# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 5 January 2018

વાસુદેવ બલવંત ફડકે जन्म- 4 नवम्बर, 1845 ई. 'महाराष्ट्र' तथा मृत्यु- 17 फ़रवरी, 1883 ई. 'अदन'

વાસુદેવ બલવંત ફડકે



વાસુદેવ બળવંત ફળકે

સ્વતંત્રતાની ચળવળના વિરલાઓ-1



*પ્રિયદર્શી દત્તા



1970ના દાયકાના મધ્યભાગમાં એક ગોરો વાન અને સુદ્રઢ બાંધો ધરાવતો 30 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો યુવાન પૂનાની ગલીઓમાં થાળી અને વેલણ વગાડીને ફરતો હતો. થાળી ઉપર વેલણ પછાડતાં તે પોતાના આગામી પ્રવચનની જાહેરાત કરતો હતો અને કહેતો કે “તમામ લોકોએ શનિવાર-વાડા મેદાન ખાતે સાંજે આવવાનું છે“ તે પછી તે કહેતો કે “આપણો દેશ આઝાદ થવો જોઈએ અને અંગ્રેજોને હાંકી કાઢવા જોઈએ. તેમને હાંકી કાઢવાના માર્ગો અને સાધનો વિશે હું મારા પ્રવચનમાં વાત કરીશ.“

આ વ્યક્તિનું નામ હતું વાસુદેવ બળવંત ફળકે. તે પૂનાની મિલિટ્રી ફાયનાન્સ ઓફિસનો કર્મચારી હતો. તા.4 નવેમ્બર, 1845ના રોજ શીરડોન (થાણા જિલ્લા) ખાતે તેનો જન્મ થયો હતો. તેનો પરિવાર કોંકણ નજીકના એક નાનકડા ગામ કેલશીથી આવતો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી જે કેટલાક પહેલા સ્નાતકો બહાર પડ્યા તેમાં તેનો સમાવેશ થતો હતો. 1865માં મુંબઈ આવતા પહેલા તેણે કેટલીક સરકારી સંસ્થાઓમાં કામ કર્યું હતું. આ સંસ્થાઓમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને મુંબઈ ખાતેની કમિશ્નરેટ એક્ઝામિનર્સ ઓફિસનો સમાવેશ થતો હતો. આવી વ્યક્તિ સરકાર વિરોધી પ્રચાર કરે તે માન્યામાં આવે નહીં તેવી વાત હતી, પરંતુ તે આવી વાતો ધોળે દિવસે કરતો હતો. એ વખતે બ્રિટીશરોને દેશમાંથી હટાવવાની વાત કરતી તે એકમાત્ર વ્યક્તિ હતી. એ સમયે પશ્ચિમ ભારતના ઉમદા જાહેર જીવનમાં બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન અને પૂના સાર્વજનિક સભા વગેરે સ્થળોનો સમાવેશ થતો હતો અને ત્યાં પણ માત્ર બંધારણિય રાજકારણ અંગેની વાતો થતી હતી.

પૂનામાં તેણે જે પ્રવચનો કર્યા તેનાથી ભારે હલચલ મચી ગઈ. લોકો તેને સાંભળવા માટે ઉમટી પડતા હતા. તેણે દર રવિવારે પનવેલ, પલાસ્પે, કાસગાંવ અને નારસોબાચી વાડીથી પ્રવચનો કરીને લોકોને સંબોધવાની શરૂઆત કરી હતી. દેખીતી બાબત એ હતી કે ભારતમાં આ પ્રકારે રાજકિય પ્રચાર કરનાર તે પ્રથમ વ્યક્તિ હતી. તેના પ્રવચનોથી કોઈ ધાર્યું પરિણામ મળ્યું નહીં અને તેની અપેક્ષા હતી તે પ્રમાણે કોઈએ બળવો કર્યો નહીં. ત્યારબાદ તેણે જાહેર પ્રવચનો આપવાનું બંધ કર્યું. તેણે એક ગુપ્ત સંસ્થાની સ્થાપના કરી. તે અવારનવાર અખાડા અથવા તો સ્થાનિક જીમ્નેશિયમમાં જતો અને પોતાનો બાંધો કેળવતો હતો. પૂના એ સમયે મરાઠા ઈતિહાસને કારણે જાણીતું હતું. તોરણા અને પ્રચંડ ઘાટ એ શિવાજીએ આ વિસ્તારમાં કબજે કરેલા પ્રથમ કિલ્લાઓ હતા. આ કિલ્લાઓ શહેરથી ખાસ દૂર ન હતા. ફળકેએ પૂના નજીક ગુલ ટેકરી હીલ ખાતે શારીરિક  તાલીમની શિબિર શરૂ કરી.

