# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 29 June 2019

SAMAYIK MULYANKAN KASOTI TA 29/6/2019 STD 3 TO 8 ALL PAPER ANSWER KEY PDF DOWNLOAD

29/6/2019 NA ROJ LEVAYEL VIVIDH VISHAY NI KASOTI NA MULYANKAN ANSWER KEY.

BHUL CHUK JOI SUDHARO HOY TO KARVA VINANTI.


STD 3 MATHS ANSWER KEY CLICK HERE

STD 4 MATHS ANSWER KEY CLICK HERE

STD 5 ENGLISH ANSWER KEY CLICK HERE

STD 6 ENGLISH ANSWER KEY CLICK HERE

STD 7 MATHS ANSWER KEY CLICK HERE

STD 8 GUJARATI ANSWER KEY CLICK HERE


Thanks - Rajeshbhai


Thursday 27 June 2019

કુરુક્ષેત્ર નું યુધ્ધ


કુરુક્ષેત્ર નું યુધ્ધ.







કુરુક્ષેત્રનું યુધ્ધ





 





                                                      મહાભારત અને બીજા ભારતીય ગ્રંથોમાંથી મળતી માહિતી પ્રમાણે કુરુક્ષેત્રનું યુધ્ધ આજથી આશરે 5000 વર્ષ પહેલા હરિયાણા નજીકના કુરુક્ષેત્રના મેદાનમાં લડાયું હતું. યુદ્ધ માટેના કારણો અને તેના પરિણામ વિશેની માહિતી નું અહી પુનરાવર્તન કરવાની જરૂર નથી કેમ કે દરેક ભારતીય તેના વિશે પૂરી જાણકારી ધરાવે છે.આપણે તો આ યુધ્ધને ભારતીય ઇતિહાસ ના દ્રષ્ટિકોણથી જોવાનું છે.
5000 વર્ષ પહેલાનો સમય એટલે એ સમયગાળો કે જયારે વિશ્વના બીજા કોઈ ભાગમાં માનવ સંસ્ક્રુતિનો વિકાસ જ નહોતો થયો અથવા તો જે થયો હતો તે સાવ પ્રાથમિક કક્ષાનો હતો. ભારતવર્ષ ને બાદ કરતા દુનિયાની બીજી માનવ સંસ્ક્રુતિઓ ત્યારે હજી આદિમાનવ યુગમાં જીવતી હતી. પ્રાચીન વિશ્વની ગણાતી ઈજીપ્ત,મિસ્ર ,રોમ જેવી સંસ્કૃતિઓને ખીલવા આડે હજી સેંકડોવર્ષોની વાર હતી.





                                          હવે એ સમયના વિશ્વનેનજર સમક્ષ રાખીને મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્ર ના યુધ્ધ વિશેની જાણકારી પર અડછડતી નજર કરો . ભારતીય પ્રજા એ સમયે પણ યુદ્ધ કળામાં એટલીનિપુણ હતી કે એ સમયનું ભારતીય લશ્કર આજની આધુનિક એનું કમ્યુનિકેશન સીસ્ટમ પ્રમાણે યુધ્ધ કરતું હતું. દરેક લશ્કર નાના-મોટા ચોક્કસ એકમોમાં વહેંચાયેલું રહેતું . દરેક એકમમાં સંખ્યામાં પદસૈનીકો ,અશ્વારોહીઓ,રથ,અને હાથીઓનો સમાવેશ થતો.અને એમના સંચાલન માટે રથી,અતિરથી,મહારથી વગેરે જેવા યોગ્યતા મુજબના સેનાપતિઓની નિમણુક થતી.અનેક રીતે બનેલું દરેક એકમ એક અક્ષોહિણી સૈન્ય કહેવાતું.





