# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 18 September 2017

લોથલ

લોથલ
pdf
Click here

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે ૨૪૫૦થી ૧૯૦૦ સુધીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે ૨૩૫૦માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.

લોથલ


લોથલમાં ગટર વ્યવસ્થાના બાકી રહેલ અવશેષો



Shown within Gujarat



Shown within Gujarat

સ્થાન

સરગવાલા, ગુજરાત, ભારત

અક્ષાંસ-રેખાંશ

22°31′17″N 72°14′58″E / 22.52139°N 72.24944°E

પ્રકાર

રહેઠાણ

ઇતિહાસ

સ્થાપના

આશરે ઇ.સ. પૂર્વે ૩૭૦૦

સંસ્કૃતિઓ

સિંધુ ખીણની સંસ્કૃતિ

સ્થળની વિગતો

ખોદકામ તારીખ

૧૯૫૫–૧૯૬૦

સ્થિતિ

ખંડેર

માલિકી

જાહેર

સંચાલન

ભારતીય પુરાતત્વ ખાતું

જાહેર પ્રવેશ

હા


જાણો, લોથલ શહેર વિષે, જે ઘરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા…

Posted on June 29, 2017 by JanvaJevu in ટુરીસમ with 0 Comments



સૌથી જૂની પ્રાચીન સભ્યતા આપણા ગુજરાતના લોથલ માં આવેલ છે. આ અમદાવાદ જીલ્લાના ભાલ વિસ્તારમાં આવેલ ‘સરગવાળા’ શહેરમાં લોથલ ગામ આવેલ છે. લોથલ સભ્યતાની શોધ વર્ષ ૧૯૫૪ના નવેમ્બર માસમાં થઇ હતી.

આની શોધ ‘એસ.આર.રાવ’ નામના વ્યક્તિએ કરી હતી. સામાન્ય રીતે લોથલ શબ્દનો અર્થ ‘મૃત્યુ પામેલા લોકો’ થાય છે. ઇતિહાસ પ્રેમીઓ માટે આ પ્રાચીન સ્થળની મુલાકાત લેવી જ જોઈએ છે. લોથલને સૌથી પ્રાચીન સભ્યતા માનવામાં આવે છે.

જો સિંધુ સભ્યતાનું સ્થાન ભારતમાં કોઈ જગ્યાએ આવેલ હોય તો તે છે લોથલ. હડપ્પા કાલીન સ્થળ પણ લોથલમાં સ્થિત છે. આ સ્થળે તમને બહુમુલ્ય કીમતી પથ્થરો સરળતાથી ઉપલબ્ધ થશે. સિંધુ ખીણની સંસ્કૃતિ વખતના મહત્ત્વના નગરો પૈકીનું એક નગર લોથલ છે.



અહીંથી જહાજી આવન-જાવનના પુરાવા મળી આવ્યા છે. અહીંથી સંભવત ઘરેણા, વસ્ત્રો, ધાતુ વગેરેની નિકાસ થતી હતી. અહીં રહેલા લોકોનો ઘંધો ઈજીપ્ત સુધી ફેલાયેલ હતો એવા પુરાવા મળ્યા છે. ભારતમાં જેટલો સમય બદરગાહ નો થયો તેટલો જ સાડા ચાર હજાર વર્ષ પહેલા જગતમાં કેટલાક બંદરોનો દબદબો હતો, તેમાં લોથલનો સમાવેશ થાય છે.

લોથલ નગર સંપૂર્ણપણે ચાર દીવાલોથી ઘેરાયેલ છે. આ ચાર દીવાલોની અંદર બધા જ પ્રકારની આજે પણ સંરચનાઓ પ્રાપ્ત થાય છે. અહી એક મ્યુઝીયમ પણ છે જેમાં જવા પર ફક્ત પાંચ રૂપિયાની ટીકીટ લેવી પડે છે.



આની અંદર તમને અહીં ખોદકામ કરતા મળેલ તમામ વસ્તુઓ છે, જેમકે હાથીના દાંત, ઘુડ (માટી), બેશકિમતી પથ્થરો, પારાથી બનેલ આભૂષણો, સોનાના હારના ચિત્રો, તાંબાથી બનેલ ઓજારો, માછલી પકડવાના કાંટા, તીર, પીરામીડની મુદ્રાઓ, માટીના વાસણો, રમકડાઓ, બંગડીઓ, શતરંજના મોહરો જેવી આકૃતિઓ અને સળગેલી ઈંટ વગેરે વસ્તુઓ રાખેલ છે.

મોહનજો દડો સભ્યતાની જેમ જ અહીના ઘરો પણ સ્નાનાગાર અને નળિયાથી બનેલ છે. જોકે થોડા સમય બાદ નદીનો રસ્તો બદલાવવા ના કારણે અને સમુદ્રમાં થયેલ તબાહીને કારણે આ શહેર મડદા (ડેડ બોડી) માં પરાવર્તિત થઇ ચુક્યું છે.






No comments:

Post a Comment