# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત

કુલ પ્રશ્નો: 37  /   કુલ ગુણ: 37

1.મદ્રાસ રાજ્યમાંથી ક્યા અલગ રાજ્યની રચના કરવામાં આવી ?

જવાબ: આંધ્ર પ્રદેશની

2.'રાજ્ય પુનર્રચનાપંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ: ફઝલઅલી

3.સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરી કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા ?

જવાબ: 14 અને 6

4.રાજ્ય પુનર્રચનાપંચે ભારતના મોટાંભાગનાં રાજ્યોની રચના ક્યા ધોરણે કરી હતી ?

જવાબ: ભાષાના

5.મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?

જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક

6.'મહાગુજરાત જનતા પરિષદ'ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

જવાબ: સપ્ટેમ્બર,1956માં

7.મહાગુજરાતની ચળવળ વખતે 'જનતાના ચાચા' કોણ બન્યા ?

જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક

8.ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ: 01/05/1960

9.ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું ?

જવાબ: રવિશંકર મહારાજના

10.ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

જવાબ: મહેંદી નવાઝજંગ

11.ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

જવાબ: ડૉ. જીવરાજ મહેતા

12.ફ્રેંચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી ?

જવાબ: 31/10/1954

13.પોર્ટુગીઝો ભારતના ક્યા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?

જવાબ: ગોવાને

14.ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોની સત્તાથી મુક્ત કરવા શું શરૂ કરવાનો નિર્ણય કર્યો ?

જવાબ: 'ઑપરેશન વિજય' કરવાનો

15.ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા પ્રશ્ને તંગદિલી પ્રવર્તે છે ?

જવાબ: કશ્મીરના પ્રશ્ને

16.કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા ?

જવાબ: ઈ.સ.1999માં

17.ભારતે કઈ સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યાં ?

જવાબ: ઈ.સ.1998માં

18.ભારતના બંધારણે ધર્મની બાબતમાં કયો આદર્શ સ્વીકાર્યો છે ?

જવાબ: ધર્મનિરપેક્ષતાનો

19.મીરાંબહેન કોનાં અનુયાયી હતાં ?

જવાબ: ગાંધીજીના

20.આમાંથી કઈ સાલમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું નથી ?

જવાબ: ઈ.સ.1975

21.ભારતે આઝાદી પછી કેવી વ્યવસ્થા સ્વીકારી છે ?

જવાબ: સંઘીય

22.અગાઉનાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોનું શરૂઆતમાં કેટલા વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું ?

જવાબ: 4

23.1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત કેટલાં પ્રકારનાં રાજ્યોનો બનેલો સંઘ હતો ?

જવાબ: 4

24.મદ્રાસ રાજ્યમાંથી કઈ ભાષાના લોકોએ અલગ થવા માટે ઉગ્ર આંદોલન કર્યું ?

જવાબ: તેલુગુ ભાષાના

25.સૌ પ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ: ઇ.સ. 1953માં

26.સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો, તે જ દિવસે અમદાવાદના લૉ કોલેજના વિદ્યાર્થીઓની સભામાં કઈ સમિતિની રચના કરવા આવી ?

જવાબ: પગલાં

27.મરાઠી અને ગુજરાતી એમ બેભાષી વિસ્તારોનો સમાવેશ ક્યા પ્રાંતમાં કરવામાં આવ્યો હતો ?

જવાબ: બૉમ્બે

28.સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે કયા બે રાજ્યોની રચના ભાષાના આધારે ન હતી થઈ ?

જવાબ: બૉમ્બે અને પંજાબ

29.ઇ.સ. 2010માં ગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષને શાના તરીકે ઊજવવામાં આવ્યું ?

જવાબ: સ્વર્ણિમ ગુજરાત

30.ભારતના કયા વિસ્તારો આઝાદી પછી પણ ફેંચોના અંકુશ હેઠળ હતા ?

જવાબ: દીવ, દમણ, માહે, યનામ, ચંદ્રનગર

31.ઇ.સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફેંચોને શાનું એલાન આપ્યું ?

જવાબ: હિંદછોડોનું

32.17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું ?

જવાબ: જનરલ ચૌધરીના

33.ભારત આજ દિન સુધી કઈ રાહ પર રહ્યો છે ?

જવાબ: પ્રજાસત્તાક

34.ભારતે બંધારણમાં કયો આદર્શ સ્વિકાર્યો હોવા છતાં જુદા-જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો થાય છે ?

જવાબ: ધર્મનિરપેક્ષતા

35.ભારતને સૌથી પરેશાન કરતી બાબત કઈ છે ?

જવાબ: ધનિક અને ગરીબ વચ્ચે વધતું અંતર

36.આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને કેવાં ગણે છે ?

જવાબ: સરખાં

37.વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, અંતે તબાહી જ મળશે. આ બાબત કોણે લખી છે ?

