# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 18 September 2017

ગુજરાતનું હડપ્પીયનગર–લોથલ



ગુજરાતનું હડપ્પીયનગર–લોથલ

Kanaiyalal Nayak | September 26, 2012, 11:16 AM IST

pdf
Click here






અમદાવાદ :

(આ લેખમાં આપને ગુજરાતમાં વસેલી પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ લોથલ વિષે વિગતવાર માહિતી મેળવીશું. લોથાલના બાંધકામો, કળા અંગે રસપ્રદ વિગતો અહી આલેખવામાં આવી છે.)



લોથલ ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે.  તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું છે. જે અમદાવાદથી લગભગ 80 કિ.મી. અંતરે છે. તેનું ભૌગોલિક સ્થાન 220-310 ઉ.અ. અને 720-150 પૂ.રે. છે. પ્રાચીન સમયમાં આ સ્થળેથી દરિયો ફક્ત 5 કિ.મી. દૂર હતો. હાલમાં લગભગ 20 કિ.મી. દૂર છે.



લોથલ શબ્દનો અર્થ ભગવદ્દગોમંડળના આધારે જોવામાં આવે તો 'લોથ+અલ' થાય છે. 'લોથ' શબ્દનો અર્થ ઉપાધિ, પીડા, પાયમાલ થવું, પાયમાલ કરવું, લાશ પડવી, લાશ, મડદું, શબ, ખરાબ, મરેલું, જીવ વિનાનું, અતિશય થાકેલું, અશક્ત વગેરે થાય છે. જ્યારે 'અલ' શબ્દનો અર્થ જોઈએ તો નાના વસવાટ સૂચક શબ્દ છે. તેને પદાંત કહેવામાં આવે છે. જે પલ્લી કે આવલી પરથી ઊતરી આવેલો ગણી શકાય. પલ્લી નાના ગામ માટે વપરાતો શબ્દ છે. જ્યારે આવલી શબ્દ હારબંધ અથવા ફળિયાબંધ ગામનું સૂચન કરતો હોય છે. લોથલનું નગરઆયોજન પણ આવા પ્રકારનું છે. તેવું આધારો પરથી જણાય છે. 'લોથલ' નામકરણ મરેલા કે જ્યાંથી શબ મળતાં હોય તેવા સ્થળનો ઉલ્લેખ કરે છે અને નામ ઉત્ખનન પછી આપવામાં આવ્યું છે. તેના પ્રાચીન નામ વિશે કોઈ માહિતી મળી શકતી નથી કારણકે આ સમયની લિપિ ચિત્રલિપિ હતી જે ઉકેલી શકાઈ નથી. એટલે કે હાલનું લોથલ નામ વર્તમાન પુરાતત્વવિદો અને સંશોધકોએ આપેલ છે.



લોથલવાસીઓના મહત્વનું સ્થાપત્યકીય સ્થળ વહાણ લાંગરવાનો અહીંનો ધક્કો હતો. દરિયાઈ ઇજનેરી અને હુન્નરવિદ્યાના ક્ષેત્રે વિશ્વની સંસ્કૃતિને લોથલ(ગુજરાત અને ભારત)ની અણમોલ ઇજનેરી ભેટ ગણાય. આ ધક્કો 215 મીટર લાંબો, 38 મીટર પહોળો અને આશરે 1 મીટર ઊંડો છે.

સામાન્ય રીતે ઈ.સ. 1954ના નવેમ્બર માસમાં આ સ્થળ પુરાતત્વવિદ્ ડૉ. એસ.આર.રાવના માર્ગદર્શનમાં ઉત્ખનન કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ સ્થળના ઉત્ખનનને લગભગ 58 વર્ષ થાય છે. અહીંના ટીંબાનો ઘેરાવો 2 કિ.મી. લગભગ છે. જેની ઊંચાઈ 3.5મી છે. શરૂમાં તલમાંન લંબચોરસ છે. તેનો વિસ્તાર ક્રમે ક્રમે બધી દિશામાં થયેલો છે. વારંવાર આવતાં પૂરની સામે નગરને રક્ષણ મળી રહે તે હેતુ માટે કાચી ઈંટોની લગભગ 13 મીટર જાડી દીવાલ બાંધવામાં આવેલી. અહીં મકાનોના કુલ સાત સમૂહોના પુરાવા મળેલા, ઉપરકોટનું આયોજન સમાંતર દ્વિ-ભુજ ચતુરસ ચતુરસ્ત્ર આકારે છે. કિલ્લાની પૂર્વે ધક્કો(lock gate), દક્ષિણે વખાર અને ઉત્તર તથા પશ્ચિમે બીજા જાહેર અને ખાનગી મકાનો આવેલાં છે. બંદરેથી આયાત થયેલા માલની તપાસણી સરળતાથી થાય તે માટે વખાર, ધક્કા અને શાસકના વસવાટની નજીક આવેલી હશે. અહીંથી મકાનો, દુકાનો કે કારખાનાંના સમૂહો પ્રાપ્ત થયા છે. કાચી ઈંટની પીઠિકો વડે દરેક સમૂહનું પૂરથી રક્ષણ કરવામાં આવેલું. બજારના રસ્તાની બંને બાજુએ બે કે ત્રણ ખંડની દુકાનો અને કેટલીક વાર શ્રીમંતોના ચારથી પાંચ ઓરડા હશે અને ઓરડા માપ 6 X 3 મી. અને તેની દીવાલો 1/2 મી. જાડી હશે તેમ ત્યાંના અન્વેષણ પરથી જણાય છે.