એક સુસંગઠીત ક્રાંતિકારી સંગઠન રચવાની બાબતને ફળકેએ અગ્રતા આપી. તેણે 4 જૂથોની રચના કરી. એમાંનું પહેલુ ગ્રુપ તેમના શિક્ષકોને જાણ ન થાય તે રીતે શાળાની બહાર ગુપ્ત સ્થળોએ વિદ્યાર્થીઓની બેઠકો યોજતું હતું. આ બેઠકોમાં ફળકેની સંસ્થાનો પ્રવક્તા વિદ્યાર્થીઓને આઝાદીનો સંદેશો આપતા હતા. બીજા જૂથમાં એક હરતા ફરતા બેન્ડનો સમાવેશ થતો હતો, જે શહેરમાં ઘૂમીને સવારે દેશભક્તિના ગીતો રજૂ કરતું હતું. ત્રીજુ જૂથ સાંજે બ્રિટીશ શાસન અંગે કટાક્ષ કરતા ગીતો ગાતું હતું અને લોકોની વેદના વ્યક્ત કરતું હતું. ચોથા અને સૌથી મહત્વના ગ્રુપમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હાથ ધરનાર લોકોનો સમાવેશ કરાયો હતો. ફળકેએ સંદેશા વ્યવહારની એક નવી પધ્ધતિ શોધી કાઢી હતી. તેણે લોકોને લાગણી અને આધ્યાત્મની ભાવના સાથે જોડીને તેમનામાં પડેલી દેશભક્તિની ભાવના જગાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બધી ઘટનાઓ દ્વારા ફળકેએ પોતાની જાતને આઝાદીની લડતમાં પાયોનિયર પૂરવાર કરી હતી. તેમણે તિલક, લાલા લજપતરાય અને બિપીનચંદ્ર પાલની પહેલા દેશભક્તિની એક જાહેર સંસ્કૃતિ વિકસાવી હતી. એ પછી 1876-77માં મહારાષ્ટ્રમાં મોટો દુષ્કાળ પડ્યો. તેમણે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી અને ત્યાં થયેલો વિનાશ જાતે જોયો. તેમણે લોકોની હાલત માટે બ્રિટીશ રાજની નીતિઓને જવાબદાર ગણાવી અને તેનામાં ક્રાંતિ કરવા માટેની ભાવના સતત સબળ બનતી ગઈ.

અહીં પણ તેણે પોતાને  ભારતીય ક્રાંતિના પિતામહ તરીકેનું પાયોનિયર સ્થાન પ્રાપ્ત કર્યું. તા.20 ફેબ્રુઆરી, 1879ના રોજ ઢળતી રાત્રે ફળકે અને વિષ્ણુ ગદરે, ગોપાલ સાઠે, ગણેશ દેવધર અને ગોપાલ હરી કર્વે જેવા લોકોએ મળીને પૂનાની ઉત્તરે આવેલા લોનીમાં બહારની જગાએ 200 વ્યક્તિઓનું એક દળ ઊભું કર્યું. સંભવત: ભારતનું આ પ્રથમ ક્રાંતિકારી સૈન્ય હતું. ફળકે એ સમજાવ્યું કે બળવો કરવા માટે લૂંટફાટ કરવી જરૂરી છે. તેણે કહ્યું કે પોતાનું ઘર છોડવાનો અને ચળવળમાં સામેલ થવાનો સમય આવી ગયો છે. આ પ્રસંગે તેણે આપેલા પ્રવચનમાં કહ્યું કે  “આપણે પોલીસ અને સરકાર સામે લડત કરવાની છે.“

