# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય

કુલ પ્રશ્નો: 30  /   કુલ ગુણ: 30

1.ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ ક્યું છે ?

જવાબ: વસ્તીવિસ્ફોટ

2.ઈ.સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી છે ?

જવાબ: 121

3.દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે ?

જવાબ: નિરક્ષરતા

4.નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે ?

જવાબ: સાક્ષરતા

5.ઈ.સ. 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો છે ?

જવાબ: R.T.E.

6.આમાંથી કઈ સમસ્યા લોકો માટે શિરદર્દ સમાન બની છે ?

જવાબ: મોંઘવારી

7.ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે ?

જવાબ: ભ્રષ્ટાચાર

8.આજના વૈજ્ઞાનિક યુગમાં ક્યા કારણથી બેકારીમાં વધારો થયો છે ?

જવાબ: અદ્યતન ટેક્નોલોજીથી

9.કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે ?

જવાબ: 18

10.આતંકવાદ કઈ સમસ્યા છે ?

જવાબ: વૈશ્વિક

11.કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે ?

જવાબ: આતંકવાદની

12.આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે ?

જવાબ: ગરીબી

13.ચીજવસ્તુના ભાવવધારાને શું કહેવાય ?

જવાબ: મોંઘવારી

14.મોંઘવારી માટે જવાબદાર સમસ્યા કઈ છે ?

જવાબ: વસ્તીવધારો

15.આમાંથી નિરક્ષરતાનિવારવા માટેનો ઉપાય કયો છે ?

જવાબ: R.T.E.

16.આમાંથી ગરીબીનિવારવા માટેનો ઉપાય કયો છે ?

જવાબ: રોજગારીની તકોનું સર્જન

17.આમાંથી મોંઘવારીથી બચવા માટેનો ઉપાય કયો છે ?

જવાબ: સમજદારીપૂર્વકનું જીવનધોરણ

18.કેટલા વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે ?

જવાબ: 6 થી 14

19.આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થતો નથી ?

જવાબ: આતંકવાદ

20.આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થાય છે ?

જવાબ: ત્સુનામી

21.નીચેનામાંથી ભ્રષ્ટાચારની અસર કઈ નથી ?

જવાબ: મોંઘવારીને પોષણ મળતું નથી.

22.જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને શું કહેવાય ?

જવાબ: ભ્રષ્ટાચાર

23.ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલી છે ?

જવાબ: ઈ.સ. 1988થી

24.18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેને શું કહેવામાં આવે છે ?

જવાબ: બેકાર

25.હરિયાળી ક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?

જવાબ: ખેતીનું

26.શ્વેતક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?

જવાબ: દૂધનું

27.ગુજરાતમાં હાલ કેટલા ટકા લોકો ગરીબીરેખાથી નીચે જીવે છે ?

જવાબ: 14.7%

28.B.P.L.નું પૂરું નામ શું છે ?

જવાબ: ગરીબી રેખા નીચે જીવતા લોકો

29.દેશના મોટાભાગના લોકો જીવનધોરણની પાયાની જરૂરિયાતોથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને શું કહે છે ?

જવાબ: ગરીબી

30.ઇ.સ. 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી ?

જવાબ: લાંચરુશવત વિરોધી બ્યુરો

 

 

*****


download link pdf file

download

 

 

 

No comments:

Post a Comment