# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2

કુલ પ્રશ્નો: 42  /   કુલ ગુણ: 42

1.કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો ?

જવાબ: સવિનય કાનૂનભંગની ચળવળમાં

2.સવિનય કાનૂનભંગની લડત અન્વયે કઈ ઘટના બની ?

જવાબ: દાંડીકૂચ

3.દાંડીકૂચની શરૂઆત કોણે કરી ?

જવાબ: ગાંધીજીએ

4.ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી હતી ?

જવાબ: સાબરમતી આશ્રમથી

5.દાંડીકૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા ?

જવાબ: 78

6.દાંડીકૂચ ક્યારે આરંભાઈ ?

જવાબ: 12 માર્ચ,1930ના રોજ

7.ગાંધીજીએ મીઠાના કાયદાનો ક્યારે ભંગ કર્યો ?

જવાબ: 6 એપ્રિલ, 1930ના રોજ

8.ગોળમેજી પરિષદો ક્યા સ્થળે યોજાઈ હતી ?

જવાબ: લંડન

9.ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?

જવાબ: બીજી

10.હિંદ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

જવાબ: ઈ.સ.1935માં

11.મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?

જવાબ: લાહોર અધિવેશનમાં

12.ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

જવાબ: વિનોબા ભાવેની

13.વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી ?

જવાબ: વર્ધા નજીક પવનાર ગામથી

14.'કરેંગે યા મરેંગે' સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?

જવાબ: હિંદ છોડો

15.બ્રિટનના કયા વડાપ્રધાને હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ?

જવાબ: એટલીએ

16.કૅબિનેટ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું ?

જવાબ: ઈ.સ.1946માં

17.વચગાળાની સરકારના વડા પ્રધાન કોણ બન્યા ?

જવાબ: જવાહરલાલ નેહરુ

18.બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું ?

જવાબ: ઈ.સ.1939માં

19.દાંડી ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: નવસારી

20.ક્યા મુસ્લીમ નેતા હિંદને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા ?

જવાબ: મોહમ્મદ અલી ઝીણા

21.ગોળમેજી પરિષદનો ઉદ્દેશ શું હતો ?

જવાબ: ભારતને કેવું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા

22.બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી ?

જવાબ: ઇ.સ. 1931માં

23.બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે ..............................

જવાબ: અલગ મતદાર મંડળની માગણી કરી.

24.ઇ.સ. 1939માં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં, કારણ કે...

જવાબ: હિંદને પૂછ્યા વિના બ્રિટિશ સરકારે હિન્દને ઇંગ્લૅન્ડના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડી દીધું.

25.ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું , કારણ કે...

જવાબ: વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં મૂકવા ઇચ્છતા નહોતા.

26.વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ?

જવાબ: ઇ.સ. 1940માં

27.'હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો ?

જવાબ: 8 ઑગસ્ટ, 1942ની રાત્રે

28.ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ?

જવાબ: મીઠા ઉત્પાદનનું

29.ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ?

જવાબ: સરોજિની નાયડુએ

30.'1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહિ, પરંતુ ગવર્નરોને આપ્યું હતું' આવો મત કોનો હતો ?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો

31.હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ રાષ્ટ્રીયતા ધરાવતા હોવાથી તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવો પ્રચાર કયા મુસ્લિમ નેતાઓ કરતા હતા ?

જવાબ: મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમતઅલી

32.હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે નવી દરખાસ્તો સાથે હિંદ કોને મોકલ્યો ?

જવાબ: સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને

33.વ્યક્તિગત સત્યાગ્રહ કરવાના કારણે વિનોબા ભાવેની ધરપકડ કરી કેટલા માસની સજા કરવામાં આવી ?

જવાબ: 3

34.ક્રિપ્સ મિશનમાં કઈ વાતનો ઉલ્લેખ ન હતો ?

જવાબ: હિંદને સ્વાયત્તતા આપવાના સમયની

35.કયા આંદોલનથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી.

જવાબ: હિંદછોડો

36.કૅબિનેટ મિશન અંતર્ગત બ્રિટિશ પ્રધાનમંડળના કેટલા આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું ?

જવાબ: 3

37.કૅબિનેટ મિશન યોજનામાં નીચેનામાંથી કઈ દરખાસ્ત હતી ?

જવાબ: આપેલા બધા

38.કૅબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં કયા પક્ષે સારો દેખાવ કર્યો ?

જવાબ: કૉંગ્રેસે

39.કૅબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે તે દિવસને કયા દિવસ તરીકે ઊજવ્યો ?

જવાબ: સીધાં પગલાં દિન

40.બ્રિટનના વડાપ્રધાને ક્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત છોડી ચાલ્યા જવાની જાહેરાત કરી ?

જવાબ: 20 ફેબ્રુઆરી, 1947

41.બ્રિટિશ સરકારનો મોડામાં મોડું ક્યાં સુધીમાં જવાબદાર હિંદીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઇરાદો હતો ?

જવાબ: જૂન, 1948

42.કોણે ભારત છોડવાની જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી હતી ?

જવાબ: ગાંધીજીએ

 

 

*****


download link pdf file

download

 

 

No comments:

Post a Comment