# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

પૃથ્વી પરના ખંડોના નામ કેવી રીતે પડયા ?

પૃથ્વી પરના ખંડોના નામ કેવી રીતે પડયા ?

જાણીને નવાઈ લાગશે પણ પૃથ્વી પરના તમામ ખંડના નામ અંગ્રેજીના જે મૂળાક્ષર પર શરૃ થાય છે તેનાથી જ પુરા થાય છે. ખંડોના નામ કેવી રીતે નક્કી થયાં તે અંગે વિવિધ માન્યતાઓ છે. પ્રાચીન કાળના સાગર ખેડૂઓએ ખંડોના નામ અને ઓળખ આપ્યા હતાં.



એશિયાનું નામ એસુ એટલે કે સૂર્યોદય પરથી પડયું. યુરે એટલે સૂર્યાસ્ત તે પરથી યુરોપ ખંડ નામ પડયું. કેટલાંક જાણકારો કહે છે કે ગ્રીક દંતકથાનાદેવતા યુરોપ પરથી યુરોપ કહેવાયો. આફ્રિકાનું નામ લેટિન શબ્દ આપ્રીકા એટલે ગરમી અને તડકાવાળો પ્રદેશ. ઓસ્ટ્રેલિયા એટલે દક્ષિણ દિશાનો વિસ્તાર. ૧૫૪૫માં જર્મનીના ખગોળ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા નામ પાડેલું.

અમેરિકાના નામ માટે બે વાતો પ્રચલિત છે. મહાન પ્રવાસી અમેરિગો વેસ્પુસીના નામ પરથી અમેરિકા ખંડ કહેવાયો. અમેરિકાની શોધ કોલંબસે કરેલી પણ તેની ઓળખ આપી. કોબોટે કેટલાક ઈતિહાસકારો કહે છે કે ઈ.સ. ૧૪૯૭માં જ્હોન કોબોટ નામનો પ્રવાસી બ્રિટીશ ધ્વજ હેઠળ અમેરિકા આવેલો. તે સમયના બ્રિટનના રાજવીના પ્રતિનિધી રિચાર્ડ અમેરિકાના નામ પરથી તેણે અમેરિકા નામ આપ્યું.
thanks - veerubhai


No comments:

Post a Comment