ધક્કો



લોથલવાસીઓના મહત્વનું સ્થાપત્યકીય સ્થળ વહાણ લાંગરવાનો અહીંનો ધક્કો હતો. દરિયાઈ ઇજનેરી અને હુન્નરવિદ્યાના ક્ષેત્રે વિશ્વની સંસ્કૃતિને લોથલ(ગુજરાત અને ભારત)ની અણમોલ ઇજનેરી ભેટ ગણાય. આ ધક્કો 215 મીટર લાંબો, 38 મીટર પહોળો અને આશરે 1 મીટર ઊંડો છે. તેની અંદરની દીવાલો પાકી ઇંટો દ્વારા બાંધવામાં આવેલી મોટી ભરતી વખતે પાણીના જુવાળ સામે ટક્કર ખામી શકે તેવું મજબૂત તેનું બાંધકામ થયેલું. ઇ.સ.પૂર્વે ત્રીજી સહસ્ત્રાબદીનો આ માત્ર એક ધક્કો છે. ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં અહીંનો ધક્કો વધુ વિકસિત હતો. ઉત્તર અને દક્ષિણ બાજુએ અનુક્રમે પ્રવેશ અને નિર્ગમના માર્ગ માટેના ગાળાઓ રાખવામાં આવેલા. આ ધક્કામાં પાણીનો ભરાવો ઓછામાં ઓછો 2 મીટર અને વધુમાં વધુ ભરતી સમયે 3 થી 3.5 મીટરનો હશે તેવું અનુમાન પુરાત્વવિદોએ કરેલ છે. ભરતી વખતે વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા દક્ષિણ બાજુએ નિર્ગમદ્વાર બહાર(નીકળવાની જગ્યા) વડે કરવામાં આવતી, પાણીની સપાટી નીચી હોય ત્યારે નિર્ગમ દ્વારની બંને બાજુએ કરવામાં આવેલા ઊભા ખાંચાઓમાં લાકડાનાં પાટિયાં ગોઠવીને તે નિર્ગમ દ્વાર બંધ કરવામાં આવતાં હશે. આ વ્યવસ્થાથી પાણીનો જરૂરી સંગ્રહ રાખવામાં આવતો હશે. આથી વહાણોને તરતાં રાખી શકાતાં જેથી સપાટી 2 મીટર જેટલી હશે ત્યારે 75 ટન વજનનાં વહાણ ધક્કામાં પ્રવેશી શકતા હશે. મુંબઈ અને વિશાખાપટ્ટનમના આધુનિક ધક્કાઓ કરતાં પણ લોથલનો ધક્કો ઘણો મોટો હતો. ઇ.સ. પૂર્વે 1900 આસપાસ પૂરના કારણે વિનાશ થયો હશે તેમ પુરાતત્વવિદ્દોએ અનુમાન કરેલું.



મકાનો: ગટરવ્યવસ્થા અને સ્વચ્છતા



પુરાત્વવિદોને મળેલા પુરાવાના આધારે રહેણાક મકાનોના આયોજનનો ખ્યાલ આવે છે. અહીં જાહેર સ્વચ્છતાનો પૂરેપૂરો ખ્યાલ રખાયેલો હશે તેમ જણાય છે. રહેણાક મકાનોનું સ્નાનખંડોનું ગંદુ પાણી ખાનગી નીક દ્વારા જાહેર ગટરોમાં અથવા ખાળકૂવાઓમાં વહી જતું હશે. જ્યાં, ખાળકૂવાની વ્યવસ્થા ન હોય ત્યાં નળિયામાં કાણાવાળી ખાળકોઠી જમીનમાં દાટવામાં આવતી. ગંદુ પાણી તેમાં થઈને જમીનમાં જતું હશે અને શોષાતું હશે. આ પરંપરા આજે પણ ગામડાં અને શહેરોમાં જોવા મળે છે.



