# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

ભીમબેટકાની ખડક ગુફાઓ

ભીમબેટકાની ખડક ગુફાઓ

આ ગુફાઓ, ભોપાલથી હોશંગાબાદ તરફના રસ્તે ૪૫ કી.મી. દૂર આવેલી છે. મુલાકાતીઓને બારેક જેટલી ગુફાઓ જોવા મળે છે. ગુફાઓ ગાઢ જંગલમાં છે, ગુફાઓને નંબર આપેલા છે, એટલે જંગલમાં ખોવાઈ જવાય એવું નથી. આ ગુફાઓ ૧૯૫૭માં મળી આવી હતી.  અહીં લાખો વર્ષ પહેલાં માણસ રહેતા હોવાના પુરાવા મળ્યા છે. આશરે ૩૦૦૦૦ વર્ષ પહેલાં દોરેલાં ચિત્રો અહીં જોવા મળે છે, એમાં ડાન્સ, શિકાર, સૈનિકો, પ્રાણીઓની લડાઈ, હાથી સવારી વગેરેનાં રંગીન ચિત્રો છે. હજારો વર્ષ પસાર થયા છતાં, આ ચિત્રો નાશ નથી પામ્યાં, એ તે વખતના લોકોની વનસ્પતિ, પત્થર અને ધાતુમાંથી રંગ બનાવવાની કલા કેટલી વિકસિત હતી, તે બતાવે છે. ગુફાની નજીક એક મંદિર છે. આ ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં છે. અહીં ભીમની બેઠક હતી, એટલે તે ભીમબેટકા કહેવાય છે. તસ્વીરો ગુગલ વેબસાઈટ પરથી લીધી છે.  (૧) ગુફાનું પ્રવેશદ્વાર (૨) ગુફા (૩)(૪)(૫) ખડક પર હજારો વર્ષ જૂનાં ચિત્રો










No comments:

Post a Comment