✅✅✅✅✅
*ઈતિહાસમાં ૧૮ સપ્ટેમ્બરનો દિવસ*
✅✅✅✅✅✅
*વર્લ્ડ વોટર મોનિટરિંગ ડે*
સમગ્ર વિશ્વમાં પીવા અને માનવ વપરાશ માટે લાયક પાણીના સ્ત્રોતો ઘટી રહ્યા હોવાથી આ દિવસ ઉજવવાની શરૂ થઈ હતી. ૨૦૦૩માં સૌપ્રથમ અમેરિકાએ અને ૨૦૦૬થી વોટર એન્વાયરમેન્ટ ફેડરેશને આ દિવસની ઉજવણી લઈ લીધી હતી.
*પૃથ્વી-ચંદ્રની પહેલી તસવીર*
નાસાના યાન વોયેજર-1 દ્વારા વર્ષ 1977ની 18 સપ્ટેમ્બરે પૃથ્વી અને સૂર્યની એક સાથે તસવીર લેવામાં આવી હતી. સૌરમંડળના અભ્યાસ માટે પાંચમી સપ્ટેમ્બરે નાસાએ છોડેલા યાને આ યાદગાર તસવીર લીધી હતી.
*⏳⌛️હૈદરાબાદ ઘૂંટણિયે પડ્યું⌛️⏳*
વર્ષ 1948ની 18 સપ્ટેમ્બરે દક્ષિણનું હૈદરાબાદ રજવાડું ભારતીય લશ્કરના ઘૂંટણિયે પડ્યું હતું. ઓપરેશન પોલોમાં તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર પટેલે પાકિસ્તાનમાં જોડાવા માગતા નિઝામ સામે લશ્કર મોકલ્યું હતું.
એન્થ્રેક્સ એટેકની શરૂઆત
વર્ષ 2001ના સપ્ટેમ્બરમાં અમેરિકા પર ત્રાસવાદી હુમલા બાદ 18 સપ્ટેમ્બરે એન્થ્રેક્સ એટેક શરૂ થયા હતા. ઝેરીલા કેમિકલ એન્થ્રેક્સ ધરાવતા પરબિડિયાએ અમેરિકામાં પાંચ લોકોના મોત નિપજાવ્યા હતા.
1803 : બ્રિટિશરોએ મારાઠાઓ પાસેથી પુરી પર કબ્જો કાર્યો.
*1867 : પ્રખ્યાત પેન્ટર ગંગગેન્દ્રનાથ ટાગોરનો કલકત્તામાં જન્મ થયો.*
1925 : મહારાષ્ટ્રનાં નેતા પ્રાણલાલ હરકિશનદાસ વોરાનો જન્મ થયો.
*1927 : મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના થઈ.*
*1958 : પ્રખ્યાત ફિલોસોફર ડૉ. ભગવાન દાસનું અવસાન થયુ.*
*1967 : અંગ્રેજીને નાગાલેન્ડની અધિકૃત ભાષા બનાવાય.*
*☑️☑️બિંદુ ભટ્ટ☑️*
ગુજરાતી ભાષા નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને અનુવાદક છે બિંદુ બહેન ગિરધરલાલ ભટ્ટનો જન્મ તા. ૧૮/૯/૧૯૫૪ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. બાળપણથી જ કંઈક શીખવાની વૃતિ હતી. ઘરમાં બધા ગુજરાતી બોલે ત્યારે એ મારવાડી બોલે. પાછળથી તેઓ લીંબડી, અમદાવાદમાં તેમનો પરિવાર સ્થાયી થયો હતો. ગુજરાત યુનિવર્સિટી માંથી બીએ તથા હિન્દી વિષય સાથે એમ.એ પાસ થયા. અદ્યતન હિન્દી ઉપન્યાસ *‘ કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ’* વિષયપર મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ કોલેજમાં અધ્યાપન કરવાની સાથે તેમનું ગુજરાતી અને હિન્દીમાં લેખાન્કારની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ નવલકથા મીરાં યાજ્ઞિકની ડાયરી છે. ગુજરાતી નવલકથામાં કંઈક નવા કહી શકાય તેવા બે સ્ત્રી પાત્રો વચ્ચેના સજાતીય સંબંધોનું તેમાં ક્લાસભર નિરૂપણ કરવામાં આવ્યું છે.કોધથી પીડાતી એક કદરૂપી સ્ત્રી સૌદર્ય પામવા કેવી મથામણ કરે છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રસ્તૃત નવલકથાએ ઠીક ઠીક ચર્ચા પણ જગાવી છે. આ કૃતિને ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર એનાયત થયેલ છે. તેમની બીજી એક નવલકથા *‘ અખેપાતર’* ને ઈ.સ. ૨૦૦૩નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયેલ છે.
આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર એનાયત થયેલ છે. તેમણે ગુજરાતી ઉપરાંત હિન્દીમાં ; અદ્યતન હિન્દી ઉપન્યાસ’. ‘આજ કે રંગ્નાતક’ , ‘ હરિવલ્લભ ભાયાણીના ગ્રંથનો હિન્દી અનુવાદ ‘અપ્રભ્રંશ વ્યાકરણ’ , ‘ધીર્બહેન પટેલની ‘આંધળી ગલી’નો હિન્દીમાં અનુવાદ કર્યો છે.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
No comments:
Post a Comment