# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત

કુલ પ્રશ્નો: 62  /   કુલ ગુણ: 62


1.આપણા દેશની બધી અદાલતમાં સૌથી ઊંચું સ્થાન કઈ અદાલતનું છે ?

જવાબ: સર્વોચ્ચ અદાલતનું

2.આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?

જવાબ: દિલ્લી

3.આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો ?

જવાબ: 28 જાન્યુઆરી 1950

4.સરકારનાં અંગો કેટલા છે ?

જવાબ: ત્રણ

5.આપણી સરકારનું ક્યું અંગ સ્વતંત્ર છે ?

જવાબ: ન્યાયતંત્ર

6.આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે ?

જવાબ: સર્વોચ્ચ અદાલત

7.કઈ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે ?

જવાબ: સર્વોચ્ચ અદાલત

8.ગુજરાતમાં નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ?

જવાબ: નવાગામ

9.સર્વોચ્ચ અદાલતે 'જાહેરહિતની અરજી'ની વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકી છે ?

જવાબ: 1980ના દાયકા પછી

10.નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો ?

જવાબ: ગુજરાતની

11.લોકોનાં હિત, રક્ષણ અને કલ્યાણ માટે શાની જરૂર છે ?

જવાબ: કાયદાની

12.વડી અદાલતના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે ?

જવાબ: સર્વોચ્ચ અદાલત

13.સર્વોચ્ચ અદાલતે આપેલી મૃત્યુ દંડની સજામાં દયાની અરજીના આધારે કોણ ફેરફાર કરી શકે ?

જવાબ: રાષ્ટ્રપતિ

14.આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?

જવાબ: લોકશાહી

15.ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?

જવાબ: લોકઅદાલતો

16.બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?

જવાબ: તાલુકા અદાલત

17.ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?

જવાબ: ઈ.સ.1960માં

18.ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?

જવાબ: અમદાવાદ

19.મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?

જવાબ: દીવાની

20.ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?

જવાબ: ફોજદારી

21.ન્યાયની દેવીનું નામ શું છે ?

જવાબ: આસ્ટીન

22.ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?

જવાબ: આંખે

23.ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?

જવાબ: તલવાર-ત્રાજવું

24.તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?

જવાબ: ટ્રાયલ કોર્ટ

25.પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?

જવાબ: FIR

26.અંજનાબાના ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?

જવાબ: જિલ્લા ફોજદારી અદાલતમાં

27.શીતલબાનું કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?

જવાબ: તાલુકા દીવાની અદાલતમાં

28.તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?

જવાબ: જિલ્લા અદાલતમાં

29.તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?

જવાબ: જિલ્લા અદાલત

30.આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?

જવાબ: સળંગ

31.આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?

જવાબ: સ્વતંત્ર અને નિષ્પક્ષ

32.દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?

જવાબ: ગુનેગાર

33.ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?

જવાબ: હક

34.કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?

જવાબ: જિલ્લા

35.રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?

જવાબ: વડી અદાલત

36.કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?

જવાબ: વડી અદાલત

37.રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?

જવાબ: રાજ્યપાલ

38.રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?

જવાબ: હાઇકોર્ટ

39.અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?

જવાબ: ફરિયાદી

40.ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?

જવાબ: ધરપકડ

41.તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય ?

જવાબ: વૉરન્ટ

42.બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત કયા નામે ઓળખાય છે ?

જવાબ: વકીલ

43.નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની અરજીને શું કહે છે ?

જવાબ: અપીલ

44.પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?

જવાબ: અસીલ

45.ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?

જવાબ: જુબાની

46.ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?

જવાબ: અટકાયત

47.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?

જવાબ: ફોજદારી

48.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?

જવાબ: જિલ્લાની અદાલતમાં

49.'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?

જવાબ: ફોજદારી

50.'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?

જવાબ: જિલ્લાની અદાલતમાં

51.જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકીએ ?

જવાબ: વડી અદાલતમાં

52.'જમીનદારે કૃષ્નાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણાં આપ્યા ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?

જવાબ: દીવાની

53.તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?

જવાબ: દીવાની

54.જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?

જવાબ: ફોજદારી-દીવાની બન્ને

55.વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?

જવાબ: ફોજદારી-દીવાની બન્ને

56.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?

જવાબ: સમતોલ ન્યાય આપવાનું

57.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?

જવાબ: ગુનો સાબિત થાય તો સજા કરવાનું

58.ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?

જવાબ: પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું

59.દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?

જવાબ: રાષ્ટ્રપતિ

60.સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?

જવાબ: સુપ્રિમ કોર્ટ

61.અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?

જવાબ: લોક અદાલતો

62.લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?

જવાબ: સમાધાન

*****


download link pdf file

download

 

 

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ

કુલ પ્રશ્નો: 72  /   કુલ ગુણ: 72

1.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?

