રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ
અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8,
સત્ર: 2
પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત
કુલ પ્રશ્નો: 62 / કુલ ગુણ: 62
1.આપણા દેશની બધી અદાલતમાં સૌથી ઊંચું સ્થાન કઈ અદાલતનું છે ?
જવાબ: સર્વોચ્ચ
અદાલતનું
2.આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?
જવાબ: દિલ્લી
3.આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો ?
જવાબ: 28 જાન્યુઆરી 1950
4.સરકારનાં અંગો કેટલા છે ?
જવાબ: ત્રણ
5.આપણી સરકારનું ક્યું અંગ સ્વતંત્ર છે ?
જવાબ: ન્યાયતંત્ર
6.આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે ?
જવાબ: સર્વોચ્ચ
અદાલત
7.કઈ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના
વિવાદો ઉકેલે છે ?
જવાબ: સર્વોચ્ચ
અદાલત
8.ગુજરાતમાં નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ?
જવાબ: નવાગામ
9.સર્વોચ્ચ અદાલતે 'જાહેરહિતની અરજી'ની વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકી છે ?
જવાબ: 1980ના દાયકા પછી
10.નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો
?
જવાબ: ગુજરાતની
11.લોકોનાં હિત, રક્ષણ અને કલ્યાણ માટે શાની જરૂર છે ?
જવાબ: કાયદાની
12.વડી અદાલતના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે ?
જવાબ: સર્વોચ્ચ
અદાલત
13.સર્વોચ્ચ અદાલતે આપેલી મૃત્યુ દંડની સજામાં દયાની અરજીના આધારે કોણ
ફેરફાર કરી શકે ?
જવાબ: રાષ્ટ્રપતિ
14.આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?
જવાબ: લોકશાહી
15.ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?
જવાબ: લોકઅદાલતો
16.બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?
જવાબ: તાલુકા અદાલત
17.ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?
જવાબ: ઈ.સ.1960માં
18.ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
જવાબ: અમદાવાદ
19.મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ
કેવો વિવાદ કહેવાય ?
જવાબ: દીવાની
20.ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
જવાબ: ફોજદારી
21.ન્યાયની દેવીનું નામ શું છે ?
જવાબ: આસ્ટીન
22.ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?
જવાબ: આંખે
23.ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?
જવાબ:
તલવાર-ત્રાજવું
24.તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?
જવાબ: ટ્રાયલ કોર્ટ
25.પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે
છે ?
જવાબ: FIR
26.અંજનાબાના ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
જવાબ: જિલ્લા
ફોજદારી અદાલતમાં
27.શીતલબાનું કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો
કરાય ?
જવાબ: તાલુકા
દીવાની અદાલતમાં
28.તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?
જવાબ: જિલ્લા
અદાલતમાં
29.તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?
જવાબ: જિલ્લા અદાલત
30.આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?
જવાબ: સળંગ
31.આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?
જવાબ: સ્વતંત્ર અને
નિષ્પક્ષ
32.દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?
જવાબ: ગુનેગાર
33.ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?
જવાબ: હક
34.કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?
જવાબ: જિલ્લા
35.રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?
જવાબ: વડી અદાલત
36.કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?
જવાબ: વડી અદાલત
37.રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
જવાબ: રાજ્યપાલ
38.રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ: હાઇકોર્ટ
39.અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?
જવાબ: ફરિયાદી
40.ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?
જવાબ: ધરપકડ
41.તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું
કહેવાય ?
જવાબ: વૉરન્ટ
42.બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત
કયા નામે ઓળખાય છે ?
જવાબ: વકીલ
43.નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની
અરજીને શું કહે છે ?
જવાબ: અપીલ
44.પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?
જવાબ: અસીલ
45.ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં
કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?
જવાબ: જુબાની
46.ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?
જવાબ: અટકાયત
47.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?
જવાબ: ફોજદારી
48.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
જવાબ: જિલ્લાની અદાલતમાં
49.'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?
જવાબ: ફોજદારી
50.'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
જવાબ: જિલ્લાની
અદાલતમાં
51.જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી
શકીએ ?
જવાબ: વડી અદાલતમાં
52.'જમીનદારે કૃષ્નાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણાં આપ્યા
ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?
જવાબ: દીવાની
53.તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
જવાબ: દીવાની
54.જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
જવાબ:
ફોજદારી-દીવાની બન્ને
55.વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?
જવાબ:
ફોજદારી-દીવાની બન્ને
56.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?
જવાબ: સમતોલ ન્યાય
આપવાનું
57.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?
જવાબ: ગુનો સાબિત
થાય તો સજા કરવાનું
58.ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?
જવાબ: પક્ષપાત
રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું
59.દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
જવાબ: રાષ્ટ્રપતિ
60.સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ: સુપ્રિમ
કોર્ટ
61.અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?
જવાબ: લોક અદાલતો
62.લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?
જવાબ: સમાધાન
*****
download link pdf file
No comments:
Post a Comment