                                                       એક અક્ષોહિણી સૈન્યમાં આશરે સવા બે લાખ સૈનિકોનો સમાવેશ થતો. કુરુક્ષેત્રનું યુધ્ધ સૈન્ય સંચાલન કરતા પણ વધારે તો તેના પ્રચંડ કદ માટે જાણીતું છે. આ યુધ્ધમાં પાંડવોએ સાત( 7 ) તો સામે કૌરવો એ પુરા અગ્યાર ( 11 ) અક્ષોહિણી સૈન્ય ઉતાર્યું હતું. એક અક્ષોહિણી માં સવા બે લાખનું સૈનિકોનું સંખ્યા બળ જોતા આ યુધ્ધમાં પાંડવો તરફથી 15,30,000 જેટલા અને કૌરોવો તરફથી 24,00000 ચોવીસ લાખ જેટલા સૈનિકો યુધ્ધ લડ્યા હતા. આ સંખ્યા પણ ફક્ત સૈનિકોની છે, યુધ્ધ મેદાનમાં ઉતારવામાં આવેલા ઘોડા હાથી જેવા પ્રાણીઓની સંખ્યાતો જુદી ગણવાની ઉપરના આંકડા જો પ્રભાવશાળી ન લાગ્યા હોય તો એટલું જાણીલો કે આજનું સૌથી મોટું લશ્કર ધરાવતા ચીન પાસે પણ કુલ ચાલીસ લાખ સૈનિકો જેટલું લશ્કર નથી .





                                    આ યુધ્ધ ભારતીય ઇતિહાસે જોયેલું સૌથી મોટું યુધ્ધ છે બલકે પુરા વિશ્વમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું એ પહેલા આટલું મોટું યુધ્ધ કયારેય લડાયું ન હતું. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ એક જ મોરચે આટલા સૈનિકો ઉતર્યા હોય એવું બન્યું ન હતું . સૈનિકોના મૃત્યુ આંક ની દ્રષ્ટી એ જોઈએ તો પણ મહાભારતના યુધ્ધને જ સૌથી વધુ ખુવારીજનક યુધ્ધ ગણવું રહ્યું . કેમ કે 18 અઢાર દિવસ ચાલેલું યુધ્ધ પૂરું થયું ત્યારે 40 લાખના સૈન્યમાંથી ફક્ત અગ્યાર ( 11 ) યોધ્ધાઓ જીવિત રહ્યા હતા. ઉપરાંત એ સમયે વિકસીત માનવ સંસ્કૃતિઓ ધરાવતા કન્યાકુમારીથી લઈને કંધાર સુધીના દરેક રાજાઓએ આ યુધ્ધમાં ભાગ લીધો હતો એ હિસાબે જોઈએ તો પણ કુરુક્ષેત્રના યુધ્ધને પ્રાચીન સમય નું પ્રથમ વિશ્વયુદ્ધ જ ગણવું જોઈએ.





                                                        હજારો વર્ષ દરમ્યાન એક જ વખત ખેલાયું હોય અને આજે પણ એટલું જ યાદગાર હોય એવું   ભવ્ય અને ભીષણ યુધ્ધ પ્રાચીન ભારતમાં ખેલાયું હતું. એ બાબત જ આપણા  માટે કેટલી ગૌરવપ્રદ લેખાય આથી જ વિશ્વના યુધ્ધોના ઈતિહાસમાં ભારતને ગૌરવપૂર્ણ અને અગ્રીમ સ્થાન અપાવતા કુરુક્ષેત્રના યુધ્ધને સૌથી મહત્વના યુધ્ધ તરીકે પહેલું સ્થાન આપ્યું છે.




ધોરણ 3 થી 5 પ્રથમ સત્રની તમામ વિષયની નિષ્પત્તિઓ એક જ એક્ષલ ફાઈલમાં

ધોરણ 3 થી  5 પ્રથમ સત્રની તમામ વિષયની નિષ્પત્તિઓ એક જ એક્ષલ ફાઈલમાં તૈયાર પત્રક-A ડાઉનલોડ કરો.



STD-3 TO 5 M NISPATTI DOWNLOAD KARO- USEFUL FOR ALL SCHOOL AND TEACHER.

The sample gcert model papers are only a model and for practice. The actual question paper may vary
EXCEL FILE DOWNLOAD. 


ધોરણ 6 થી 8 પ્રથમ સત્રની તમામ વિષયની નિષ્પત્તિઓ એક જ એક્ષલ ફાઈલ

નિષ્પત્તિ એક્ષલ ઓલ ઇન વન ધો-6-7-8
ધોરણ 6 થી 8 પ્રથમ સત્રની તમામ વિષયની નિષ્પત્તિઓ એક જ એક્ષલ ફાઈલમાં તૈયાર પત્રક-A ડાઉનલોડ કરો.


STD-6-7-8 ALL SUBJECT FIRST SEMESTER PATRAK-A EXCEL FILE DOWNLOAD KARO- USEFUL FOR ALL SCHOOL AND TEACHER.



