પાવન ખંડનું યુધ્ધ.
જયારે શિવાજી મહારાજ નો જીવ બચાવવા મરાઠા સૈનિકો મરણીયા બન્યા .
પાવન ખંડનું યુધ્ધ એ કોઈ પૂર્ણ રીતે લડાયેલું યુધ્ધ ન હતું પણ યોજનાના ભાગરૂપે લડાયેલી નાની લડાઈ હતી.
આ યુધ્ધની ટૂંકી માહિતી મેળવીએ તો માત્ર સતર વર્ષની ઉમરે તોરણા નો કિલ્લો જીતીને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર શિવાજીને ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્યનો સામનો કરતા પહેલી દક્ષિણમાં ફેલાયેલી કેટલીક નાની સલ્તનતો સાથે અનેક યુધ્ધો લડવા પડ્યા હતા.
મરાઠા સામ્રાજ્ય સાવ પ્રાથમિક તબક્કામાં હતું એ દરમ્યાન એક સમય એવો પણ આવ્યો હતો કે શિવાજીનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું હતું
શિવાજી પનહાલના કિલ્લામાં હતા ત્યારે આદીલશાહી સેનાએ કિલ્લાને ચારેતરફથી ઘેરી લીધો, અને ભાગી છૂટવા માટેનો દરેક માર્ગ બંધ કરી દીધો.આદીલ શાહી સેનાના શરણે જવા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો એવા સમયે શિવાજીએ હીમત હારવાને બદલે એક સાહસિક યોજના ઘડી કાઢી .
આ યોજના મુજબ શિવાજી તેમના 600 સૈનિકો સાથે રાત્રે ગુપચુપ કિલ્લાનો દરવાજો ખોલીને ભાગી નીકળ્યા .આ સમયે શિવાજીની પાછળ પડેલા આદીલશાહ ના લશ્કરને માર્ગમાં રોકી રાખવા માટે તેમના બહાદુર સેનાપતિ બાજીપ્રભુદેશ પાંડેએ 300 મરાઠા સૈનિકોની સાથે આદીલશાહી લશ્કર સામે મોરચો માંડ્યો.
પોતાના કરતા ક્યાંય મોટા લશ્કરને મરાઠા સૈનિકોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી લડત આપીને માર્ગમાં જ રોકી રાખ્યું જે દરમ્યાન શિવાજી હેમખેમ રીતે સુરક્ષિત સ્થળે પહોચી ગયા. આ યુધ્ધમાં પોતાનું પવિત્ર લોહી રેડીને જમીનને પાવન બનાવી દેનાર મરાઠા સૈનિકોની યાદમાં આ સ્થળને પાવનખંડ ( પવિત્ર ભૂમિ ) નામ આપવામાં આવ્યું.
શિવાજીએ પોતાની ચારેતરફ ફેલાયેલા મુસ્લ્લીમ સામ્રાજ્યોને મહાત કરીને દસ લાખ ચો.કિમી માં ફેલાયેલા વિશાળ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી.ભારતીય ઇતિહાસમાં શિવાજી જેટલો યુધ્ધ કુશળ અને દીર્ઘદ્રસ્ટા સેનાપતિ ભાગ્યેજ બીજો કોઈ થયો હશે. એક નાનકડી જાગીરમાંથી આવડું મોટું સામ્રાજ્ય ઉભું કરવું એ શિવાજી બીજી કોઈના પણ માટે અશક્ય વાત હતી.
આથી જ શિવાજી નો જીવ બચાવનાર પાવનખંડના યુધ્ધ ને ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન આપ્યું છે.
No comments:
Post a Comment