# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 8 April 2019

ચંપારણ સત્યાગ્રહ -1917


ચંપારણ સત્યાગ્રહ -1917





ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સત્યાગ્રહનો પ્રયોગ ગાંધીજીએ સૌ પ્રથમ વખત  બિહાર ના ચંપારણ જિલ્લા માં 1917 દરમ્યાન કર્યો હતો.



ચંપારણમાં સત્યાગ્રહ સૌ પ્રથમ ચાલુ થયો પણ "સત્યાગ્રહ " નામનો વપરાશ રોલેટ એક્ટના વિરોધ સમયે શરૂ થયો.

બિહારમાં આવેલા ચંપારણ માં હજરો ભૂમિ રહીત ગરીબ ખેડૂતો અને બંધિયા મજૂરો પાસે બળજબરી થી ખોરાક માટે જરૂરી એવા ધાન્યને બદલે ગળી અને અન્ય રોકડીયા પાક લેવડાવવામાં આવતા હતા.

વળી આ પાકો તેમની પાસેથી અત્યંત ઓછી કિંમતે ખરીદાતા. આ ખેડૂતો જમીનદારો (મોટે ભાગે બ્રિટિશ)ના દમન નીચે કચડાયેલા હતાં આને તેમની આર્થિક સ્થિતી અત્યંત દયનીય હતી. ત્યાંના ગામડાઓ અત્યંત ગંદા અને અસ્વાસ્થયકારી હતાં.

દારૂની લત, અસ્પૃશ્યતા અને પર્દા પ્રથા જેવા કુરિવાજો પ્રવર્તમન હતાં. આ સાથે ત્યાં ભૂખમરાની સ્થિતી ફાટી નીકળી.

આવી સ્થિતીમાં અંગ્રેજ સરકારે તેમના પર અતિરિક્ત કર લાદ્યો. ખોરક અને ધન બંનેની અછતમાં સ્થિતી સ્ફોટક બની ગઈ અને ખેડૂતોએ ગળીના પાક લેવા સામે ૧૯૧૮ (પીપરા) અને ૧૯૧૬ (તુરકૌલિયા)માં બળવો પોકાર્યો.

રાજ કુમાર શુક્લા મહાત્મા ગાંધીને ચંપારણ લઈ ગયાં અને ત્યાં ચંપારણ સત્યાગ્રહ શરૂ થયો. 

અને અંતે ગાંધીજી નો આ સત્યાગ્રહ સફળ થયો.


No comments:

Post a Comment