STD-6-7-8 ALL SUBJECT PATRAK-A EXCEL FILE DOWNLOAD CLICK  HERE

Wednesday 26 June 2019

પાવન ખંડનું યુધ્ધ.


પાવન ખંડનું યુધ્ધ.





 







જયારે શિવાજી મહારાજ નો જીવ બચાવવા મરાઠા સૈનિકો મરણીયા બન્યા .





                                                        પાવન ખંડનું યુધ્ધ એ કોઈ પૂર્ણ રીતે લડાયેલું યુધ્ધ ન હતું પણ યોજનાના ભાગરૂપે લડાયેલી નાની લડાઈ હતી.





                                                      આ યુધ્ધની ટૂંકી માહિતી મેળવીએ તો માત્ર સતર વર્ષની ઉમરે તોરણા નો કિલ્લો જીતીને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર શિવાજીને ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્યનો સામનો કરતા પહેલી દક્ષિણમાં ફેલાયેલી કેટલીક નાની સલ્તનતો સાથે અનેક યુધ્ધો લડવા પડ્યા હતા.





                                        મરાઠા સામ્રાજ્ય સાવ પ્રાથમિક તબક્કામાં હતું એ દરમ્યાન એક સમય એવો પણ આવ્યો હતો કે શિવાજીનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું હતું





                                               શિવાજી પનહાલના કિલ્લામાં હતા ત્યારે આદીલશાહી સેનાએ કિલ્લાને ચારેતરફથી ઘેરી લીધો, અને ભાગી છૂટવા માટેનો દરેક માર્ગ બંધ કરી દીધો.આદીલ શાહી સેનાના શરણે જવા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો એવા સમયે શિવાજીએ હીમત હારવાને બદલે એક સાહસિક યોજના ઘડી કાઢી .





                          આ યોજના મુજબ શિવાજી તેમના 600 સૈનિકો સાથે રાત્રે ગુપચુપ કિલ્લાનો દરવાજો ખોલીને ભાગી નીકળ્યા .આ સમયે શિવાજીની પાછળ પડેલા આદીલશાહ ના લશ્કરને માર્ગમાં રોકી રાખવા માટે તેમના બહાદુર સેનાપતિ બાજીપ્રભુદેશ પાંડેએ 300 મરાઠા સૈનિકોની સાથે આદીલશાહી લશ્કર સામે મોરચો માંડ્યો.





                                                                      પોતાના કરતા ક્યાંય મોટા લશ્કરને મરાઠા સૈનિકોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી લડત આપીને માર્ગમાં જ રોકી રાખ્યું જે દરમ્યાન શિવાજી હેમખેમ  રીતે સુરક્ષિત સ્થળે પહોચી ગયા. આ યુધ્ધમાં પોતાનું પવિત્ર લોહી રેડીને જમીનને પાવન બનાવી દેનાર મરાઠા સૈનિકોની યાદમાં આ સ્થળને પાવનખંડ ( પવિત્ર ભૂમિ ) નામ આપવામાં આવ્યું.





                                                               શિવાજીએ પોતાની ચારેતરફ ફેલાયેલા મુસ્લ્લીમ સામ્રાજ્યોને મહાત કરીને દસ લાખ ચો.કિમી માં ફેલાયેલા વિશાળ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી.ભારતીય ઇતિહાસમાં શિવાજી જેટલો યુધ્ધ કુશળ અને દીર્ઘદ્રસ્ટા સેનાપતિ ભાગ્યેજ બીજો કોઈ થયો હશે. એક નાનકડી જાગીરમાંથી આવડું મોટું સામ્રાજ્ય ઉભું કરવું એ શિવાજી બીજી કોઈના પણ માટે અશક્ય વાત હતી.





                                                             આથી જ શિવાજી નો જીવ બચાવનાર પાવનખંડના યુધ્ધ ને ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન આપ્યું છે.




પ્લાસીનું યુધ્ધ.


પ્લાસીનું યુધ્ધ.





 







ભારતને અંગ્રેજોની 190 વર્ષ લાંબી ગુલામી તરફ દોરી જનારું પ્લાસીનું યુધ્ધ.





                                           પ્લાસીનું યુધ્ધ એટલે ભારતને અંગ્રેજોની 190 વર્ષ લાંબી ગુલામી તરફ દોરી જનારું યુધ્ધ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર રોબર્ટ ક્લાઈવ અને બંગાળના નવાબ શિરાજ-ઉદ-દૌલા વચ્ચે આ યુધ્ધ 23 જુન -1757ના રોજ કલકતાથી 150 કી.મી.ઉત્તરે ભગીરથી નદીના કિનારે લડાયું હતું.





