# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 8 April 2019

ખેડા સત્યાગ્રહ -1917


ખેડા સત્યાગ્રહ -1917





💦ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સત્યાગ્રહનો પ્રયોગ ગાંધીજી એ ગુજરાતમા સૌ પ્રથમ વખત ગુજરાત ના ખેડા જિલ્લામાં  1917 દરમ્યાન કર્યો હતો.



💦ખેડા જિલ્લામાં ખેડૂતો જમીનના માલિકો હતાં અને બિહારના ખોડૂતો કરતાં થો8ડી સારી સ્થિતીમાં હતાં.

💦 આવી સ્થિતીમાં જ્યારે ખેડૂતોને પોતાને ખાવા માટે પૂરતું ન હતું .તેવામાં અંગ્રેજ સરકારે (બોમ્બે પ્રેસીડેન્સીએ) કર વેરો ભરવાનો હુકમ કર્યો એટલું જ નહીં પણ તે વર્ષે કરાયેલલો ૨૩%નો વધારો પણ ભરવાનો હુકમ કર્યો.

💦ખેડા જિલ્લાના ખેડૂતોએ એ અરજી લખીને ભૂખમરાની સ્થિતી ને કારણે કરવેરો નાબૂદ કરવાની માંગણી કરી. આ અરજી બોમ્બે પ્રેસીડેંસી એ રદ્દ કરી. તેમણે ધમકી આપી કે જો ખેડૂતો કર નહીં ભરે તો તેમની જમીન અને અન્ય અસ્કાયતો તાબે કરવામાં આવશે અને એક વખત જપ્ત થયેલી મિલ્કત કરવેરો ભરી દેતાં પણ પાછી નહી અપાય. તેમ છતાં પન કોઈ પન ગામડાના લોકોએ કર ન ભર્યો.

💦ગુજરાતમાં ચાલેલી ચળવળ ના ગાંધીજી માત્ર આધ્યાત્મીક કે નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધેવાદીઓ જેમ કે નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા અને રવિ શંકર વ્યાસ જેવા વ્યક્તિઓ એ ગામડા ગામની મુલાકત લીધી લોકોને સમજાવ્યાં.

💦ખેડા સત્યાગ્રહ વખતે જપ્ત થયેલ ડુંગળીનો પાક ઉતારી લેવા મોહનલાલ પંડયા ને સલાહ આપી. જે કારણસર ગાંધીજી એ મોહનલાલ પંડયાને ડુંગળી ચોર નૂ ઉપનામ આપ્યુ હતૂ.


No comments:

Post a Comment