# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 20 September 2017

_ગુજરાતના ગૃહઉદ્યોગ_

*_ગુજરાતના ગૃહઉદ્યોગ_*

*(Gujarat cottage industries) :: પ્રાચીનકાળથી પટોળા, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, વિવિધ પ્રકારનું ભરતકામ, રંગાટીકામ, લાકડાનું કોતરકામ વગેરે માટે ગુજરાત જાણીતું છે.*

➖➖➖પટોળા➖➖➖
*પટોળા માટે પાટણ પ્રખ્યાત છે. કુમારપાળના સમયમાં પાટણમાં પટોળા વણનારા ૭૦૦ કારીગરો હતા. હાલમાં કસ્તૂરચંદ અને બીજું એક કુટુંબ પટોળા બનાવે છે. ઝીણા તાણા વાણા ને પ્રથમ બાંધી પછી તેણે વિવિધ રંગોમાં રંગીન ભાત પ્રમાણે ગોઠવવામાં આવે છે. શુદ્ધ રેશમની ચટાઈ ડીઝાઇન માં ભૌમોતિક આકૃતિઓ, નારીકુંજર, પાનભાત, ફૂલવાડી, ચોક્ડીભાત અને પશુ પક્ષીઓની આકૃતિઓ વણાટ સાથે ઉપસતી આવે છે.*

➖🌼➖મશરૂ➖🌼➖
*આ કાપડ બનાવવા કુત્રિમ રેશમનો તાણો અને સુરતનો વાણો હોય છે. પાટણમાં ખત્રી અને શેખ મુસ્લિમ કારીગરો તેમજ ઊંઝામાં પટેલ કારીગરો મશરૂ તૈયાર કરે છે. પાટણમાં મશરૂના કારીગરોની સહકારી મંડળી છે. આ કાપડ માં સોનેરી, લાલ, લીલો, અને પીળો રંગ વપરાય છે. કટારીયો, ચુંદડી, લાલ અને પીળી કંકણી, કમખી, સોદાગરી, અરબી વગેરે લોકપ્રિય ડીઝાઈનો છે.*

👁‍🗨🔰👁‍🗨🔰કિનખાબ👁‍🗨🔰👁‍🗨🔰
*સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ કિનખાબ તરીકે ઓળખાય છે. અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટણ, વિસનગર, મગરોડા, ઊંઝા, રૂપેરા અને ગોઝારીયા કિનખાબ ના ઉત્પાદન કેન્દ્રો છે. હળ ઉપેરા, રીદ્રોલ અને નારદીપુર નું કિનખાબ વખણાય છે. આ કાપડ રાજવી કુટુંબો અને મેમણ કોમ વધુ વાપરે છે.*

➖🔰➖🔰સુજની➖🔰➖🔰
*આ એક પ્રકારની રજાઈ છે અને તેમાં એક પણ ટાંકો લીધા વિના વણાટ ની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે. તેનો ઉદ્યોગ ભરૂચ માં છે.*

🔰➖🔰➖તણછાઈ🔰➖🔰➖
*તણછાઈ નું કાપડ સુરતની વિશિષ્ટતા છે. રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની ભાત છાપવામાં આવે છે.*

➖⭕️➖અકીક ની વસ્તુઓ➖⭕️➖

*અકીકના પથ્થર રતનપુર (જી. ભરૂચ) પાસેની બાવા ઘોરની ખાણમાંથી મળે છે. મોરબી, રાણપુર અને માઝૂમ નદીના પટમાંથી હલકી જાતના પથ્થરો મળે છે. અકીકનો ઉદ્યોગ પ્રાચીનકાળથી વલભી અને ખંભાતમાં પ્રચલિત છે. છરી અને ખંજરનો હાથો, તલવારની મૂઠ, વીંટી, રકાબી-પ્યાલા, કલમ, ખડિયો, પેપર-વેઇટ વગેરે વસ્તુઓ અકીકના પથ્થરમાંથી બને છે. આફ્રિકા, યુરોપ અને મધ્ય એશિયાના દેશોમાં તેની નિકાસ થાય છે.*

