# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 18 August 2018

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (SEM: 2)

 Part-1

STANDARD: 6            SUBJECT: SOCIAL SCIENCE          SEMESTER: 2

1.       સૌથી જુનો વેદ કયો છે? જવાબ : ઋગ્વેદ
2.       ઋચાઓના સમૂહને શું કહે છે? જવાબ : સૂક્ત
3.       વૈદિક પ્રાર્થનાઓની રચના કોણે કરી હતીજવાબ : ઋષિઓએ
4.       કયા ઋષીએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? જવાબ : વિશ્વામિત્ર
5.       યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતુ હતું? જવાબ : પુરોહિતો
6.       પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા? જવાબ : આર્ય
7.       મહાપાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરુ થઈ હતી? જવાબ : ૩૦૦૦
8.       કયા ગામની કબરમાંથી ૩૩ સોનાના મણકા અને શંખ મળ્યા છે? જવાબ : બ્રહ્મ ગામની
9.       કયા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા? જવાબ : ઇનામગામના
10.   ક્યાં ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બી મળ્યા છે? જવાબ : ઇનામગામમાંથી
11.    ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? જવાબ : ૧૦૦૦ થી વધુ.
12.   ઇન્દ્ર શેના દેવતા છે? જવાબ : યુદ્ધના
13.   કઈ વેલના રસમાંથી એક ખાસ પ્રકારનું પીણું (સોમરસ) બનાવવામાં આવે છે? જવાબ : સોમ
14.   ઋષિઓએ શેની રચના કરી હતી? જવાબ : વૈદિક પ્રાર્થનાઓની
15.   ઋગ્વેદની ભાષા કઈ કહેવાય છે? જવાબ : પ્રાક્ સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત
16.   વેદોને છાપવાનું કામ માત્ર કેટલા વર્ષ પહેલા થયેલું છે? જવાબ : ૨૦૦
17.   ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગયો અને ઘોડા સાથે કરી છેજવાબ : નદીઓ
18.   યજ્ઞોમાં કોની આહુતિ આપવામાં આવતી હતી? જવાબ : ઘી અને અનાજ
19.   પ્રાર્થનાઓના રચયિતા વિરોધીઓને શું કહેતા? જવાબ : દાસ કે દસ્યુ
20.   વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા રાજ્યની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા? જવાબ : પંજાબ
21.    ઇનામગામ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ : ભીમા નદીને મળતી ઘોડ નદીના કિનારે
22.   કયું સ્થળ ગુજરાતના દરિયાકિનારે વિકસેલું વિહારધામ છે? જવાબ : તિથલ
23.   ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ક્યાં કટિબંધમા આવે છે? જવાબ : ઉષ્ણ કટિબંધ
24.   ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે? જવાબ : જાન્યુઆરી
25.   ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે? જવાબ : મે
26.   ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે? જવાબ : શિયાળામાં
27.    ગુજરાતમાં મેં મહિના પછી ક્યા પવનો વાય છે? જવાબ : નેઋત્યના મોસમી પવનો
28.   કઈ નદીઓ અંતઃસ્થ છે? જવાબ : બનાસ, સરસ્વતી અને રૂપેણ
29.                        ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ : નર્મદા
30.   દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે?  જવાબ : બનાસ

