થર્મોસનો શોધક - જેમ્સ ડેવર
ચા કે કોફી જેવા પીણાંને લાંબો સમય ગરમ રાખવા માટે ઉપયોગી થતાં થર્મોસ ફલાસ્ક જાણીતા સાધન છે. ગરમીને પ્રસારિત થવા માટે માધ્યમ જરૃરી છે. શૂન્યાવકાશમાં ગરમીનું વહન થતું નથી. વળી કાચ જેવી તેજસ્વી સપાટી પરથી ગરમી પાછી ફેંકાય છે.
આ સાદા સિધ્ધાંત પર થર્મોસની રચના થઈ છે. બહારથી રંગીન અને આકર્ષણ દેખાતા એલ્યુમિનિયમના થર્મોસ ફલાસ્કની અંદર કાચની બોટલ હોય છે.

આ બોટલ કાચના બે પડની બનેલી હોય છે. બંને પડ વચ્ચેથી હવા ખેંચી લઈ વેકયુમ કરેલું હોય છે. વેકયુમમાંથી ગરમી પસાર થતી નથી એટલે બોટલમાં રહેલા ચ્હા કે કોફી લાંબો સમય ગરમ રહે છે. વળી બોટલની અંદરની સપાટી પણ તેજસ્વી હોય છે એટલે ગરમી પાછી ફેંકાય છે.
આ ઉપયોગી સાધનની શોધ જેમ્સ ડેવર નામના વિજ્ઞાાનીએ કરેલી. જો કે તેણે વાયુઓ ઉપર પ્રયોગ કરવા માટે પ્રયોગશાળામાં આ કાચની બોટલ બનાવેલી. હવે આપણે તેનો થર્મોસ તરીકે ઉપયોગ કરીએ છીએ.
જેમ્સ ડેવરનો જન્મ સ્કોટલેન્ડમાં ઇ.સ.૧૮૫૨ના સપ્ટેમ્બરની ૨૦ તારીખે થયો હતો. એડિનબર્ગ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને તે કેમ્બ્રિજ અને રોયલ ઇન્સટિટયૂટ ઓફ લંડનમાં પ્રોફેસર તરીકે નિમણૂક મેળવેલી.
જેમ્સ ડેવરે ગરમ અને અતિઠંડા પદાર્થો, વાયુઓ અને પ્રવાહીઓ ઉપર ઊંડો અભ્યાસ કરેલો.ડેવરનો મુખ્ય વિષય ઓક્સિજન અને કેટલાક વાયુઓને ઠંડા કરીને પ્રવાહીમાં ફેરવવાનો હતો. તેણે વાયુઓને અતિઠંડા કરી લાંબો સમય સાચવવા વેકયૂમવાળી બોટલ બનાવેલી.
જેમ્સ ડેવરે ઓક્સિજન, હાઈડ્રોજન વાયુઓને પ્રવાહીમાં ફેરવવાની શોધ કરેલી. તેણે ધૂમાડો ન થાય તેવો ગનપાવડર પણ શોધેલો તે વિજ્ઞાાની હોવા ઉપરાંત સારો શિક્ષક હતો. ૮૦ વર્ષની ઉંમર સુધી તે વિજ્ઞાાન પ્રયોગો કરતો રહેલો. ઇ.સ. ૧૯૨૩ના માર્ચની ૨૭ તારીખે તેનું અવસાન થયું હતું.

No comments:
Post a Comment