રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ
અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8,
સત્ર: 2
પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી
કુલ પ્રશ્નો: 44 / કુલ ગુણ: 44
1.આપણો દેશ ક્યારે આઝાદ થયો ?
જવાબ: 15/8/1947
2.ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં ?
જવાબ: 562
3.ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો ?
જવાબ: લોર્ડ માઉન્ટ
બેટને
4.માઉન્ટબેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો ?
જવાબ: હિંદ
સ્વાતંત્ર્ય ધારો
5.પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ ?
જવાબ: મહંમદઅલી
ઝીણાની
6.સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ ?
જવાબ: ચક્રવર્તી
રાજગોપાલાચારી
7.સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા ?
જવાબ: લૉર્ડ માઉન્ટ
બેટનને
8.ભાતરના પ્રથમ વડા પ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો ?
જવાબ: જવાહરલાલ
નેહરુએ
9.સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે
જાહેર કર્યું ?
જવાબ: ત્રાવણકોર
રાજ્યને
10.કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર
કર્યું ?
જવાબ: જૂનાગઢ
રાજ્યના
11.દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કોણે કર્યું ?
જવાબ: સરદાર પટેલે
12.ભારતસંઘમાં જોડાવવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી ?
જવાબ:
કૃષ્ણકુમારસિંહજીએ
13.દિલ્લીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો ?
જવાબ: જવાહરલાલ
નેહરુએ
14.ગાંધીજીની હત્યા કોણે કરી ?
જવાબ: નથ્થુરામ
ગોડસેએ
15.આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ?
જવાબ: ગાંધીજીને
16.બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી ?
જવાબ: ઈ.સ.1946માં
17.બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?
જવાબ: ડૉ.
રાજેન્દ્ર પ્રસાદને
18.બંધારણની મુસદ્દાસમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા ?
જવાબ: ડૉ.બાબાસાહેબ
આંબેડકરને
19.આપણું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ?
જવાબ: 26/1/1950
20.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ: ડૉ.
રાજેન્દ્ર પ્રસાદ
21.હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ કેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત
આવ્યા હતા ?
જવાબ: 80 લાખ
22.હિન્દુસ્તાનના બે ભાગ થતાં ભારત માટે કઇ સમસ્યા વિકટ બની હતી ?
જવાબ: આપેલા બધા
23.'ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહિ
કરવામાં આવે, તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી
નીકળશે, લોકો પરેશાન થશે.' એવો મત કોનો હતો ?
જવાબ: લૉર્ડ માઉન્ટ
બેટનનો
24.હિંદ સ્વાતંત્ર્યધારામાં કઈ જોગવાઇ હતી ?
જવાબ: આપેલા બધા
25.દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારને સાથ આપનાર તેમના સચિવ કોણ હતા ?
જવાબ: વી.પી. મેનન
26.ભારત સંઘમાં જોડવા માટે છેલ્લે કયા ત્રણ દેશી રાજ્યોનો પ્રશ્ન બાકી
રહ્યો ?
જવાબ: જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર
27.જૂનાગઢના નવાબ વિરૂદ્ધ લડવા માટે શાની સ્થાપના કરવામાં આવી ?
જવાબ: આરઝી હકૂમત
28.આરઝી હકૂમતની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: રતુભાઈ અદાણી
29.જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા કોણ
હતા ?
જવાબ: હરિસિંહ
30.મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની
માગણીનો ઠરાવ પસાર કર્યો ?
જવાબ: લાહોર
અધિવેશનમાં
31.ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો ?
જવાબ: માર્ચ, 1947માં
32.ઇંગ્લૅન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' ક્યારે પસાર કર્યો ?
જવાબ: ઇ.સ. 1947માં
33.પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો ?
જવાબ: ઇ.સ. 1948માં
34.ગાંધીજીની હત્યા ક્યારે થઈ ?
જવાબ: 30 જાન્યુઆરી, 1948ના રોજ
35.બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી ?
જવાબ: ડિસેમ્બર, 1949 સુધી
36.બંધારણ ઘડવા માટે બંધારણ સભાના કેટલા સત્ર યોજાયા ?
જવાબ: 11
37.બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલા દિવસ બેઠકો થઈ ?
જવાબ: 166
38.બંધારણ ઘડવાની પ્રક્રિયામાં લગભગ કેટલા ભારતીયોએ ભાગ લીધો ?
જવાબ: 300
39.આપણે ક્યા દિવસને 'પ્રજાસત્તાકદિન' તરીકે ઊજવીએ છીએ ?
જવાબ: 26 જાન્યુઆરીના દિવસને
40.આપણે ક્યા દિવસને 'સ્વાતંત્ર્યદિન' તરીકે ઊજવવીએ છીએ ?
જવાબ: 15 ઑગસ્ટના દિવસને
41.ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી
નીકળ્યાં તેને રોકવા ગાંધીજીએ શું કર્યું ?
જવાબ: ઉપવાસ કર્યા.
42.ગાંધીજીનું જે દિવસે મોત થયું તે દિવસે ગાંધીજી સાંજે પ્રાર્થના કરવા
માટે ક્યાં જઈ રહ્યા હતા ?
જવાબ: બિરલાહાઉસ
43.'દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય
નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી' આ શોકસંદેશો આકાશવાણી પર કોણે આપ્યો ?
જવાબ: જવાહરલાલ
નેહરુએ
44.બાપુની સ્મશાન યાત્રા ક્યાં નીકળી ?
જવાબ: દિલ્લીમાં
*****
download link pdf file
No comments:
Post a Comment