                                              યુધ્ધ કરવા માટે શિરાજ-ઉદ-દૌલા 50,000 નું લશ્કર અને 50 તોપો લઈને આવ્યો હતો .રોબર્ટ કલાઈવ પાસે ફક્ત 300 સૈનિકો અને જરા આધુનિક ગણી શકાય તેવી 9  તોપો હતી. અંગ્રેજો શું એવા મુર્ખ હતા કે 300 સૈનિકો લઈને નવાબના આવડા જંગી લશ્કરસામે યુધ્ધમાં ઉતરે ?





                                         અંગ્રેજો મુર્ખ નહી પણ મુત્સુદી હતા.નવાબની લશ્કરી તાકાત જોતા તેને હરાવવા માટે મોટું લશ્કર જોઈએ એટલું તો અંગ્રેજોય સમજતા હતા, પણ ભારતમાં વેપારને બહાને આવેલા રોબર્ટ ક્લાઈવ માટે પારકા મુલ્કમાં મોટું લશ્કર એકઠું કરવું અશક્ય હતું.





પણ ભારતમાં ગમેતેમ કરીને પણ પગ પેશારો કરવા માંગતા રોબર્ટ ક્લાઈવે પોતાનું મોટું લશ્કર ઉભું કરવાને બદલે નવાબના લશ્કરને વિભાજીત કરીને નાનું કરવાની યોજના ઘડી કાઢી .પ્લાસીના યુધ્ધ માટે શિરાજ-ઉદ-દૌલાને ઉશ્કેરતા પહેલા રોબર્ટ ક્લાઈવે અનેક પૂર્વતૈયારીઓ કરી ચુક્યો હતો.





                                                                   જે મુજબ યુધ્ધ શરુ થયું એના મહિનાઓ અગાઉ જગત શેઠ ( અમીચંદ ) નામના વેપારી મારફત નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફર અલી સાથે ઘરોબો કેળવ્યો .ક્લાઈવે પૈસાની લાલચ આપીને અંગ્રેજોને યુધ્ધમાં આર્થીક સહાય આપવા માટે અમીચંદ માનવી લીધો.મીર જાફરને મનાવવા માટે કલાઈવે તેની સામે બંગાળની ગાદીનું ગાજર લટકાવી દીધું.ગાદીની લાલચ આપીને નવાબના સેનાપતિને ફોડી લીધ બાદ રોબર્ટ ક્લાઈવ માટે નવાબની સેનાના સંખ્યા બળનું કોઈ મહત્વ ન રહ્યું.





બંગાળ માં ધંધો કરવા આવેલા અંગ્રેજો કેવો ગોરખધંધો ચલાવી રહ્યા છે એ વાત થી છેવટ સુધી અજાણ  રહેલા નવાબે , યુદ્ધ મેદાનમાં રોબર્ટ કલાઈવ નું નાનકડું લશ્કર જોતા જ પોતાની સેનાને અંગ્રેજો પર તૂટી પડવા આદેશ આપ્યો.નવાબનો આદેશ સાંભળતા જ તેના મુખ્ય સેનાપતિ મીર જાફર સહિત ના 45000 સૈનિકો અંગ્રેજો પર તૂટી પડવાને બદલે લશ્કર થી અલગ પડીને એક બાજુ ઉભા રહી ગયા.





                                                                           લશ્કર માં ફૂટ પડી છે એ જોઇને બાકી રહેલા સૈનિકો પણ ગુમરાહ બન્યા અને શું કરવું એ સમજી ન શક્યા. આટલું ઓછુ હોય તેમ કુદરત પણ જાણે રોબર્ટ ક્લાઈવ નો સાથ આપવા માંગતી હોય એમ અચાનક તૂટી પડેલા વરસાદે અંગ્રેજ સેનાનું કામ ઓર આશાન કરી આપ્યું. વરસતા વરસાદમાં તોપો માટે નો દારૂગોળો પલળી ન જાય તે માટે અંગ્રેજ સૈનિકોએ દારૂગોળા ને ફટાફટ તંબુ બાંધવા માટેની તાડપત્રી હેઠળ ઢાંકી દીધો.બીજી તરફ નવાબના
અનઘડ સૈનિકો પોતાના દારૂગોળા ને પલળતો બચાવવા માટેની કોઈ વ્યવસ્થા ન કરી શક્યા અને એમનો દારૂગોળો પલળીને નકામો થઈ ગયો.





