# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

ગળતેશ્વર મહાદેવ - પ્રાંતિજ

ગુજરાતમાં પ્રાંતિજ પાસે ગળતેશ્વર મહાદેવ નામનું એક જાણીતું સ્થળ આવેલું છે. શંકર ભગવાનનું આ મંદિર સાબરમતી નદીને કિનારે વસેલું છે. મંદિર નાનું છે પણ અહીંથી દેખાતું કુદરતી દ્રશ્ય ખુબ જ મનોહર છે. નદી કરતા મંદિર ઊંચાઈ પર આવેલું હોવાથી ક્યાય સુધી નદીની લંબાઈ દેખાય છે. જાણે કે ઉપર હેલીકોપ્ટરમાંથી નદી જોતા હોય એવું લાગે.

     મંદિરથી થોડા પગથીયા ઉતરીએ એટલે કોતર અને જંગલ દેખાય અને પછી ઢાળ ઉતરીએ એટલે સીધું નદીમાં પહોચાય. નદીમાં પાણી વહેતું અને ચોખ્ખું છે. આ જ નદી અમદાવાદ પહોચે ત્યારે કેવી થઇ જાય છે !  અમે તો અહી નદીના પાણીમાં ફોટો પડાવવાની લાલચ ના રોકી શક્યા. નદીમાં નહાવાની પણ મઝા આવે.

     પાછો ઢાળ ચડીને જંગલમાં બેઠા અને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો. ખુબ મઝા આવી ગઈ.

  અહી જવા માટે અમદાવાદથી પ્રાંતિજના રસ્તે જવાનું. પ્રાંતિજ ૨ કી.મી. જેટલું બાકી રહે ત્યારે ડાબી બાજુ વળી જવાનું. અહીંથી ગળતેશ્વર ૫  કી.મી. દુર છે. અમદાવાદથી પ્રાંતિજનું અંતર આશરે ૫૦ કી.મી. છે.


No comments:

Post a Comment