Part-2

STANDARD: 6        SUBJECT: SOCIAL SCIENCE           SEMESTER: 2


1.       ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ : સાબરમતી
2.       ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? જવાબ : કંડલા
3.       કયા જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે? જવાબ : ડાંગ
4.       કયા જિલ્લામાં સુકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે? જવાબ : બનાસકાંઠા
5.       કયા જિલ્લામાં મેન્ગ્રુવના જંગલો આવેલા છે? જવાબ : કચ્છ
6.       કાગળ બનાવવા માટેનો માવો તૈયાર કરવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે? જવાબ : વાંસનું
7.       ડેડીયાપાડા રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ : નર્મદા
8.       ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ : રાજકોટ
9.       દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલો છે? જવાબ : જામનગર
10.   કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે? જવાબ : ચુનાનો પથ્થર
11.   કયુ ખનીજ ધાતુઓને પીગાળવા માટે ખુબ જ ઉપયોગી છે? જવાબ : ફ્લોરસ્પાર
12.   કયા ખનીજમાંથી એલ્યુમીનીયમ બનાવવામાં આવે છે? જવાબ : બોક્સાઈટ
13.   કયુ ખનીજ પેન્સિલ બનાવવામાં વપરાય છે? જવાબ : ગ્રેફાઈટ
14.   કયા ખનીજનો ઉપયોગ ઝીંક ઓક્સાઈડની બનાવટમાં થાય છે? જવાબ : સીસું
15.   ઈ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા? જવાબ : ૧૬
16.   રાજતંત્ર રાજ્યવ્યવસ્થામા કોને પ્રમુખ ગણવામાં આવતો? જવાબ : રાજાને
17.   કયુ રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું? જવાબ : મગધ
18.   કયુ રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ : વૈશાલી
19.    કયુ રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું? જવાબ : મગધ
20.    વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયુ હતું? જવાબ : વૈશાલી
21.    ગણરાજયોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? જવાબ : લોકો પર.
22.    સંથાગારમા ભરાતી સભામાં કોઈ પણ દરખાસ્ત કેટલી વખત રજુ થતી? જવાબ : ત્રણ વખત
23.    ગણરાજયોની રાજ્યવ્યવવસ્થા કયા સ્વરૂપની હતી? જવાબ : લોકશાહી
24.   ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? જવાબ : ત્રણ
25.   કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામપંચાયત હોય છે? જવાબ : પંદર હજારથી ઓછી
26.   ગ્રામપંચાયતમા સામાન્ય રેતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૭
27.   ગ્રામપંચાયતનાં વડાને શું કહે છે? જવાબ : સરપંચ
28.   ગ્રામપંચાયતમા કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે? જવાબ : સરપંચ
29.   તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૧૫
30.   તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? જવાબ : તાલુકા વિકાસ અધિકારી 


Part-3

STANDARD: 6          SUBJECT: SOCIAL SCIENCE          SEMESTER: 2


1.       જિલ્લા પંચાયતમા સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૩૧
2.       જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યાં નામે ઓળખાય છે? જવાબ : જિલ્લા વિકાસ અધિકારી
3.       પંચાયતીરાજની ત્રયેણ પંચાયતોની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? જવાબ : ૫ વર્ષ
4.       જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે? જવાબ : સામાજિક ન્યાય સમિતિ
5.       ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ : બનાસકાંઠા
6.       કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે? જવાબ : ભાલપ્રદેશ
7.       ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ : ખેડા
8.       ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ : જુનાગઢ
9.       ગુજરાતનો કયો પ્રદેશ  ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ : કાનમ પ્રદેશ
10.   ભારતમાં કપાસના ઉત્પાદનની બાબતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ : પહેલું
11.   ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ : ચરોતર વિસ્તાર 
12.   ગુજરાતના કૃષિવિકાસ માટે સૌથી અગત્યનું કારણ કયુ છે? જવાબ : સિંચાઈની સગવડો
13.   ગુજરાતની સૌથી મહત્વની સિંચાઈ યોજના કઈ છે? જવાબ : નર્મદા
14.   ગુજરામાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયુ છે? જવાબ : અમદાવાદ
15.   જુનાગઢ જિલ્લામાં કયા સ્થળે ખાંડનું કારખાનું છે? જવાબ : કોડીનાર
16.   ગુજરાતમાં દૂધસાગર દેરી ક્યાં આવેલી છે? જવાબ : મહેસાણા
17.   સિમેન્ટ ઉદ્યોગના ઉત્પાદન માટે કયો કાચો માલ વપરાય છે?  જવાબ : ચુનાનો પથ્થર અને ચિરોડી
18.   ગુજરાતમાં પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? જવાબ : વડોદરા
19.   ગુજરાત રીફાઈનરી કયા આવેલી છે? જવાબ : કોયલી
20.   ગુજરાતમાં ટાઈલ્સ ઉદ્યોગ કયા વિકસ્યો છે? જવાબ : મોરબી
21.   ગુજરાતમાં હીરા ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ : સુરત
22.   ગુજરાતમાં શાર્ક માછલીના  તેલની રીફાઈનરી ક્યાં આવેલી છે? જવાબ : વેરાવળ
23.   ગુજરાતમાં કાગળ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ : તાપી
24.   ગુજરાતના કયા બંદરેથી  દેશ વિદેશમાં માલસામાનની આયાત નિકાસ થાય છે?  જવાબ : કંડલા
25.   ૧૫ હજારથી ૫ લાખ સુધીના વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે? જવાબ : નગરપાલિકા
26.   નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ : પ્રમુખ
27.   નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છેજવાબ : ચીફ ઓફિસર
28.   નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણુંક કોણ કરે છે? જવાબ : રાજ્ય સરકાર
29.   મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ :મેયર
30.   મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? જવાબ : અઢી વર્ષે
Part-4