                                                                       થોડા સમય પછી વરસાદ રહ્યો અને યુધ્ધ શરુ થયું ત્યારે અંગ્રેજોના તોપમારા સામે નવાબના સૈનિકો ભાગમ ભાગી અને નાશદોડ સિવાય કશું જ ન કરી શક્યા . આ દરમ્યાન અંગ્રેજો એ કરેલા અંધાધુંધ તોપમારા માં નવાબનો વફાદાર સેનાપતિ મીર મદન પણ માર્યો ગયો.આથી યુધ્ધ ને હાથમાંથી સરકતું જોયા પછી શિરાજ ઉદ -દૌલા મૈદાન છોડીને પોતાની રાજધાની મુર્શિદાબાદ ભાગી ગયો અને તેની ગેરહાજરીને લીધે મીર જાફરે અંગ્રેજો સામે યુધ્ધ વિરામ સ્વીકારી લીધો.





                                                                 પોતાનું મોત ભળી ગયેલો નવાબ મુર્શીદાબદથી હોળી દ્વારા પટણા ભાગી જવાની હતો ત્યા જ મીર જાફરેના સૈનિકોએ તેને પકડી લીધો અને ફાંસીએ લટકાવી દીધો. શરત મુજબ અંગ્રેજોએ મીર જાફરને ગાદીએ બેસાડ્યો પણ એ ફક્ત નામનો જ નવાબ બની રહ્યો બંગાળ પર ખરું રાજ તો અંગ્રેજો નું જ ચાલતું રહ્યું.





                                             માત્ર 57 સૈનિકો ગુમાવીને પ્લાસીનું યુધ્ધ જીતી લેનાર અંગ્રેજોએ બંગાળમાં પગ જમાવ્યા પછી ધીમે ધમે પુરા ભારત ને પોતાના તાબામાં લઈ લીધું. અંગ્રેજી શાસન હેઠળ ભારતમાં એટ એટલા પરિવર્તનો આવ્યા કે જેનો કોઈ હિસાબ ન ગણી શકાય.





                                                       અંગ્રેજોના આવવાથી સરવાળે  ભારત ને ફાયદો થયો કે નુકશાન એ નક્કી કરવા માટે તો, અનેક જો અને તો નો સહારો લેવો પડે ,પણ એ જો અને તો ની શરૂઆત તો પ્લાસીના યુધ્ધ થી જ કરવી પડે ,કે જો પ્લાસીનું યુધ્ધ ન લડાયું હોત તો ?




ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો


ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો



ભારતીય પ્રજા હજારો વર્ષોથી ગુલામી અને યુધ્ધોન્માદ જોતી અને સહન કરતી આવી છે. વિશ્વના દરેક ખંડમાંથી આક્રમણકારો જુદીજુદી પ્રયુક્તિઓ યોજી ભારતીય પ્રજાને ફોસલાવીને પગ પસેરો કર્યા બાદ સમય જતા છટકું ગોઠવીને પાછળથી હુમલાઓ કર્યાનાં દાખલાઓ છે.





હજારો વર્ષોનો સમય ગાળો ધરાવતો ભારતીય યુધ્ધ ઈતિહાસમાં અનેક યુધ્ધો લડાઈ ચુક્યા છે.

ભૂતકાળમાં લડાયેલા યુદધોની આટલી વિશાળ સંખ્યા જોતા તેમાંથી ફક્ત અમુક મહત્વના યુધ્ધો આ લેખ માટે પસંદગી કરવી એ ખુબ જ મુશ્કેલ અને માથાકુટીયું કામ છે. આમ છતા આ લેખમાં જે યુધ્ધોનો ઉલ્લેખ કર્યો છે એ યુધ્ધો એ ભારતીય ઈતિહાસને નવા ચિન્હો આપ્યા છે. જો આ યુધ્ધો ન લડાયા હોત તો કદાચ ભારતીય ઈતિહાસ જુદી જ રીતે લખાયો હોત. આ યુધ્ધો અને તેને લીધે ભારતીય ઇતિહાસમાં લાંબાગાળે કેવા પરિવર્તનો આવ્યા એ જાણ્વું રસપ્રદ બની રહેશે.