આ બધા સમય દરમિયાન તે ખૂબ જ જોખમી જીવન જીવી રહ્યો હતો. નાણાં અને શસ્ત્રો એકઠા કરવા માટે  ફળકેના જૂથે મુંબઈની નજીકમાં અને ત્યારબાદ કોંકણ વિસ્તારમાં હિંમતભરી કેટલીક લૂંટો કરી. આ કારણે બ્રિટીશરોની કરોડરજ્જુ સમસમી ગઈ હતી. ફળકેનું નામ લેતા જ સમગ્ર  વિસ્તારમાં ભયનું એક લખલખું  અને પ્રેરણા પ્રસરી જતી હતી.   મે 1879માં ફળકેએ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિઓ સામે લડવાની પ્રસિદ્ધ ઘોષણા કરી અને અને બ્રિટીશરોને  ચેતવણી આપી. આ ઘોષણાની નકલો ગવર્નર, કલેક્ટરો અને સરકારી ઓફિસરોને ટપાલથી મોકલવામાં આવી. આનાથી દેશભરમાં એક સનસનાટી મચી ગઈ. આ  બળવાને કારણે બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદ મઠ નવલકથા (1882)માં જે પ્લોટની વાત કરી હતી તેને આડકતરી રીતે બદલવો પડ્યો હતો તેવું કહેવામાં આવે છે.

તા.3 જૂન 1879ના ધ ટાઈમ્સમાં ફળકેના અભિગમ વિશે એક લાંબો તંત્રી લેખ લખવામાં આવ્યો. આ લેખમાં સરકારને  લોકોમાં વ્યાપેલા અસંતોષને દૂર કરવા  અને જમીન અંગેની નીતિઓ સુધારવાની સલાહ આપવામાં આવી હતી. બ્રિટીશ લોકો આમ છતાં તેમની પક્કડ મજબૂત કરતા જતા હતા. ફળકેની ટૂંકી કારકીર્દિ લગભગ પૂરી થવા આવી હતી. તે મહારાષ્ટ્રથી આંધ્રપ્રદેશમાં કુર્નૂલ જિલ્લામાં આવેલા શૈલમલ્લિકાર્જુન નામના જ્યોતિર્લીગ જવા નિકળ્યો હતો. તેની આત્મકથાનો બીજો ભાગ તા.25 એપ્રિલ 1879ના રોજ પૂરો થયો હતો. તેણે નિષ્ફળ જવા બદલ ભારતના તમામ લોકોની માફી માગી હતી. આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ તે છત્રપતિ શિવાજીની જેમ પોતાની જાતનું બલિદાન આપવા માગતો હતો, પણ ત્યાંના પૂજારીએ તેને આવુ કરતા રોક્યો.

તેણે નિઝામના દળમાં રોહિલા, શીખ અને આરબોમાં નવી ક્રાંતિ ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તેના દૂતો ભારતના વિવિધ ભાગોમાં મોકલ્યા, પરંતુ તેના આયોજનો સફળ થયા નહીં. તા.20 જુલાઈ, 1879ના રોજ દેવર નવાગડી ખાતે તેની ધરપકડ પછી તેની ચળવળનો અંત આવ્યો.

પૂનાની ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા કરી. ત્યાં ભેગા થયેલા લોકોએ ફળકેની તરફેણમાં ગૌરવ અને રોષ સાથે સૂત્રોચ્ચાર કર્યો. જેલમાં હતો તે દરમિયાન તેને ટ્યૂબરક્લોસીસ (ટીબી) થયો હોવાનું જણાયું. એ દિવસોમાં આ રોગની કોઈ દવા નહોતી. ફળકેએ આજીવન સજાના બદલે મરવાનું પસંદ કર્યું. તમે આઝાદીના એક લડવૈયા પાસે આથી વધુ શું અપેક્ષા રાખી શકો? તા.17 ફેબ્રુઆરી, 1883ના રોજ 37 વર્ષની ઉંમરે તેનું મોત આવી પહોંચ્યું. મહારાષ્ટ્રમાં વીર સાવરકરનો જન્મ જે વર્ષે થયો તેના એક વર્ષ પછી ફળકે મૃત્યુને  ભેટ્યા હતા.

***

ફળકેની ક્રાંતિકારી કારકીર્દિ ટૂંકી હશે, પણ ભારતની આઝાદી માટે સશસ્ત્ર ચળવળનો માર્ગ સૌ પ્રથમ ફળકેએ બતાવ્યો હતો.

* લેખક સ્વતંત્ર સંશોધક અને કોમેન્ટેટર છે. આ લેખમાં દર્શાવેલા અભિપ્રાયો તેમના વ્યક્તિગત છે.


