મુસ્લિમ લીગ
📘મુસ્લિમ લીગ ( All India Muslim League, બ્રિટિશ ભારતમાં એક રાજનૈતિક દળ હતું જેના પ્રયાસ થકી ઈ. સ. ૧૯૪૭માં ભારતના ભાગલા અને ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની સ્થાપના થઈ.
📘ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ઈ. સ. ૧૯૦૬ માં ઢાકા શહેરમાં થઈ હતી.
📘શરુઆતમાં આ લીગ ભારતમાં મુસલમાનોના હિતોની રક્ષા પર કેન્દ્રિત રહી અને સર સૈય્યદ અહમદ ખાનની સલાહ પ્રમાણે બ્રિટિશ સરકારનું સમર્થન કરવા પર જોર આપતી રહી.
📘ઈ.સ ૧૯૧૧માં જ્યારે બંગાળનું વિભાજનની માંગને ખારિજ કરવામાં આવી ત્યારે મુસ્લિમ લીગ દ્વારા આને ભારતમાં ના મુસલમાનો પ્રતિ વિશ્વાસઘાત માનવામાં આવ્યો અને ભારતની સ્વતંત્રતાની માઁગ ઉઠાવવાની શરુઆત કરી.
📘ઈ. સ. ૧૯૩૦માં પ્રખ્યાત શાયર મુહમ્મદ ઇકબાલના નેતૃત્વમાં મુસ્લિમ લીગ તરફથી પહેલી વાર મુસલમાનો માટે અલગ રાજ્યની માંગ ઉઠાવવામાં આવી હતી. મહમદ અલી ઝીણાના નેતૃત્વ સાથે જ આ માંગને વધુ બળ મળ્યું અને અંતત ભારતનું વિભાજન કરાવવામાં લીગ સફળ થઈ.
📘સ્વતંત્રતા મળ્યા બાદ ભારત દેશના કેરળ રાજ્યમાં આ લીગ હાલના સમયમાં પણ સક્રિય છે. પાકિસ્તાનમાં મુસ્લિમ લીગના વિભાજન પછી બનેલા બંને દળ કેટલાંય વર્ષ સત્તારૂઢ રહી ચુક્યાં છે.
No comments:
Post a Comment