# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 27 January 2021

પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા - ધોરણ -8, સામાજિક વિજ્ઞાન ક્વીઝ, પ્રથમસત્ર

પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર - ધોરણ -8, સામાજિક વિજ્ઞાન ક્વીઝ, પ્રથમસત્ર

પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર - ધોરણ -8, સામાજિક વિજ્ઞાન ક્વીઝ, પ્રથમસત્ર

પ્રકરણ - 5 પ્રાકૃતિક આપત્તિઓ ધોરણ -8, સામાજિક વિજ્ઞાન ક્વીઝ, પ્રથમસત્ર

પ્રકરણ - 2 આપણી આસપાસ શું ? ધોરણ -8, સામાજિક વિજ્ઞાન ક્વીઝ, પ્રથમસત્ર

ધોરણ: 8, સત્ર: 1 પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કિવ્ઝ - 1

Saturday 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 ટુંક જવાબી પ્રશ્નો ALL UNIT pdf file

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2 ટુંક જવાબી પ્રશ્નો ALL UNIT pdf file

 

પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ

download link pdf file

download

 

પ્રકરણ - પર્યાવરણીય પ્રદૂષણ

download link pdf file

download

 

પ્રકરણ - ભારતમાં રાષ્ટ્રવાદ

download link pdf file

download

 

પ્રકરણ - સર્વોચ્ચ અદાલત

download link pdf file

download

 

પ્રકરણ - ભારતના ક્રાન્તિવીરો

download link pdf file

download

 

પ્રકરણ - માનવ-સંસાધન

download link pdf file

download

 

પ્રકરણ - મહાત્માના માર્ગ પર-1

download link pdf file

download

 

પ્રકરણ - ભારતની સમસ્યાઓ અને ઉપાય

download link pdf file

download

 

પ્રકરણ - આપણી અર્થવ્યવસ્થા

download link pdf file

download

 

પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2

download link pdf file

download

 

પ્રકરણ - 11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)

download link pdf file

download

 

પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી

download link pdf file

download

 

પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત

download link pdf file

download

 

પ્રકરણ - 14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા

download link pdf file

download

 


સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા

કુલ પ્રશ્નો: 71  /   કુલ ગુણ: 71

1.આફ્રિકાની લગભગ મધ્યમાંથી કયું અક્ષાંશવૃત્ત પસાર થાય છે ?

જવાબ: વિષુવવૃત્ત

2.વાસ્કો-દ-ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો ?

જવાબ: ઈ.સ.1498માં

3.આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે શાનું બનેલું છે ?

જવાબ: ઉચ્ચપ્રદેશોનું

4.આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે ?

જવાબ: કિલિમાન્જારો

5.આફ્રિકાની કઈ નદી વિશ્વમાં સૌથી લાંબી છે ?

જવાબ: નાઈલ

6.આફ્રિકામાં કયું સરોવર સૌથી મોટું છે ?

જવાબ: વિક્ટોરિયા

7.વિશ્વમાં કયું સરોવર મીઠાં પાણીનું સૌથી લાંબું સરોવર છે ?

જવાબ: ટાંગાન્યિકા

8.આફ્રિકાના કયા ટાપુને 'લવિંગના ટાપુ' કહે છે ?

જવાબ: ઝાંઝીબાર

9.કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે ?

જવાબ: પ્રિટોરિયા

10.આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે ?

જવાબ: 53

11.વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે ?

જવાબ: એશિયા

12.દુનિયાની આશરે કેટલા ટકા વસ્તી એશિયામાં વસે છે ?

જવાબ: 60%

13.એશિયાનો ક્યો પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે ?

જવાબ: હિમાલય

14.એશિયાનું કયું સરોવર દુનિયાનું સૌથી ઊંડું છે ?

જવાબ: બાઇકાલ

15.યાક કયા દેશનું વિશિષ્ટ પ્રાણી છે ?