🔘🔰🔘જરીકસબ🔘🔰🔘
*જરીકસબ ઉદ્યોગ માટે સુરત, અમદાવાદ, જામનગર અને ધોરાજી જાણીતા છે. આ ઉદ્યોગ ના કાચા માલમાં રેશમી દોર, ચાંદી અને સોનું મુખ્ય હોય છે. કિનખાબ અને મખમલ પર સોનેરી અને રૂપેરી તારથી ભરતકામ થાય છે. દક્ષીણ ના રાજ્યોમાં હાથસાળ કાપડ માં ગૂંથવા માટે ગુજરાતમાંથી સોનારૂપા નો કસબ ખરીદાય છે.*
〰🔘〰🔘ભરતકામ➖🔰➖
*કચ્છ અને સૌરાષ્ટ્રની મોચી, જત, મતવા, લોહાણા, આહીર, મેર, કાઠી, રબારી, કણબી, સથવારા, ઓસવાળ, વણિક અને સિંધી મહિલાઓ ભરતકામ કરે છે. ગુજરાતમાં નીચે પ્રમાણે ભરતકામ થાય છે:*


👁‍🗨♦️👁‍🗨મોચી ભરત (Gujarat cottage industries):🔰🔰

*કચ્છમાં માંડવીના મોચી અને ખાવડા તથા બન્નીના મતવા અને જત મોચી ભરતનું કામ કરે છે. આને ‘આરી ભરત’ કહે છે સાટીન કે રેશમી ગજી, કુમળા ચામડા, અતલસ અને ગરમ કાપડ પર હીરાના રંગીન દોરા અને સોનાના ઝીણા તારથી આ ભરત ભરવામાં આવે છે. ચાકળા, તોરણ, ચણીયા, કાપડું,પોલકું, ટોપી, પડદા તથા પહેરવેશના અન્ય કપડા પર આ ભરત ભરાય છે. કોઈ પણ જાતની ડીઝાઇન કાર્ય સિવાય અક્ષરો, ફૂલવેલ, પક્ષીઓ, પશુઓ અને માનવીની આકૃતિઓ ભરતના ટાંકા દ્વારા ઉપસાવાય છે. તોરણ, પીછવાઈ વગેરે પર બુલબુલ, મોર, પુતળી વગેરે ની આકૃતિઓ ઉપસાવાય છે. કોટાઈ અને લોડાઈ ની આહીર તથા રતનાલની રબારી મહિલાઓ આભલાના ભરતમાં કુશળ છે. બન્ન્નીના જત ‘કજરી’ પર મોચી ભરત કરે છે.*

💠🎯💠કાઠી ભરત (Gujarat cottage industries):👇🎯👇

*સૌરાષ્ટ્રમાં કાઠી કોમની મહિલાઓ હાથ વણાટ ના લાલ રંગના કાપડ પર ઢોલામારુ, વાછડા દાદા, કૃષ્ણલીલા, રામાયણના પ્રસંગો, વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ, ફૂલ ગોટા, કાંગરા વગેરેની ભાત ઉપસાવે છે. કાઠી કોમમાં લગ્નપ્રસંગે દીકરીને આણામાં ભરત ભરેલા ઘાઘરા, ચાકળા, તોરણ, તોડ્લીયા, દીવાલ પરના પડદા વગેરે આપવાનો રીવાજ છે. અમરેલી જીલ્લાના બગસરા, ચાડીયા, ઈંગરોળા, બાબરા, વાડિયા, ચલાળા, કુંકાવાવ વગેરે ગામોમાં કાઠી ભરત થાય છે.*

🐾🔰🐾આહીર ભરત (Gujarat cottage industries):👁‍🗨🔰🙏

*પીળા પોત પર પોપટ, બુલબુલ, પૂતળીઓ વગેરેની આકૃતિઓ ઉપસાવાય છે. આભલાનો પણ ઉપયોગ થાય છે. ચાકળા, તોરણ, પડદા, ટોડલિયા, કાપડુ, અને ચોળી પર આ ભરત ભરાય છે. જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા આ ભરત માટે જાણીતા છે.*

👁‍🗨💠👁‍🗨કણબી ભરત (Gujarat cottage industries):♻️💠

*ભાવનગર જીલ્લાના ગારીયાધાર પંથક માં કણબી મહિલાઓ ઘાઘરા, ચોળી, ચંદરવા, બારસાખીયા, થેલી. બળદની ઝૂલ, ઓશિકાના ગલેફ વગેરે પર આ ભરત ભરે છે. લાલ અથવા ભૂરા રંગના જાડા કાપડ પર આ ભરતકામ થાય છે. ચણીયા ના ભરતકામમાં આભલાનો ઉપયોગ*


No comments:

Post a Comment