# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થા

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થા

કુલ પ્રશ્નો: 35  /   કુલ ગુણ: 35

1.આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે કેટલા ક્ષેત્રો પર નિર્ભય હોય છે ?

જવાબ: ત્રણ

2.આમાંથી પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થતો નથી ?

જવાબ: ખાંડ બનાવવાના ઉદ્યોગનો

3.આમાંથી સેવાક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે ?

જવાબ: શિક્ષણ

4.આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં કોનો સમાવેશ થતો નથી ?

જવાબ: ચતુર્થક્ષેત્ર

5.ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે ?

જવાબ: માલિકીની

6.કઈ સાલમાં ઉદારનીતિ (નવી ઔદ્યોગિક નીતિ) અપનાવવામાં આવી ?

જવાબ: ઈ.સ.1991

7.જાહેર સાહસોને ખાનગી પેઢી કે વ્યક્તિને વેચવાની પ્રક્રિયાને શું કહેવાય ?

જવાબ: ખાનગીકરણ

8.વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું એને શું કહેવાય ?

જવાબ: વૈશ્વિકીકરણ

9.આમાંથી દ્વિતિય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે ?

જવાબ: સંરક્ષણ સામગ્રી

10.આમાંથી ક્યા ક્ષેત્રને 'ઔદ્યોગિક ક્ષેત્ર' પણ કહે છે ?

જવાબ: દ્વિતિયક્ષેત્રને

11.આમાંથી જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ ક્યો છે ?

જવાબ: ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ

12.ઑઈલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC) કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

જવાબ: જાહેર ક્ષેત્રનો

13.ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડ (TISCO) કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

જવાબ: ખાનગી ક્ષેત્રનો

14.મહેસાણાની દૂધસાગર ડેરી કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

જવાબ: સહકારી ક્ષેત્રનો

15.ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ (BHEL-ભેલ) કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

જવાબ: જાહેર ક્ષેત્રનો

16.નવી ઔદ્યોગિક નીતિમાં કઈ એક બાબત નહોતી ?

જવાબ: રાષ્ટ્રીયકરણ

17.સંયુક્ત સાહસ એ કઈ પ્રક્રિયાનો એક ભાગ છે ?

જવાબ: ખાનગીકરણની

18.વિશ્વવ્યાપાર સંગઠન (WTO)ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?

જવાબ: ઈ.સ.1995

19.માહિતી તકનિકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિને કારણે ક્યા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે ?

જવાબ: સેવાક્ષેત્ર

20.આમાંથી કઈ કંપનીએ વિશ્વસ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે ?

જવાબ: એશિયન પેઈન્ટ્સે

21.ખેડૂતો ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું અસર થશે ?

જવાબ: ખાંડની મિલો બંધ થવાથી ખાંડ મળશે નહીં

22.જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

જવાબ: જાહેરક્ષેત્રના ઉદ્યોગો

23.જે ઓદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકો પાસે હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

જવાબ: ખાનગીક્ષેત્રના ઉદ્યોગો

24.જે ઉદ્યોગોનાં માલિકી અને સંચાલન સરકાર તથા ખાનગી ક્ષેત્ર એમ બંનેનું હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

જવાબ: સંયુક્તક્ષેત્રના ઉદ્યોગો

25.દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી, તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગો શરૂ કરવાને બદલે આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા એકબીજાના સહકારથી શરૂ કરે તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

જવાબ: સહકારીક્ષેત્રના ઉદ્યોગો

26.નોકરી કરતા પગારદાર કર્મચરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ?

જવાબ: સંગઠિત ક્ષેત્રમાં

27.દાડિયા અથવા મજૂરીએ જતાં મજૂરનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ?

જવાબ: અસંગઠિત ક્ષેત્રમાં

28.ભારતમાં વૈશ્વિકીકરણથી નીચેનામાંથી કઈ અસર થઈ નથી ?

જવાબ: લઘુ ઉદ્યોગને ફાયદો થયો છે

29.સિંચાઈ વગરની જમીનની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

જવાબ: સરકાર દ્વારા નહેરોના નિર્માણથી

30.પાકોના ઓછાં વળતરની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

જવાબ: સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદીથી

31.ખેડૂતોના દેવાના ભારની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

જવાબ: બૅન્કો દ્વારા ઓછા વ્યાજે લોનની સગવડ આપવાથી

32.કૃષિમાં મંદીના સમયમાં રોજગારના અભાવની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

જવાબ: ખેતી આધારિત મિલોની સ્થાપનાથી

33.કૃષિક્ષેત્રે કાપણી પછી સ્થાનિક ખેડૂતોને પોતાના અનાજ વેચવાની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

જવાબ: સહકારી ખરીદ-વેચાણ સમિતિથી

34.નીચેનામાંથી કોનો સમાવેશ સંગઠિત ક્ષેત્રમાં થાય છે ?

જવાબ: ગામના તલાટી કમ મંત્રી

35.નીચેનામાંથી કોનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં થાય છે ?

જવાબ: કડિયાનો

*****


download link pdf file

download

No comments:

Post a Comment