ઈ.સ. ૩૨૬ હાઈડેસ્પીજનું યુદ્ધ : સિકંદર અને પંજાબના રાજા પોરસની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિકંદરની જીત થઈ હતી.





ઈ.સ. ૨૬૧ કલિંગાની લડાઈ : સમ્રાટ આશોકએ કલિંગ પર આક્રમણ કર્યું હતું અને યુદ્ધમાં થયેલ રક્તપાતથી વિચલિત થઈને તેમણે યુદ્ધ ન કરવાનું પ્રણ લીધું હતું.





ઈ.સ. ૭૧૨માં : સિંધની લડાઈમાં મહમ્મદ કાસીમે અરબોની સત્તા સ્થાપિત કરી.





ઈ.સ. ૧૧૯૧ તારાઈનું પ્રથમ યુદ્ધ : મોહમ્મદ ગૌરી અને પૃથ્વી રાજ ચૌહાણની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં પૃથ્વી રાજ ચૌહાણની જીત થઇ હતી.





ઈ.સ. ૧૧૯૨ તારાઈનું દ્વિતીય યુદ્ધ : મોહમ્મદ ગૌરી અને પૃથ્વી રાજ ચૌહાણની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં મોહમ્મદ ગૌરીની જીત થઇ હતી.





ઈ.સ. ૧૧૯૪ ચંદાવરનું યુદ્ધ : તેમાં મુહમ્મદ ગૌરીએ કન્નૌજના રાજા જયચંદને હરાવ્ય હતા.





ઈ.સ. ૧૫૨૬ પાનીપતનું પ્રથમ યુદ્ધ : મોગલ શાસક બાબર અને ઈબ્રાહીમની વચ્ચે યુદ્ધ થયું હતું.





ઈ.સ. ૧૫૨૭ ખાનવાનું યુદ્ધ : તેમાં બાબરે રાણા સાંગાને હરાવ્યા હતા.





ઈ.સ. ૧૫૨૯ ઘાઘરાનું યુદ્ધ : તેમાં બાબરે મહમૂદ લોદીની આગેવાનીમાં અફઘાનોને હરાવ્યા હતા.





ઈ.સ. ૧૫૩૯ ચૌસાનું યુદ્ધ : તેમાં શેરશાહ સૂરીએ હુમાયુને હરાવ્યા હતા.





ઈ.સ. ૧૫૪૦ કન્નૌજ (બિલગ્રામનું યુદ્ધ) : તેમાં ફરીવાર શેરશાહ સૂરીએ હુમાયુને હરાવીને ભારત છોડવા પર મજબુર કર્યા.





ઈ.સ. ૧૫૫૬ પાનીપતનું બીજું યુદ્ધ : અકબર અને હુમાયુની વચ્ચે યુદ્ધ થયું હતું.





ઈ.સ. ૧૫૬૫ તાલીકોટાનું યુદ્ધ : આ યુદ્ધથી વિજયનગર સામ્રાજ્યનું અંત થઇ ગયું કેમકે બીજાપુર, બીદર, અહમદનગર અને ગોલકુંડાની સંગઠીત સેનાએ લડી હતી.





ઈ.સ. ૧૫૭૬ હલ્દી ઘાટીનું યુદ્ધ : અકબર અને રાણા પ્રતાપની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં રાણા પ્રતાપ ની હાર થઇ હતી.





ઈ.સ. ૧૭૫૭ પ્લાસીનું યુદ્ધ : અંગ્રેજો અને સિરાજુદ્દોલાની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં અંગ્રેજોની જીત અને ભારતમાં અંગ્રેજ શાસનની શરુઆત થઇ હતી





ઈ.સ. ૧૭૬૦ વાંડીવાશનું યુદ્ધ : અંગ્રેજોઅને ફ્રાંસીસિયોની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ફ્રાંસીસિયો હાર થઇ હતી.





ઈ.સ. ૧૭૬૧ પાનીપતનું ત્રીજું યુદ્ધ : અહમદશાહ અબ્દાલી અને મરાઠીઓની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ફ્રાંસીસિયોની હાર થઇ હતી.





ઈ.સ. ૧૭૬૪ બક્સરનું યુદ્ધ : અંગ્રેજો અને શુજાઉદ્દોલા, મીર કાસિમ અને આલમ દ્વિતીયની સંયુકત સેવા વચ્ચે અંગ્રેજોની જીત થઇ હતી. અંગ્રેજોને ભારતમાં સર્વોચ સત્તા માનવામાં આવવા લાગ્યું.





