બારડોલી સત્યાગ્રહ -1928
💦ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે.
💦આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.
💦૧૯૨૫માં ગુજરાતના બારડોલીમાં પુર આવ્યું અને ભૂખમરો ફેલાયો. આને પરિણામે ખેતી પર અસર પડી અને ખેડૂતોને ખૂબ આર્થિક મુશ્કેલી પડવા લાગી.
💦મુંબઈ ઇલાકામાં દર ૩૦ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસકરી જમીનમહેસુલની આકારણીમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકામાં છેલ્લે ઈ.સ. ૧૮૯૬માં આવી આકારણી કરવામાં આવી હતી.
💦ઈ.સ. ૧૯૨૬મા વિન અનુભવી અમલદાર દ્વારા ખોટી આકારણી કરી ૨૩ ગામોને ઉપલા વર્ગમાં મૂકી જમીન મહેસુલમાં ૩૦% નો વધારો ઝીંકી દીધો.
💦જે અન્યાયી હતો અને આવા અન્યાયી વધારાનો નરહરિ પરીખના અધ્યક્ષપદે નીમેલી સમિતિએ તેને સચોટ પ્રમાણભૂત રદિયો આપ્યો.
💦સરકારે નાગરિક સંગઠનો દ્વારા મુકવામાં આવેલી કર રાહત ની અરજીઓને પણ નામંજૂર કરી દીધી. ખેડૂતની સ્થિતી અત્યંત દયનીય હતી.
💦સરદાર વલ્લભભાઈએ તા. ૧૨-૦૨-૧૯૨૮ થી સત્યાગ્રહની આગેવાની લીધી. વલ્લભભાઈએ બારડોલી જઈ મુખ્ય કાર્યકરોની છાવણી ઊભી કરી અને દરેકના વિભાગપતિ નીમ્યા.
💦"સત્યાગ્રહ પત્રિકા" નિયમિત પ્રગટ કરવાની જવાબદારી જુગતરામ કાકા, પ્યારેલાલ, ચીમનલાલ ભટ્ટ અને મગનભાઈ દેસાઈએ સાંભળી.
💦ત્યાર બાદ સરદાર પટેલે બારડોલી તાલુકાના સૌ ખેડૂતોને કર ન ભરવાની સલાહ આપી. પરીખ, વ્યાસ અને પંડ્યાની મદદ વડે તેમણે સમગ્ર બારડોલીને નાના બવિભાગમં વહંચી દીધો અને દરેક ભાગમાં સ્વયંસેવકો ફાળવ્યા.
💦સરદર પટેલે આ ચળવળની સફળતાનો શ્રેય ગાંધીજીની શીખ અને ખેડૂતોની અડગતાને આપ્યો જ્યારે સમગ્ર દેશમાં સરદાર પટેલના નેતૃત્વના વખાણ થયા. આ ઘટના પછી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું. આ ઘટના પછી સરદાર પટેલ સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યાં.
No comments:
Post a Comment