( એવું કહેવાય છે કે અંગ્રેજ સરકારના ખજાના લુંટી શસ્ત્રોની વ્યસ્થા કરવાની પ્રેરણા. ૧૯૦૦  પછીના ક્રાન્તિકારીઓને વાસુદેવ બળવંત ફડકે પાસેથી મળી હતી. )     મહારાષ્ટ્રના આ વીર શહીદને મહારાષ્ટ્રમાં તો ખોબલે ખોબલે વધાવે છે. અન્ય પ્રાન્તોની યુવા પેઢી કદાચ આ નામથી અપરિચીત હશે એવું બને. મહારાષ્ટ્રના કુલાબા જીલ્લાના ( હાલ રાયગઢ જીલ્લો ) શીરડોન  નામે એક નાનું એવું ગામડું છે. ત્યાં આ વીરપુરૂષનું જન્મસ્થાન છે. ( આજે પણ એ નાનું ગામડું જ છે. હું પનવેલમાં રહું છું. પનવેલથી ગોવા રોડપર ચડો એટલે  ૬  કે  ૭ કીલોમિટર થાય. મે તેમના ઘરની મુલાકાત લીધી છે. ઘર બંધ હાલતમાં છે પણ ગામનો કોઇ પણ માણસ, પુછો એટલે ગર્વથી બતાવે છે. )

એકલે હાથે ક્રાન્તિની અલખ જગાવી હતી ,પોતાના વિસ્તારમાં યુવાનોને જાગૃત કર્યા, તેમની મિટીંગમાં છત્રપતિ શીવાજીનો ફોટો કાયમ રહેતો, ક્યારેક ક્યારેક શ્રી લોકમાન્ય તિલક પણ તેમની મિટીંગમાં હાજરી આપતા. શસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર ઉભી થતી એટલે પુનાના માલેતુજાર રઇશોને ત્યાં લૂંટ કરવી પડતી. પુનાના ઘામોરી ગામે એક વાર લૂંટ કરી હતી. પુનાની બુધવાર પેઠમાં આવેલા સરકારી દફ્તરો પર છાપા મારતા. વિશ્રામ બાગપાડાના સરકારી દફ્તરો લૂંટી આગ લગાવી દીધી હતી.

અંગ્રેજ સરકારે તેમને પકડવા માટે  ૫૦,૦૦૦ રુપિયાનું ઇનામ જાહેર કરેલું ( ૧૮૮૦ ના સમયના

આટલા રુપિયાની આજે કેટલી કિંમત થાય ? ) બદલામાં વાસુદેવ બલવંત ફડકેએ વળતા પોસ્ટરો લગાવીને અંગ્રેજ ગવર્નર રીચર્ડ ટેમ્પલનું માથું વાઢીને લાવી આપે તેને રુપિયા ૭૫,૦૦૦ નું ઇનામ બહાર પાડ્યું. ( હતા ને ભડવીર ? )

૨૦-૯-૧૮૭૯ ને દિવસે દગાથી વિજાપુરમાં ધરપકડ થઇ ગઇ. અને એડન જેલમાં કાળાપાણીની સજા માટે મોકલી દેવાયા. જેલના અત્યાચારોથી બીમાર પડ્યા અને તા. ૧૭-ફેબ્રુઆરી ૧૮૮૩ ના રોજ શહીદીને વર્યા.

આ બધા એકલવીર બહાદુરો હતા. ભિખ માગીને શસ્ત્રો ન ખરીદાય. આઝાદીની લડત માટે બધું વર્જ્ય. ઘેટાં બકરાના ટોળાઓ ભેગા કરી આઝાદી ન મળે.આવી દૃઢ માન્યતા સાથે કફન બાંધીને નીકળી પડેલા વિરો હતાં.