માર્ગો



અહીંના રસ્તાઓ આયોજનબદ્ધ, એક બીજાને કાટખૂણે છેદતાં અને એક સાથે બે વાહનો પસાર થઇ શકે એટલા પહોળા- સીધા  હતા. ધોરીમાર્ગો મુખ્ય દિશામાં જતા. સૌથી લાંબો માર્ગ મુખ્ય બજારનો હશે. જે લગભગ 4.5 મીટર પહોળો હતો.



હુન્નર અને કળા



અહીંના લોકોએ વિવિધ હુન્નરો અને કળાક્ષેત્રે ઘણી સિદ્ધિ મેળવી પ્રગતિ કરી હતી. શિલ્પકામ, કુંભારકામ, ધાતુવિદ્યા, સોના-ચાંદીના દાગીનાનાં નકશીકામમાં પણ તેમની સિદ્ધિનાં દર્શન થાય છે. કાંસાના ઢાળાનું કામ વિખ્યાત હતું. કૂતરાની આકૃતિઓ, પક્ષીનું મસ્તક ધરાવતી સળી, એક સસલું અને કૂકડાની તાંબામાંથી બનાવેલી આકૃતિ પણ મળેલી. પૂર્ણમર્તકલા માટે માટીનો વપરાશ હતો. માટીમાંથી ઘડેલાં પુરુષ-સ્ત્રી અને પશુઓનાં શિલ્પ પણ અહીંથી ઉત્ખનન દરમિયાન મળેલાં. સ્ત્રીઓનાં શિલ્પો ઘણાં ઘાટીલાં હતાં.



લોથલમાંથી મળી આવેલી મુદ્રાઓમાં સૂક્ષ્મ નકશીકામકળા જોવામાં આવેલી છે. મુદ્રાઓ ઉપર અનેક પ્રકારનાં પ્રાણીઓની આકૃતિઓનું અંકન પણ થયેલું. લગભગ 200 જેટલા મુદ્રાઓ અને મુદ્રાંકો મળેલા છે. તેમાં કોઈ પણ પર માનવ આકૃતિ જણાઈ નથી.

માથું પશુનું અને શરીર માનવનું હોય એવી મિશ્ર આકૃતિઓ પણ મળેલી. પશુ આકૃતિઓમાં ગેંડા, વૃષભ, ગાય, ઘેટું, ઘોડો, ભૂંડ, કૂતરો અને ગોરિલાની આકૃતિઓ પણ મહત્વની ગણાય છે. માટીના અવશેષ લાલ અને બદામી રંગના છે. જામ, ચાંચવાળો પ્યાલો(beaker), રકાબી, ઘોડીવાળી રકાબી, ગોળાકાર કલેવરની કે 'ડ' ઘાટની બરણી, થાળી, તગારું, છિદ્રિત કાન ધરાવતો પ્યાલો, ઊંચી નળાકાર છિદ્રાળું બરણી જેવાં વાસણો પણ મળેલાં. ઉપરાંત અબરખવાળાં લાલ મૃત્પત્રો પણ મળેલાં છે. કેટલાંક વાસણો પર ચિત્રકામ જોવા મળે છે. લોથલમાંથી મળી આવેલી મુદ્રાઓમાં સૂક્ષ્મ નકશીકામકળા જોવામાં આવેલી છે. મુદ્રાઓ ઉપર અનેક પ્રકારનાં પ્રાણીઓની આકૃતિઓનું અંકન પણ થયેલું. લગભગ 200 જેટલા મુદ્રાઓ અને મુદ્રાંકો મળેલા છે. તેમાં કોઈ પણ પર માનવ આકૃતિ જણાઈ નથી.



આભૂષણો અને ઘરેણાં



અહીંના લોકો આભૂષણો ધારણ કરવાના ખૂબ જ શોખીન હતા. કંઠહાર, લટકણિયાં, વાળીઓ, વીંટીઓ, વલયો અને બંગડી જેવાં આભૂષણો પણ મળેલાં. આભૂષણોમાં મોતીનો વપરાશ વધુ હતો. અર્ધકિંમતી પથ્થરો, સોનું, તાંબું, સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી મણકા બનવાવમાં આવતાં. મણકા બનાવવાના કારખાનાની ઓરડીના પુરાવા પણ મળેલા. સોનાના મણકા સૂક્ષ્મ કલા-કારીગરીના ઉત્તમ નમૂનારૂપ છે. કેટલાક મણકા લંબાઈમાં 0.12 સે.મી.થી પણ નાના છે, છતાં મજબૂત છે.

No comments:

Post a Comment