધાન
D.ઉપરાષ્ટ્રપતિ

✍🏻 *નીતિપંચનું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે ?*

A.રાષ્ટ્રપતિ
B.ઉપરાષ્ટ્રપતિ
 *C.વડા પ્રધાન* ✔
D.લોકસભાના અધ્યક્ષ

✍🏻 *સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?*

A.સંસદના બંને ગૃહોને
 *B.લોકસભાને* ✔
C.રાષ્ટ્રપતિને
D.રાજ્યસભાને


 ✍🏻 *કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે ?*

A.ક્ષેત્રિય વિશ્લેષના સિદ્ધાંત મુજબ
B.અંગ વિશ્લેષના સિદ્ધાંત મુજબ
C.સનંદ વિશ્લેષદના સિદ્ધાંત મુજબ
 *D.સત્તા વિશ્લેષદના સિદ્ધાંત મુજબ*✔

✍🏻 *ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાતંત્રની રચના કરવામાં આવી છે ?*

A.વિશિષ્ટ
B.દ્ધિસૂત્રી
 *C.એકસૂત્રિ* ✔
D.બહુસૂત્રિ

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.બંધારણની કલમ 124 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયની રચના કરવામાં આવી છે.
B.સર્વોચ્ચ અદાલતએ બંધારણનો રક્ષક કહેવાય છે.
C.સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માત્ર રાષ્ટ્રપતિ અમુક અંશે બદલી શકે છે.
 *D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે ?*

A.68
B.62
 *C.65* ✔
D.60

✍🏻 *ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે* ?

A.રાષ્ટ્રપતિ
B.સંસદ
 *C.સર્વોચ્ચ અદાલત* ✔
D.વડાપ્રધાન

 ✍🏻 *ભારતની સુપ્રિમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?*

A.24 જાન્યુઆરી,1950
B.26 જાન્યુઆરી,1950
 *C.28 જાન્યુઆરી,1950* ✔
D.31 જાન્યુઆરી,1950

 ✍🏻 *ભારતની સુપ્રિમ કોર્ટમાં  કુલ કેટલા ન્યાયાધિશ હોય છે ?*

A.28
B.30
C.29
 *D.31*✔


 ✍🏻 *સુપ્રિમકોર્ટના ન્યાયાધિશ બનવાના સંદર્ભમાં નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ.
B.તેઓ 5 વર્ષથી હાઈકૉર્ટના ન્યાયાધિશ હોવા જોઈએ અથવા તેઓ 10 વર્ષથી સર્વોચ્ચ અદાલતના વકીલનો અનુભવ હોવો જોઈએ.
C.તેઓની ઉંમર 35 વર્ષથી વધું હોવી જોઈઐ.
 *D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

 ✍🏻 *ભારતની સુપ્રિમ કૉર્ટના વર્તમાન મુખ્યન્યાયાધીશ શ્રી  દીપક મિશ્રા કેટલામાં ન્યાયાધિશ છે ?*

A.44માં
B.47માં
C.46માં
 *D.45માં*✔

✍🏻 *ભારતના બંધારણમાં કયા ભાગમાં સુપ્રિમ કોર્ટઅંગેની જોગવાઈ કરવામાં આવી છે ?*

A.ભાગ-3
B.ભાગ-4
 *C.ભાગ-5* ✔
D.ભાગ-6

 ✍🏻 *વડી અદાલતના અધિકારક્ષેત્રોમાં કયું અધિકારક્ષેત્ર નથી ?*

A.મૂળભૂત અધિકાર ક્ષેત્ર
B.વિવાદી અધિકાર ક્ષેત્ર
C.વહીવટી અધિકાર ક્ષેત્ર
 *D.ઉપરોક્ત ત્રણેય અધિકાર ક્ષેત્ર સામેલ છે.*✔

 ✍🏻 *જિલ્લા ન્યાયાધિશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલા વર્ષનો અનુભવ જરૂલી છે ?*

A.5
 *B.7* ✔
C.10
D.6

 ✍🏻 *બંધારણના અનુરછેદ 124(4) મુજબ સંસદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદભ્રષ્ટ કરી શકે છે ?*

A.1/3
 *B.2/3* ✔
C.1/2
D.1/4

 ✍🏻 *મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુંમથક ક્યાં આવેલું છે ?*

A.વડોદરા
 *B.અમદાવાદ* ✔
C.ગાંધીનગર
D.રાજકોટ

✍🏻 *ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?*

A.મફત કાનૂની સલાહ કેન્દ્ર
B.દીવાની કોર્ટ
 *C.ગ્રાહક ફોરમ* ✔
D.સ્મોલ કૉઝ કોર્ટ

✍🏻 *વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે ?*

A.ગ્રેટ બ્રિટેન
B.યૂ.એસ.એ.
C.ચીન
 *D.ભારત*✔

✍🏻 *આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં ............. સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે ?*

A.વ્યક્તિદીઠ બહુમત
 *B.વ્યક્તિદીઠ એક મત* ✔
C.વ્યક્તિદીઠ જાહેરમત
D.વ્યક્તિદીઠ વિરોધમત

✍🏻 *લોકશાહીને જીવંત કોણ રાખે છે ?*

A.લોકમત
B.રાજકીય પક્ષો
 *C.ચૂંટણી* ✔
D.વડાપ્રધાન

 ✍🏻 *લોકમતના ઘડતર માટે ................. માધ્યમ ઓછું અસરકારક છે.*

A.દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ
B.દ્રશ્ય માધ્યમ
C.શ્રાવ્ય માધ્યમ
 *D.મુદ્રિત માધ્યમ*✔

 ✍🏻 *10 માર્ચ,2014 સુધી ભારતમાં ............... રાજકીય પક્ષો નોંધાયા છે.*

A.1490
 *B.1593* ✔
C.2000
D.987

✍🏻 *લોકશાહીના રથનાં બે પૈડા કોણ છે ?*

A.રાજ્યસભા અને વિધાનસભા
B.રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ
 *C.સત્તાપક્ષ અને વિરોધપક્ષ* ✔
D.વડાપ્રધાન અને મંત્રીમંડળ


🙏 બી . એન .પટેલ   અદ્વૈત વિદ્યામંદિર જસરા

No comments:

Post a Comment