# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1

કુલ પ્રશ્નો: 65  /   કુલ ગુણ: 65

1.ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા ?

જવાબ: વકીલાત કરવા માટે

2.ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?

જવાબ: ઈ.સ.1915

3.ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?

જવાબ: સત્યાગ્રહ આશ્રમ

4.ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?

જવાબ: વલ્લભભાઈ પટેલ

5.ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું ?

જવાબ: ગાંધીજીએ

6.ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ બિહારના કયા ગામમાં રહીને કર્યો?

જવાબ: મોતીહારી

7.પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ક્યા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ?

જવાબ: તુર્કીનો

8.ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?

જવાબ: 'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને

9.જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો ?

જવાબ: વૈશાખી પૂર્ણિમાએ

10.જલિયાંવાલા બાગ ક્યા શહેરમાં આવેલો છે ?

જવાબ: અમૃતસર

11.જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો ?

જવાબ: જનરલ ડાયરે

12.ભારતનાં બધાં જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે . . .

જવાબ: તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.

13.વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?

જવાબ: બારડોલી

14.ક્યા સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું ?

જવાબ: બારડોલી

15.બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?

જવાબ: 22%

16.'નેહરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

જવાબ: પંડિત મોતીલાલ નેહરુએ

17.સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?

જવાબ: 26 જાન્યુઆરી 1950

18.ગાંધીજીએ શાની પદવી મેળવી હતી ?

જવાબ: બૅરિસ્ટરની

19.ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કેવો કાયદો કહ્યો હતો ?

જવાબ: કાળો કાયદો

20.જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?

જવાબ: ઈ.સ.1919માં

21.ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?

જવાબ: સત્યાગ્રહ

22.કયા લોકો દક્ષિણ આફ્રિકાના મૂળ લોકોને પરાધીન બનાવીને દક્ષિણ આફ્રિકાના માલિક બની ગયા હતા ?

જવાબ: ગોરા લોકો

23.ગાંધીજીનું પૂરૂં નામ શું હતું ?

જવાબ: મોહનદાસ કરમચંદ ગાંધી

24.ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: ગુજરાતના પોરબંદરમાં

25.ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?

જવાબ: કસ્તુરબા

26.ગાંધીજીના માતાનું નામ શું હતું ?

જવાબ: પૂતળીબાઈ

27.ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે

28.ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

જવાબ: શ્રીમદ્ રાજચંદ્ર

29.ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ: 2 ઓક્ટોબર,1869

30.ગાંધીજીનું મૃત્યું ક્યારે થયું ?

જવાબ: 30 જાન્યુઆરી,1948

31.ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?

જવાબ: દિલ્લી, રાજઘાટ

32.દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે કયા બંદરે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ?

જવાબ: મુંબઈના એપોલો બંદરે

33.દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા બાદ કોના કહેવાથી ગાંધીજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું ?

જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલેના

34.ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?

જવાબ: 25 મે,1915

35.નીચેના સત્યાગ્રહોમાં સમયની દ્રષ્ટિએ ચડતા (પહેલાથી પછીના) ક્રમમાં કયું જોડકું સાચું છે ?

જવાબ: ચંપારણ, ખેડા, બારડોલી

36.ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?

જવાબ: 3/20 ભાગમાં

37.કોના આગ્રહથી ચંપારણમાં ગળી વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ?

જવાબ: રાજકુમાર શુક્લના

38.ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

જવાબ: ઇ.સ. 1917માં

39.ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક શા માટે નાશ પામ્યો ?

જવાબ: અતિવૃષ્ટિના કારણે

40.ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક નાશ પામ્યો છતાં અંંગ્રેજ સરકારે શું ઉઘરાવવાનું નક્કી કર્યું ?

જવાબ: મહેસૂલ ઉઘરાવવાનું

41.'સરકાર આપણી માંગણી ન સ્વીકારે, તો આપણે મહેસૂલ ભરવાનું નથી' ખેડા સત્યાગ્રહ દરમિયાન આ વાકય કોણ બોલ્યું હતું ?

જવાબ: ગાંધીજી

42.કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ શામાં હતી ?

જવાબ: રૉલેટ ઍક્ટમાં

43.ગાંધીજીની હાકલને માન આપી કયા નેતાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું ?

જવાબ: વલ્લભભાઈ પટેલે

44.ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

જવાબ: ઇ.સ. 1917-1918માં

45.કયા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઇ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા ?

જવાબ: ખેડા સત્યાગ્રહે

46.જલિયાંવાલા બાગની સભા કોની ધરપકડનો વિરોધ કરવા માટે આયોજીત કરવામાં આવી હતી ?

જવાબ: ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની

47.જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?

જવાબ: દસ હજાર

48.જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા ?

જવાબ: 379

49.જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘાયલ થયા ?

જવાબ: 1200

50.જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?

જવાબ: ગાંધીજીને

51.બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?

જવાબ: નાઇટહૂડનો

52.જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો ?

જવાબ: નાઇટહૂડનો

53.પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી ?

જવાબ: પરાજિત તુર્કી સાથે

54.'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?

જવાબ: ખિલાફત

55.મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી કયા આંદોલનનાં મુખ્ય નેતાઓ હતા ?

જવાબ: ખિલાફત

56.ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

જવાબ: વિદેશી કાપડના બહિષ્કારનો

57.ગાંધીજીના અસહકારના આંદોલન અંતર્ગત કયા નેતાએ વકીલાત છોડી ન હતી ?

જવાબ: જવાહરલાલ નહેરુએ

58.કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?

જવાબ: ચૌરીચોરાના

59.ચૌરીચોરાના બનાવમાં કઈ ઘટના ઘટી હતી ?

જવાબ: પોલીસસ્ટેશનને આગ લગાડી 22 પોલીસને જીવતા સળગાવ્યા.

60.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકુ નામ શું છે ?

જવાબ: R.S.S.

61.બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

જવાબ: ઇ.સ. 1928માં

62.બારડોલી સત્યાગ્રહમાં અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને ક્યાં બોલાવ્યા ?

જવાબ: પૂના

63.'નેહરુ અહેવાલ' શાના માટે હતો ?

જવાબ: ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા

64.'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?

જવાબ: મુસ્લિમ લીગની અસંમતિના કારણે

65.'પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ' પસાર કર્યો તે કૉંગ્રેસનું અધિવેશ કઈ નદીના કિનારે મળ્યું હતું ?

જવાબ: રાવી

 

*****


download link pdf file

download

 

 

No comments:

Post a Comment