જવાબ: ભૂતાન

16.એશિયાનો સૌથી વધુ વરસાદ ભારતમાં ક્યાં પડે છે ?

જવાબ: ચેરાપુંજી

17.દુનિયાની સૌથી વધારે ઠંડી કયા શહેરમાં પડે છે ?

જવાબ: વર્ખોયાન્સ્ક

18.આમાંથી કયું સરોવર સૌથી વધુ ક્ષારતા ધરાવે છે ?

જવાબ: મૃત સમુદ્ર

19.કયા ભૂમિખંડમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે ?

જવાબ: આફ્રિકા

20.આફ્રિકાનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ?

જવાબ: ઉષ્ણ

21.આફ્રિકાનો જમીનવિસ્તાર વિશ્વના જમીનવિસ્તારના કેટલા ટકા જેટલો છે ?

જવાબ: 20%

22.આફ્રિકાખંડને કેટલા કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે ?

જવાબ: 30000 કિમી

23.18મી સદીના અંત સુધી કયો ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી 'અંધારિયા ખંડ' તરીકે ઓળખાતો હતો ?

જવાબ: આફ્રિકા

24.વિસ્તારની દ્રષ્ટિએ બધા ખંડોમાં આફ્રિકા કયા સ્થાને છે ?

જવાબ: બીજા

25.કિલિમાન્જારો પર્વત ક્યા અક્ષાંશવૃત્તની નજીક છે ?

જવાબ: વિષુવવૃત્ત

26.ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા વિસ્તારોમાં મુખ્યત્વે કઈ ઋતુમાં વરસાદ પડે છે ?

જવાબ: શિયાળામાં

27.આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે ?

જવાબ: ઝાંઝીબાર

28.ઇજિપ્તનો મુખ્ય પાક કયો છે ?

જવાબ: કપાસ

29.આફ્રિકા અને યુરોપની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે ?

જવાબ: ભૂમધ્ય

30.આફ્રિકાની ઈશાન દિશામાં આફ્રિકા અને એશિયાની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે ?

જવાબ: રાતો

31.આફ્રિકાની પૂર્વમાં ક્યો મહાસાગર આવેલો છે ?

જવાબ: હિન્દ મહાસાગર

32.આફ્રિકાની પશ્ચિમે ક્યો મહાસાગર આવેલો છે ?

જવાબ: ઍટલૅન્ટિક મહાસાગર

33.નાઈલ નદીની લંબાઈ કેટલા કિમી છે ?

જવાબ: 6436 કિમી

34.આફ્રિકાના મધ્ય અને દક્ષિણના વિસ્તારોમાં કઈ માખીનો ઉપદ્રવ છે ?

જવાબ: ત્સે-ત્સે

35.કયો દેશ તેના પ્રાચીન પિરામિડ અને સ્ફિંક્સ માટે જાણીતો છે ?

જવાબ: ઇજિપ્ત

36.સુએઝની નહેર કયા સમુદ્રને જોડે છે ?

જવાબ: રાતા અને ભૂમધ્ય સમુદ્રને

37.આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ કયો છે ?

જવાબ: દક્ષિણ આફ્રિકા

38.નાઈલ નદીના કિનારે કઈ મહાન સંસ્કૃતિ વિકાસ પામી છે ?

જવાબ: મિસરની

39.ઇજિપ્તનું પાટનગર કયું છે ?

જવાબ: કેરો

40.દક્ષિણ આફ્રિકામાં ધારાગૃહો ક્યાં બેસે છે ?

જવાબ: કેપટાઉનમાં

41.એશિયાનો ભૂમિવિસ્તાર દુનિયાના ભૂવિસ્તારના આશરે કેટલા ટકા છે ?

જવાબ: 30%

42.એશિયાનો કયો ઉચ્ચપ્રદેશ વિશ્વના ઉચ્ચપ્રદેશોમાં સૌથી ઊંચો અને વિશાળ છે ?

