અસહકારની ચળવળ
💁🏻૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ ગાંધીજીની આગેવાની હઠળ અસહકારની ચળવળ શરૂ કરી હતી. કરોડો ભારતીયો બ્રિટિશ સરકાર વિરુદ્ધ મેદાને ચડ્યાં. તેમણે ન્યાયાલય, સરકારી સેવાઓ, સરકારી શાળાઓ, સરકારી ખિતાબો, બ્રિટિશ કાપડ અને માલ આદિનો બહિષ્કાર કર્યો.
💁🏻સ્વતંત્રતાની લડતના સૈનિકોને સત્યાગ્રહીઓ કહેવાતા. તેમો તાનાશાહી બ્રિટિશ કાયદાઓ વિરુદ્ધ શાંતિપૂર્વક પ્રદર્શન કે તેનો વિરોધ કરતાં અને ભરતની સ્વતંત્રતાની માંગણી કરતાં. આમાં હજારો લાખો લોકોને મારવામાં આવતાં, ત્રાસ અપાતો અને જેલમાં નખાતા.
💁🏻તે ચળવળ દરમ્યાન ૧૯૨૨માં ચૌરી ચોરા ગામમાં ક્રોધે ભરાયેલા ટોળાએ અમુક પોલીસને મારી નાખ્યાં.
💁🏻આમ આગળ જતા આ આંદોલન હિંસક રૂપ ધારણ કરી શકે છે તેમ લાગતાં ગાંધીજી એ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી.
💁🏻તેમને અટક કરવામાં આવી અને ૬ વર્ષના કરાવાસની સાઅ કરવામાં આવી,પરંતુ તેમને ૧૯૨૪ માં છોડી મૂકવામાં આવ્યાં.
💁🏻 આ ચળવળમાં ઘણાં લોકોએ સરદાર પટેલને બારડોલી ના રાજા નામ આપ્યું.
💁🏻આ ચળવળ દરમિયાન ઉત્તરપ્રદેશના ચૌરા-ચોરી ગામે આંદોલનકારીઓ એ આખી પોલીસ ચોકી ને સળગાવી દીધી.
💁🏻જેને કારણે ગાંધીજી આ ભૂલને હીમાલય જેવડી ભૂલ ગણે છે.
No comments:
Post a Comment