ઈ.સ. ૧૭૬૭-૬૯ પ્રથમ મૈસુર યુદ્ધ : હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું જેમાં અંગ્રેજોની હાર થઇ





ઈ.સ. ૧૭૮૦-૮૪ દ્વિતીય મૈસુર યુદ્ધ : હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું જેમાં નિર્ણય ન મળ્યો.





ઈ.સ. ૧૭૯૦ તૃત્ય આંગ્લ મૈસુર યુદ્ધ : ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે સંધીથી લડાઈનો અંત આવ્યો





ઈ.સ. ૧૭૯૯ ચતુર્થ આંગ્લ મૈસુર યુદ્ધ : ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયું હતું જેમાં ટીપુની હાર થઇ અને મૈસુર શક્તિનું પતન થયું.





ઈ.સ. ૧૮૪૯ ચિલિયાના વાળા યુદ્ધ : ઇસ્ટ ઇંડિયા કંપની અને સિખો વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિખોની હાર થઇ હતી.





ઈ.સ. ૧૯૬૨ ભારત ચીન સીમા યુદ્ધ : ચીની સેનાએ ભારતની સીમા ક્ષેત્રો પર આક્રમણ કર્યું જે બે દિવસ સુધી ચાલ્યું ત્યાર બાદ એકપક્ષીય વિરામની ધોષણા થઇ અને ભારતે પોતાના થોડોક ભાગ છોડવો પડ્યો.





ઈ.સ. ૧૯૬૫ ભારત પાકિસ્તાન યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થયું જેમાં પાકિસ્તાનની હાર થઇ અને તેના પરિણામે બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો.





ઈ.સ. ૧૯૯૯ કારગિલ યુદ્ધ : જમ્મુ અને કાશ્મીરમાં દ્રાસ અને કારગીલ ક્ષેત્રોમાં પાકિસ્તાની ઘુસપેઠિયાઓના કારણે થયેલ યુદ્ધમાં ફરીથી પાકિસ્તાનને હાર મળી અને ભારતને જીત મળી.




ધોરણ-6 બધા વિષય ના રચનાત્મક પત્રક સત્ર - 1

ધોરણ-6 સંસ્કૃત રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા

*  ધોરણ-6 સંસ્કૃત રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-6 અંગ્રેજી રચનાત્મક પત્રક

* ધોરણ-6 અંગ્રેજી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-6 હિન્દી રચનાત્મક પત્રક

* ધોરણ-6 હિન્દી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-6 સામાજીક વિજ્ઞાન પત્રક ડાઉનલોડ કરવા

 ધોરણ-6 સામાજીક વિજ્ઞાન પત્રક ડાઉનલોડ કરવા અહી કલીક કરો 

* ધોરણ-6 વિજ્ઞાન ટેકનોલોજી રચનાત્મક પત્રક

* ધોરણ-6 વિજ્ઞાન ટેકનોલોજી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-6 ગણિત રચનાત્મક પત્રક

 * ધોરણ-6 ગણિત રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-6 ગુજરાતી રચનાત્મક પત્રક

* ધોરણ-6 ગુજરાતી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 



Thanks - Rajendrabhai Patel

ધોરણ-7 બધા વિષય ના રચનાત્મક પત્રક સત્ર - 1

ધોરણ-7 સંસ્કૃત રચનાત્મક પત્રક

ધોરણ-7 સંસ્કૃત  રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

ધોરણ-7 હિન્દી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા

ધોરણ-7 હિન્દી  રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-7 અંગ્રેજી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા

 ધોરણ-7 અંગ્રેજી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ધોરણ-7 સામાજીક વિજ્ઞાન રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા

*  ધોરણ-7 સામાજીક વિજ્ઞાન રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

* ધોરણ-7 વિજ્ઞાન ટેકનોલોજી રચનાત્મક પત્રક

*  ધોરણ-7 વિજ્ઞાન ટેકનોલોજી  રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-7 ગણિત રચનાત્મક પત્રક

*  ધોરણ-7 ગણિત રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-7 ગુજરાતી રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા

 ધોરણ-7 ગુજરાતી  રચનાત્મક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


Thanks - Rajendrabhai Patel