બંગાળના ભાગલા-1905
📘ઈ.સ. ૧૯૦૦ના વર્ષ દરમ્યાન બંગાળ એ ભારતીય રાષ્ટ્રીવાદનું હાર્દ બની ગયું હતુ.
📘તેને નબળો પાડવા તત્કાલીન વાઈસરોય લોર્ડ લર્ઝને (૧૮૯૯-૧૯૦૫) બંગાળના ભાગલા પાડવાની યોજના બનાવી.
📘તેને માટે સત્તાવાર કારણ વહીવટની સરળતા બતાવવામાં આવ્યું હતું. પણ આ ભાગલા ધાર્મિક અને રાજનતિક કારણો સર પાડવામાં આવ્યાં હતાં.
📗આ યોજના અનુસાર બંગાળને બે ભાગમાં વિભાજીત કરાયું. એક ભાગમાં પૂર્વ બંગાળ (વસતિ ૩.૧ કરોડ) ને આસમ નો સમાવેશ હતો હતો. જેમાં મુસ્લિમોની બહુમતી હતી. બીજા ભાગમાં બાકીનું બંગાળ (૫.૪ કરોડની વસતિ) જેમાં બિહારી અને ઉડિયા લોકોની બહુમતી હતી.
📘આમ કરી તેઓ બંગાળની અને તે હિસાબે સંપૂર્ણ ભારતની રાષ્ટ્રવાદી ચળવળ ને ડામી દેવા માંગતાં હતાં.
📘ઓક્ટોબર ૧૬ ૧૯૦૫ ના દિવસે બંગાળના ભાગલા થયાં.
No comments:
Post a Comment