જવાબ: મીરાં બહેને

*****


download link pdf file

download

 

 

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી

કુલ પ્રશ્નો: 44  /   કુલ ગુણ: 44

1.આપણો દેશ ક્યારે આઝાદ થયો ?

જવાબ: 15/8/1947

2.ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં ?

જવાબ: 562

3.ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો ?

જવાબ: લોર્ડ માઉન્ટ બેટને

4.માઉન્ટબેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો ?

જવાબ: હિંદ સ્વાતંત્ર્ય ધારો

5.પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ ?

જવાબ: મહંમદઅલી ઝીણાની

6.સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ ?

જવાબ: ચક્રવર્તી રાજગોપાલાચારી

7.સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા ?

જવાબ: લૉર્ડ માઉન્ટ બેટનને

8.ભાતરના પ્રથમ વડા પ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો ?

જવાબ: જવાહરલાલ નેહરુએ

9.સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું ?

જવાબ: ત્રાવણકોર રાજ્યને

10.કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું ?

જવાબ: જૂનાગઢ રાજ્યના

11.દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કોણે કર્યું ?

જવાબ: સરદાર પટેલે

12.ભારતસંઘમાં જોડાવવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી ?

જવાબ: કૃષ્ણકુમારસિંહજીએ

13.દિલ્લીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો ?

જવાબ: જવાહરલાલ નેહરુએ

14.ગાંધીજીની હત્યા કોણે કરી ?

જવાબ: નથ્થુરામ ગોડસેએ

15.આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ?

જવાબ: ગાંધીજીને

16.બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ: ઈ.સ.1946માં

17.બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

18.બંધારણની મુસદ્દાસમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા ?

જવાબ: ડૉ.બાબાસાહેબ આંબેડકરને

19.આપણું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ?

જવાબ: 26/1/1950

20.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

21.હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ કેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ?

જવાબ: 80 લાખ

22.હિન્દુસ્તાનના બે ભાગ થતાં ભારત માટે કઇ સમસ્યા વિકટ બની હતી ?

જવાબ: આપેલા બધા

23.'ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહિ કરવામાં આવે, તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, લોકો પરેશાન થશે.' એવો મત કોનો હતો ?

જવાબ: લૉર્ડ માઉન્ટ બેટનનો

24.હિંદ સ્વાતંત્ર્યધારામાં કઈ જોગવાઇ હતી ?

જવાબ: આપેલા બધા

25.દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારને સાથ આપનાર તેમના સચિવ કોણ હતા ?

જવાબ: વી.પી. મેનન

26.ભારત સંઘમાં જોડવા માટે છેલ્લે કયા ત્રણ દેશી રાજ્યોનો પ્રશ્ન બાકી રહ્યો ?

જવાબ: જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર

27.જૂનાગઢના નવાબ વિરૂદ્ધ લડવા માટે શાની સ્થાપના કરવામાં આવી ?

જવાબ: આરઝી હકૂમત

28.આરઝી હકૂમતની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ: રતુભાઈ અદાણી

29.જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા કોણ હતા ?

જવાબ: હરિસિંહ

30.મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?

જવાબ: લાહોર અધિવેશનમાં

31.ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો ?

જવાબ: માર્ચ, 1947માં

32.ઇંગ્લૅન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' ક્યારે પસાર કર્યો ?

જવાબ: ઇ.સ. 1947માં

33.પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો ?

જવાબ: ઇ.સ. 1948માં

34.ગાંધીજીની હત્યા ક્યારે થઈ ?

જવાબ: 30 જાન્યુઆરી, 1948ના રોજ

35.બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી ?

જવાબ: ડિસેમ્બર, 1949 સુધી

36.બંધારણ ઘડવા માટે બંધારણ સભાના કેટલા સત્ર યોજાયા ?

જવાબ: 11

37.બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલા દિવસ બેઠકો થઈ ?

જવાબ: 166

38.બંધારણ ઘડવાની પ્રક્રિયામાં લગભગ કેટલા ભારતીયોએ ભાગ લીધો ?

જવાબ: 300

39.આપણે ક્યા દિવસને 'પ્રજાસત્તાકદિન' તરીકે ઊજવીએ છીએ ?

જવાબ: 26 જાન્યુઆરીના દિવસને

40.આપણે ક્યા દિવસને 'સ્વાતંત્ર્યદિન' તરીકે ઊજવવીએ છીએ ?

જવાબ: 15 ઑગસ્ટના દિવસને

41.ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં તેને રોકવા ગાંધીજીએ શું કર્યું ?

જવાબ: ઉપવાસ કર્યા.

42.ગાંધીજીનું જે દિવસે મોત થયું તે દિવસે ગાંધીજી સાંજે પ્રાર્થના કરવા માટે ક્યાં જઈ રહ્યા હતા ?

જવાબ: બિરલાહાઉસ

43.'દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી' આ શોકસંદેશો આકાશવાણી પર કોણે આપ્યો ?