જવાબ: યુરોપમાં

2.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?

જવાબ: આર્થિક નીતિ

3.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?

જવાબ: લોકશાહીની

4.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?

જવાબ: ફ્રાન્સની

5.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

જવાબ: વ્યોમેશચન્દ્ર બેનરજી

6.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?

જવાબ: લૉર્ડ કર્ઝને

7.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?

જવાબ: 'વંદે માતરમ્'

8.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

જવાબ: આનંદમઠ

9.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?

જવાબ: 'શોકદિન'

10.આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?

જવાબ: લોકમાન્ય ટિળક

11.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?

જવાબ: લોકમાન્ય ટિળક

12.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?

જવાબ: લોકમાન્ય ટિળકે

13.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?

જવાબ: લાલા લજપતરાય

14.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?

જવાબ: લાલા લજપતરાય

15.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: કટકમાં

16.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?

જવાબ: ફોરવર્ડ બ્લૉક

17.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?

જવાબ: કૅપ્ટન મોહનસિંગે

18.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?

જવાબ: નેતાજી

19.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?

જવાબ: 'ચલો દિલ્લી'

20.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?

જવાબ: જાપાન

21.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?

જવાબ: કનિંગહામે

22.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?

જવાબ: એ. ઓ. હ્યુમના

23.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?

જવાબ: અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.

24.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?

જવાબ: ઈ.સ. 1905માં

25.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?

જવાબ: રવીન્દ્રનાથા ટાગોરે

26.જહાલવાદ એટલે શું ?

જવાબ: ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.

27.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?

જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે

28.મવાળવાદ એટલે શું ?

જવાબ: નરમ કાર્યશૈલીમાં માનનારા.

29.અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો ?

જવાબ: બિપિનચંદ્ર પાલ

30.'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઈ ?

જવાબ: ઈ.સ. 1906માં

31.ઈ.સ. 1916માં કૉંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમનાં વાર્ષિક અધિવેશનો એકસાથે કયા શહેરમાં ભર્યાં ?

જવાબ: લખનૌમાં

32.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ: ઈ.સ. 1897માં

33.ઈ.સ. 1938માં હરિપુરામાં અને ઈ.સ. 1939માં ત્રિપુરામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા ?

જવાબ: સુભાષચંદ્ર બોઝ

34.સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?

જવાબ: સિંગાપુરમાં

35.સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?

જવાબ: 'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'

36.ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?

જવાબ: ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ

37.આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું ?

જવાબ: સ્વરાજ્ય

38.અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?

જવાબ: ઇંગ્લૅન્ડ

39.ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી ?

જવાબ: હિંદમાં ઉત્પન્ન થયેલા

40.'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

જવાબ: કોલકાતામાં

41.'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

જવાબ: મુંબઈમાં

42.'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

જવાબ: ચેન્નાઈમાં

43.'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

જવાબ: કોલકાતામાં

44.'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

જવાબ: પૂણેમાં

45.હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

જવાબ: ઈ.સ. 1885માં

46.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?

જવાબ: 72

47.હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?

જવાબ: અખબારો પરનાં

48.લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?

જવાબ: મુસ્લિમ

49.બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે ?

જવાબ: બંગભંગ આંદોલન

50.અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી ?

જવાબ: ઈ.સ. 1911માં

51.બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી ?

જવાબ: 25, 300

52.બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતું ?

જવાબ: આપેલા ત્રણેય

53.'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતું ?

જવાબ: લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ

54.લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું ?

જવાબ: ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ

55.લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?

જવાબ: કેસરી

56.લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?

જવાબ: મરાઠા

57.લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ?

જવાબ: ધી પંજાબી અને ધી પ્યુપિલ

58.બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું ?

જવાબ: ન્યૂ ઇન્ડિયા અને વંદેમાતરમ્

59.ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?

જવાબ: બાળ ગંગાધર ટીળકે

60.ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?

જવાબ: ઍની બેસન્ટે

61.હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હતો ?

જવાબ: બંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો

62.ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો ?

જવાબ: જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય

63.સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?

જવાબ: પ્રભાવતી

64.સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?

જવાબ: જાનકીનાથ

65.સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા ?

જવાબ: 11

66.આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?

જવાબ: પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે

67.સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?

જવાબ: વિમાન દુર્ઘટનાથી

68.જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?

જવાબ: રાસબિહારી બોઝને

69.સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો ?

જવાબ: 'જય હિંદ'

70.'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

જવાબ: સુભાષચંદ્ર બોઝે

71.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી ?

જવાબ: 4

72.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નામ શું આપ્યું હતું ?

જવાબ: ઝાંસીની રાણી


*****


download link pdf file

download