# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો

કુલ પ્રશ્નો: 56  /   કુલ ગુણ: 56


1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?

જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?

જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?

જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?

જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?

જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?

જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?

જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?

જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?

જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?

જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?

જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?

જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?

જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?

જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?

જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?

જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?

જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?

જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?

જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?

જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?

જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?

જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?

જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?

જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની

31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?

જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?

જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?

જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?

જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?

જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?

જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?

જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?

જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં

41.ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?

જવાબ: કાશીમાં

42.અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?

જવાબ: જેલખાનું

43.ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?

જવાબ: અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં

44.ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કેવી રીતે થયું ?

જવાબ: પોતાની ગોળીથી

45.9 ઑગષ્ટ,1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ ક્યા રેલવે-સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?

જવાબ: કાકોરી

46.ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં

47.ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો ?

જવાબ: લાહોર નેશનલ કૉલેજમાં

48.ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો ઇરાદો શું હતો ?

જવાબ: બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો.

49.23 માર્ચ, 1931ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?

જવાબ: આપેલા ત્રણેય

50.શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: કચ્છના માંડવીમાં

51.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું ?

જવાબ: ઇન્ડિયા-હાઉસ

52.'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું ?

જવાબ: ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ

53.મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: મુંબઈમાં

54.ઇ.સ. 1907માં કયાં યોજાયેલી બીજી આંતરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મૅડમ કામાએ હાજરી આપી હતી ?

જવાબ: જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં

55.શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ: 4 ઑક્ટોબર,1857માં

56.મૅડમ કામાનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ: 4 સપ્ટેમ્બર,1861માં


*****


download link pdf file

download

 

 


No comments:

Post a Comment