સાંચી સ્તૂપ
સાંચી, ભોપાલથી વિદિશા તરફના રસ્તે તે ૪૮ કી.મી. દૂર આવેલું છે. ભોપાલથી વિદિશા ૫૭ કી.મી. છે. આ સ્તૂપ, મૌર્ય રાજા અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે તે ઈ.સ. પૂર્વે ૩જી સદીમાં બંધાવ્યો હતો. સ્તૂપ ૧૬ મીટર ઉંચો છે. સ્થાપત્ય બૌદ્ધ શૈલીનું છે. પત્થરના અર્ધગોળાકાર ઘુમ્મટની અંદરનું બાંધકામ ઇંટોનું છે. વચ્ચેના હોલમાં બુદ્ધ સંબંધી ચીજો રાખેલી છે. સ્તૂપની ફરતે ગેલેરી છે, તથા ચાર દિશામાં ગેટ છે. બાજુમાં બે થાંભલા પર કલાત્મક બાંધકામ છે. આ એક જાણીતું બૌદ્ધ સ્મારક છે. હજારો લોકો જોવા આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં છે. જોવા માટે નવેમ્બરથી માર્ચનો સમય વધુ અનુકુળ છે. અહીં ચેટીયાગિરિ બૌદ્ધ મંદિર છે. આ સ્તૂપ, એક વિહાર છે.
No comments:
Post a Comment