રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ
અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8,
સત્ર: 2
પ્રકરણ - 11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)
કુલ પ્રશ્નો: 46 / કુલ ગુણ: 46
1.સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલા વિશ્વ શાંતિ માટે કઈ સંસ્થા બની હતી ?
જવાબ: રાષ્ટ્રસંઘ
2.અમેરિકાના ક્યા પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રસંઘ બનાવવાની યોજના ઘડી ?
જવાબ: રૂઝવેલ્ટે
3.સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં કેટલી છે ?
જવાબ: 193
4.સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ ?
જવાબ: 24/10/1945
5.સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક કયાં છે ?
જવાબ: ન્યૂયોર્ક
6.સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મહત્ત્વનું અંગ કયુ છે ?
જવાબ: સલામતી સમિતિ
7.સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મોટું અંગ કયુ છે ?
જવાબ: સામાન્ય સભા
8.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે
?
જવાબ: 10
9.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?
જવાબ: 5
10.આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી
સભ્ય નથી ?
જવાબ: ભારત
11.કાયમી પાંચ સભ્યોમાંથી એક પણ સભ્ય રાષ્ટ્ર 'નકારાત્મક મત' આપે તો નિર્ણય લઈ શકાતો નથી, આ સત્તાને શું કહે છે ?
જવાબ: વીટો પાવર
12.વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટૂંકું નામ શું છે?
જવાબ: WHO
13.આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું ટૂંકું નામ શું છે?
જવાબ: ILO
14.વિશ્વ બૅન્કનું વડું મથક ક્યાં આવેલું છે ?
જવાબ:
વૉશિંગ્ટન-ડી.સી.
15.ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
જવાબ: રોમ
16.ભારતે વિશ્વને શાંતિ માટે ક્યા સિદ્ધાંતો આપ્યા ?
જવાબ: પંચશીલના
સિદ્ધાંતો
17.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રોની કેટલા
વર્ષે ચૂંટણી થાય છે ?
જવાબ: બે
18.સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ સમયે કેટલાં રાષ્ટ્રો તેનાં સભ્યો
હતાં ?
જવાબ: 51
19.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કુલ સભ્યસંખ્યા કેટલી છે ?
જવાબ: 15
20.આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી
સભ્ય છે ?
જવાબ: ઇંગ્લૅન્ડ
21.રાષ્ટ્રસંઘ નામની સંસ્થા શું થવાથી નિષ્ફળ નીવડી ?
જવાબ: બીજું
વિશ્વયુદ્ધ શરૂ થવાથી
22.સંયુક્ત રાષ્ટ્રસંઘનું ટૂંકુ નામ શું છે ?
જવાબ: યુનો
23.સૌ પ્રથમ વિશ્વસંસ્થાનો વિચાર કોણે રજૂ કર્યો ?
જવાબ: વિલ્સને
24.યુનોનું હવે નામ શું છે ?
જવાબ: યુ.એન.
25.સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે ?
જવાબ: 5
26.નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘનો હેતુ કયો છે ?
જવાબ: આપેલા બધા
27.સંયુક્ત રાષ્ટ્રસંઘના અંગ કેટલાં છે ?
જવાબ: 6
28.સંયુક્ત રાષ્ટ્રસંઘના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય ?
જવાબ: સામાન્ય
સભાને
29.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં દરેક સભ્યરાષ્ટ્ર વધુમાં વધુ
કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે ?
જવાબ: 5
30.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક સભ્યરાષ્ટ્ર મત પ્રદાન સમયે
કેટલા મત આપી શકે ?
જવાબ: 1
31.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે ?
જવાબ: 1
32.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ માનવ-અધિકારો અંગેનું વૈશ્વિક
જાહેરનામું ક્યારે મંજૂર કર્યું ?
જવાબ: 10 ડિસેમ્બર, 1948
33.યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની કોને સત્તા છે ?
જવાબ: સામાન્ય
સભાને
34.ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકુ નામ શું છે ?
જવાબ: FAO
35.યુનેસ્કોનું વડું મથક કયું છે ?
જવાબ: પૅરિસ
36.સંયુકત રાષ્ટ્રોના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે ?
જવાબ: મહામંત્રી
37.આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
જવાબ: જિનિવા
38.યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે ?
જવાબ: ન્યૂયૉર્ક
39.વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?
જવાબ: જિનિવા
40.દુનિયાના લોકોનાં શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે
યુ. એન.ની કઈ સંસ્થા કાર્ય કરે છે ?
જવાબ: WHO
41.દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કાર્ય
યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
જવાબ: UNESCO
42.માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય એ માટે પ્રયત્નો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ
સંસ્થા કરે છે ?
જવાબ: ILO
43.બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળક્લ્યાણના કાર્યક્રમો
યોજવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
જવાબ: UNICEF
44.વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો
કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
જવાબ: FAO
45.વિશ્વયુદ્ધ દરમિયાન ખુવારી થયેલા દેશોના પુન:નિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું
કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
જવાબ: IBRD
46.કયા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરોની ટીમ
મોકલી હતી ?
જવાબ: કોરિયાના
*****
download link pdf file
No comments:
Post a Comment