જવાબ: જવાહરલાલ નેહરુએ

44.બાપુની સ્મશાન યાત્રા ક્યાં નીકળી ?

જવાબ: દિલ્લીમાં

*****


download link pdf file

download

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)

કુલ પ્રશ્નો: 46  /   કુલ ગુણ: 46

1.સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલા વિશ્વ શાંતિ માટે કઈ સંસ્થા બની હતી ?

જવાબ: રાષ્ટ્રસંઘ

2.અમેરિકાના ક્યા પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રસંઘ બનાવવાની યોજના ઘડી ?

જવાબ: રૂઝવેલ્ટે

3.સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં કેટલી છે ?

જવાબ: 193

4.સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ ?

જવાબ: 24/10/1945

5.સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક કયાં છે ?

જવાબ: ન્યૂયોર્ક

6.સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મહત્ત્વનું અંગ કયુ છે ?

જવાબ: સલામતી સમિતિ

7.સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મોટું અંગ કયુ છે ?

જવાબ: સામાન્ય સભા

8.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?

જવાબ: 10

9.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?

જવાબ: 5

10.આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી ?

જવાબ: ભારત

11.કાયમી પાંચ સભ્યોમાંથી એક પણ સભ્ય રાષ્ટ્ર 'નકારાત્મક મત' આપે તો નિર્ણય લઈ શકાતો નથી, આ સત્તાને શું કહે છે ?

જવાબ: વીટો પાવર

12.વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટૂંકું નામ શું છે?

જવાબ: WHO

13.આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું ટૂંકું નામ શું છે?

જવાબ: ILO

14.વિશ્વ બૅન્કનું વડું મથક ક્યાં આવેલું છે ?

જવાબ: વૉશિંગ્ટન-ડી.સી.

15.ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?

જવાબ: રોમ

16.ભારતે વિશ્વને શાંતિ માટે ક્યા સિદ્ધાંતો આપ્યા ?

જવાબ: પંચશીલના સિદ્ધાંતો

17.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રોની કેટલા વર્ષે ચૂંટણી થાય છે ?

જવાબ: બે

18.સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ સમયે કેટલાં રાષ્ટ્રો તેનાં સભ્યો હતાં ?

જવાબ: 51

19.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કુલ સભ્યસંખ્યા કેટલી છે ?

જવાબ: 15

20.આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે ?

જવાબ: ઇંગ્લૅન્ડ

21.રાષ્ટ્રસંઘ નામની સંસ્થા શું થવાથી નિષ્ફળ નીવડી ?

જવાબ: બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાથી

22.સંયુક્ત રાષ્ટ્રસંઘનું ટૂંકુ નામ શું છે ?

જવાબ: યુનો

23.સૌ પ્રથમ વિશ્વસંસ્થાનો વિચાર કોણે રજૂ કર્યો ?

જવાબ: વિલ્સને

24.યુનોનું હવે નામ શું છે ?

જવાબ: યુ.એન.

25.સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે ?

જવાબ: 5

26.નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘનો હેતુ કયો છે ?

જવાબ: આપેલા બધા

27.સંયુક્ત રાષ્ટ્રસંઘના અંગ કેટલાં છે ?

જવાબ: 6

28.સંયુક્ત રાષ્ટ્રસંઘના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય ?

જવાબ: સામાન્ય સભાને

29.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં દરેક સભ્યરાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે ?

જવાબ: 5

30.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક સભ્યરાષ્ટ્ર મત પ્રદાન સમયે કેટલા મત આપી શકે ?

જવાબ: 1

31.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે ?

જવાબ: 1

32.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ માનવ-અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું ?

જવાબ: 10 ડિસેમ્બર, 1948

33.યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની કોને સત્તા છે ?

જવાબ: સામાન્ય સભાને

34.ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકુ નામ શું છે ?

જવાબ: FAO

35.યુનેસ્કોનું વડું મથક કયું છે ?

જવાબ: પૅરિસ

36.સંયુકત રાષ્ટ્રોના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે ?

જવાબ: મહામંત્રી

37.આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?

જવાબ: જિનિવા

38.યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે ?

જવાબ: ન્યૂયૉર્ક

39.વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?

જવાબ: જિનિવા

40.દુનિયાના લોકોનાં શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે યુ. એન.ની કઈ સંસ્થા કાર્ય કરે છે ?

જવાબ: WHO

41.દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?

જવાબ: UNESCO

42.માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય એ માટે પ્રયત્નો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?

જવાબ: ILO

43.બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળક્લ્યાણના કાર્યક્રમો યોજવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?

જવાબ: UNICEF

44.વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?

જવાબ: FAO

45.વિશ્વયુદ્ધ દરમિયાન ખુવારી થયેલા દેશોના પુન:નિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?

જવાબ: IBRD

46.કયા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરોની ટીમ મોકલી હતી ?

જવાબ: કોરિયાના

*****


download link pdf file

download