જવાબ: તિબ્બતનો

43.એશિયાની સૌથી લાંબી નદી કઈ છે ?

જવાબ: યાંગત્સેક્યાંગ

44.નીચેનામાંથી કયું સરોવર દુનિયામાં સૌથી મોટું છે ?

જવાબ: કાસ્પિયન સમુદ્ર

45.ખૈબરઘાટ કયા દેશમાં આવેલો છે ?

જવાબ: પાકિસ્તાનમાં

46.કયા દેશમાં આંતરિક જળમાર્ગો મોટા પ્રમાણમાં છે ?

જવાબ: બાંગ્લાદેશમાં

47.ભારત નીચેના કયા પડોશી દેશમાંથી ખનીજ તેલની આયાત કરે છે ?

જવાબ: મ્યાનમારમાંથી

48.ક્યાંનો ઉચ્ચપ્રદેશ 'દુનિયાનું છાપરું' કહેવાય છે ?

જવાબ: તિબ્બતનો

49.કયા દેશને અંગ્રેજો વ્રજદાનવોની વિહારભૂમિ તરીકે ઓળખાવતા ?

જવાબ: ભૂતાનને

50.પાકિસ્તાનનો સૌથી મહત્ત્વનો પાક કયો છે ?

જવાબ: કપાસ

51.કઈ નદીનાં પાણીથી પાકિસ્તાનમાં કૃષિક્રાંતિ થઈ છે ?

જવાબ: સિંધુ

52.નેપાળનો કેટલા ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે ?

જવાબ: 40%

53.નેપાળની માત્ર કેટલા ટકા જમીન ખેતીલાયક છે ?

જવાબ: 16%

54.ભૂતાનના લોકો મુખ્યત્વે કયો ધર્મ પાળે છે ?

જવાબ: બૌદ્ધ

55.ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે ?

જવાબ: પાલ્કની

56.ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત આવેલો છે ?

જવાબ: મનારનો

57.શ્રીલંકાની સૌથી મોટી નદીનું નામ શું છે ?

જવાબ: મહાવેલી ગંગા

58.'હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું છું.' મને ઓળખો હું કોણ ?

જવાબ: સિંહ

59.'હું દરિયાકિનારાનું વૃક્ષ છું.' મને ઓળખો હું કોણ ?

જવાબ: નાળિયેરી

60.'હું ખેતી માટે ઉપયોગી પશુ છું.' મને ઓળખો હું કોણ ?

જવાબ: બળદ

61.'હું વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું મુખ્ય વૃક્ષ છું.' મને ઓળખો હું કોણ ?

જવાબ: મહોગની

62.'હું મધ્ય હિમાલયમાં આવેલો દેશ છું.' મને ઓળખો હું કોણ ?

જવાબ: નેપાળ

63.'હું રત્નદ્વિપ તરીકે ઓળખાઉં છું.' મને ઓળખો હું કોણ ?

જવાબ: શ્રીલંકા

64.'હું એશિયાનું વિશાળ ઠંડું રણ છું.'મને ઓળખો હું કોણ ?

જવાબ: ગોબી

65.ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પડોશી દેશ પાકિસ્તાન કયા રાષ્ટ્ર તરીકે જાહેર થયેલો છે ?

જવાબ: ઇસ્લામિક રાષ્ટ્ર

66.પાકિસ્તાનની રાજધાની કઈ છે ?

જવાબ: ઇસ્લામાબાદ

67.બાંગ્લાદેશની રાજધાની કઈ છે ?

જવાબ: ઢાકા

68.નેપાળની રાજધાની કઈ છે ?

જવાબ: કાઠમંડુ

69.ભૂતાનની રાજધાની કઈ છે ?

જવાબ: થીમ્પુ

70.શ્રીલંકાની રાજધાની કઈ છે ?

જવાબ: કોલંબો

71.મ્યાનમારની રાજધાની કઈ છે ?

જવાબ: રંગૂન


*****


download link pdf file

download