# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 6 માનવ-સંસાધન

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 6 માનવ-સંસાધન

કુલ પ્રશ્નો: 64  /   કુલ ગુણ: 64

1.ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે ?

જવાબ: દસ

2.વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામા ક્રમે છે ?

જવાબ: સાતમા

3.વસ્તીની દ્રષ્ટિએ ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

જવાબ: ચીન

4.છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?

જવાબ: 1.6

5.ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે ?

જવાબ: અમદાવાદ

6.ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તીગીચતા સૌથી વધુ છે ?

જવાબ: સુરત

7.ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે ?

જવાબ: ઉત્તર પ્રદેશ

8.ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે ?

જવાબ: લક્ષદ્વિપમાં

9.ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે ?

જવાબ: 62%

10.ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે ?

જવાબ: 7%

11.ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જાતિ-પ્રમાણ ધરાવે છે ?

જવાબ: કેરલ

12.2011માં ભારતમાં સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો ?

જવાબ: 74%

13.ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?

જવાબ: કેરલ

14.ભારતમાં ક્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે ?

જવાબ: બિહાર

15.ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે ?

જવાબ: ભાષા

16.દુનિયાની કુલ વસ્તીના આશરે કેટલા ટકા વસ્તી ભારતમાં વસે છે ?

જવાબ: 16%

17.વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત ક્યા ક્રમે છે ?

જવાબ: બીજા

18.ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી ?

જવાબ: ઈ.સ. 2011

19.ભારતમાં પુરૂષ કેટલા વર્ષની ઉંમરે લગ્ન કરી શકે ?

જવાબ: 21 વર્ષની ઉંમરે

20.ભારતમાં ક્યો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?

જવાબ: હિન્દુ

21.ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?

જવાબ: કેન્દ્ર સરકાર

22.કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને શું કહે છે ?

જવાબ: વસતિગણતરી

23.વસતિગણતરીને અંગેજીમાં શું કહે છે ?

જવાબ: સેન્સસ

24.2011ની વસતિગણતરી આઝાદી મળ્યા પછીની કેટલામી હતી ?

જવાબ: સાતમી

25.માનવવસતિ એ દેશનું શું છે ?

જવાબ: માનવધન

26.કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ?

જવાબ: માનવ સંસાધન

27.2011ની વસતિ ગણતરીની વિશેષતા શું છે ?

જવાબ: આધારકાર્ડ આપવું.

28.દુનિયાની કુલ વસતિના કેટલા ટકાથી વધુ લોકોની વસતિ ભારતમાં રહે છે ?

જવાબ: 16%

29.દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?

જવાબ: 2.42%

30.ગુણવત્તાવાળી માનવવસતિને શું કહેવાય ?

જવાબ: માનવ સંસાધન

31.માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે ?

જવાબ: બૌદ્ધિકતા અને સાક્ષરતા

32.2011ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતિગીચતા નોંધાયેલી છે ?

જવાબ: 382

33.2011ની વસતિગણતરી મુજબ ગુજરાતનું જાતિ-પ્રમાણ કેટલું છે ?

જવાબ: 918

34.2011ની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી આશરે કેટલાં કરોડ જેટલી છે ?

જવાબ: 121

35.2011માં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?

જવાબ: 63/64

36.બાળલગ્ન પ્રતિબંધકધારા મુજબ સ્ત્રીની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી કરેલ છે ?

જવાબ: 18 વર્ષ

37.ગુજરતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?

જવાબ: 38%

38.દર ચો.કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?

જવાબ: વસતિગીચતા

39.દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને શું કહેવામાં આવે છે ?

જવાબ: જાતિપ્રમાણ

40.કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ, એક વરસ દરમિયાન જન્મતાં બાળકોની સંખ્યાને શું કહેવામાં આવે છે ?

જવાબ: જન્મદર

41.કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ, એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને શું કહેવામાં આવે છે ?

જવાબ: મૃત્યુદર

42.કુલ વસતિના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણને શું કહેવાય છે ?

જવાબ: વસતિમાળખું

43.2011ની વસતિગણતરી મુજબ ભારતનું જાતિ-પ્રમાણ કેટલું છે ?

જવાબ: 940

44.માનવવસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ-બદલી કરે તેને શું કહેવાય છે ?

જવાબ: સ્થળાંતર

45.6 વરસથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?

જવાબ: સાક્ષરતા

46.દેશની વસતિમાં કેટલા પ્રકારનાં પરિવર્તન જોવા મળે છે ?

જવાબ: 2

47.દેશની વસતિમાં સંખ્યાત્મક પરિવર્તન જોવા મળે તો શું થાય ?

જવાબ: વસતિમાં વધઘટ થાય.

48.ગુજરાતનો કુલ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

જવાબ: 79.31 ટકા

49.ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

જવાબ: 70.73 ટકા

50.ગુજરાતનો પુરૂષ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

જવાબ: 87.23 ટકા

51.ભારતનો પુરૂષ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

જવાબ: 82.14 ટકા

52.ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

જવાબ: 65.46 ટકા

53.ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે ?

જવાબ: 3 થી 4%

54.ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?

જવાબ: 7%

55.ભારતમાં હાલ કેટલા ટકા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે ?

જવાબ: 89 થી 90%

56.દેશની વસતિને કેટલા વયજૂથમાં વહેંચવામાં આવે છે ?

જવાબ: 3

57.બાળકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

જવાબ: 0 થી 14

58.પ્રૌઢોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

જવાબ: 15 થી 59

59.વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

જવાબ: 75 થી વધુ

60.કઈ સાલ પછી જાતિ પ્રમાણ ક્રમશ: ઘટતું ગયું છે ?

જવાબ: 1951 પછી

61.ભારતનાં બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ?

જવાબ: 22

62.ભારતમાં વસતિવિસ્ફોટને નિયંત્રિત કરવા કઈ સાલમાં વસતિનીતિ અમલમાં આવી ?

જવાબ: 1951

63.શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્ત્વો સાથેની સમૃદ્ધિને શું કહેવાય ?

જવાબ: આરોગ્ય

64.કઈ સાલની વસતિગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે ?

જવાબ: 1991

*****


download link pdf file

download

 

 

No comments:

Post a Comment