STANDARD: 6            SUBJECT: SOCIAL SCIENCE       SEMESTER: 2


1.       મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? જવાબ : મ્યુનીસીપલ કમિશનર
2.       મહાનગરપાલિકાના કમિશનરની નિમણુંક કોણ કરે છે? જવાબ : રાજ્ય સરકાર
3.       મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે? જવાબ : કારોબારી સમિતિ (સ્ટેન્ડીંગ કમીટી)
4.       કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને મદદ કરે છે? જવાબ : વિશ્વબેંક
5.       ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબ : સિદ્ધાર્થ
6.       સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? જવાબ : શુદ્ધોધન
7.       સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું? જવાબ : યશોધરા
8.       ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ (મૃત્યુ) પામ્યા હતા? જવાબ : કુશીનારા
9.       ઉપનીષદના વિચારકો પૈકી કઈ એક સ્ત્રી વિચારકનો ઉલ્લેખ થયો છે? જવાબ : ગાર્ગી
10.    મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? જવાબ : વર્ધમાન
11.    મહાવીરનો જન્મ કયા ઉપનગરમાં થયો હતો? જવાબ : કુંડગ્રામમા
12.    વર્ધમાનની પત્નીનું નામ શું હતું? જવાબ : યશોદા
13.    વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? જવાબ : પ્રિયદર્શના
14.   મહાવીર સ્વામીએ કેટલા વ્રત આપ્યા છે? જવાબ : પાંચ
15.    બૌદ્ધ સાધુઓ કયા નામે ઓળખાય છે? જવાબ : લામા
16.    લગભગ કેટલા વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હતી? જવાબ : ૨૫૦૦ વર્ષ
17.    સિદ્ધાર્થનો જન્મ કયા વનમાં થયો હતો? જવાબ : લુમ્બિનીવનમાં
18.    સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહે છે? જવાબ : મહાભિનિષ્ક્રમણ
19.    ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષની નીચે ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? જવાબ : વૈશાખી પૂર્ણિમાની રાત્રે
20.    ગૌતમને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું તે હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ : બુદ્ધગયા કે બોધીગયા
21.   વર્ધમાનના પિતાનું નામ શું હતું? જવાબ : સિદ્ધાર્થ
22.    વર્ધમાનની માતાનું નામ શું હતું? જવાબ : ત્રીશલાદેવી
23.     મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી? જવાબ : ૩૦ વર્ષે
24.     મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? જવાબ : પ્રાકૃત, માગધી
25.   આજે ગુજરાતમાં કયુ ખાણું ખુબ જ જાણીતું છે? જવાબ : કાઠીયાવાડી
26.    ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? જવાબ : તળપદી
27.    મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? જવાબ : ચરોતરી
28.    ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે? જવાબ : અખાત્રીજથી
29.    કયા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે? જવાબ : નવરાત્રી
 ગુજરાતમાં શામળાજી ખાતે કયો મેળો ભરાય છે? જવાબ : કાર્તિકી પૂનમનો

No comments:

Post a Comment