वासुदेव बलवन्त फड़के
वासुदेव बलवन्त फड़के
पूरा नामवासुदेव बलवन्त फड़के
जन्म4 नवम्बर, 1845 ई.
जन्म भूमिशिरढोणे गांव, रायगड ज़िलामहाराष्ट्र
मृत्यु17 फ़रवरी1883 ई.
कर्म भूमिभारत
प्रसिद्धिस्वतंत्रता सेनानी
नागरिकताभारतीय
अन्य जानकारीदेश के लिए अपनी सेवाएँ देते हुए 1879 ई. में फड़के अंग्रेज़ों द्वारा पकड़ लिये गए और आजन्म कारावास की सज़ा देकर इन्हें अदन भेज दिया गया। यहाँ पर फड़के को कड़ी शारीरिक यातनाएँ दी गईं। इसी के फलस्वरूप 1883 ई. को इनकी मृत्यु हो गई।
अद्यतन‎
वासुदेव बलवन्त फड़के (अंग्रेज़ी:Vasudev Balwant Phadke, जन्म- 4 नवम्बर, 1845 ई. 'महाराष्ट्र' तथा मृत्यु- 17 फ़रवरी, 1883 ई. 'अदन') ब्रिटिश सरकारके विरुद्ध सशस्त्र विद्रोह का संगठन करने वाले भारत के प्रथम क्रान्तिकारी थे। वासुदेव बलवन्त फड़के का जन्म महाराष्ट्र के रायगड ज़िले के 'शिरढोणे' नामक गांव में हुआ था। फड़के ने 1857 ई. की प्रथम संगठित महाक्रांति की विफलता के बाद आज़ादी के महासमर की पहली चिंंनगारी जलायी थी। देश के लिए अपनी सेवाएँ देते हुए 1879 ई. में फड़के अंग्रेज़ों द्वारा पकड़ लिये गए और आजन्म कारावास की सज़ा देकर इन्हें अदन भेज दिया गया। यहाँ पर फड़के को कड़ी शारीरिक यातनाएँ दी गईं। इसी के फलस्वरूप 1883 ई. को इनकी मृत्यु हो गई।

परिचय

वासुदेव बलवन्त फड़के बड़े तेजस्वी और स्वस्थ शरीर के बालक थे। उन्हें वनों और पर्वतों में घूमने का बड़ा शौक़ था। कल्याण और पूना में उनकी शिक्षा हुई। फड़के के पिता चाहते थे कि वह एक व्यापारी की दुकान पर दस रुपए मासिक वेतन की नौकरी कर लें और पढ़ाई छोड़ दें। लेकिन फड़के ने यह बात नहीं मानी और मुम्बई आ गए। वहाँ पर जी.आर.पी. में बीस रुपए मासिक की नौकरी करते हुए अपनी पढ़ाई जारी रखी। 28 वर्ष की आयु में फड़के की पहली पत्नी का निधन हो जाने के कारण इनका दूसरा विवाह किया गया।

व्यावसायिक जीवन

विद्यार्थी जीवन में ही वासुदेव बलवन्त फड़के 1857 ई. की विफल क्रान्ति के समाचारों से परिचित हो चुके थे। शिक्षा पूरी करके फड़के ने 'ग्रेट इंडियन पेनिंसुला रेलवे' और 'मिलिट्री फ़ाइनेंस डिपार्टमेंट', पूना में नौकरी की। उन्होंने जंगल में एक व्यायामशाला बनाई, जहाँ ज्योतिबा फुले भी उनके साथी थे। यहाँ लोगों को शस्त्र चलाने का भी अभ्यास कराया जाता था। लोकमान्य तिलक ने भी वहाँ शस्त्र चलाना सीखा था।

गोविन्द रानाडे का प्रभाव

1857 की क्रान्ति के दमन के बाद देश में धीरे-धीरे नई जागृति आई और विभिन्न क्षेत्रों में संगठन बनने लगे। इन्हीं में एक संस्था पूना की 'सार्वजनिक सभा' थी। इस सभा के तत्वावधान में हुई एक मीटिंग में 1870 ई. में महादेव गोविन्द रानाडे ने एक भाषण दिया। उन्होंने इस बात पर बल दिया कि अंग्रेज़ किस प्रकार भारत की आर्थिक लूट कर रहे हैं। इसका फड़के पर बड़ा प्रभाव पड़ा। वे नौकरी करते हुए भी छुट्टी के दिनों में गांव-गांव घूमकर लोगों में इस लूट के विरोध में प्रचार करते रहे।

माता की मृत्यु

1871 ई. में एक दिन सायंकाल वासुदेव बलवन्त फड़के कुछ गंभीर विचार में बैठे थे। तभी उनकी माताजी की तीव्र अस्वस्थता का तार उनको मिला। इसमें लिखा था कि 'वासु' (वासुदेव बलवन्त फड़के) तुम शीघ्र ही घर आ जाओ, नहीं तो माँ के दर्शन भी शायद न हो सकेंगे। इस वेदनापूर्ण तार को पढ़कर अतीत की स्मृतियाँ फ़ड़के के मानस पटल पर आ गयीं और तार लेकर वे अंग्रेज़अधिकारी के पास अवकाश का प्रार्थना-पत्र देने के लिए गए। किन्तु अंग्रेज़ तो भारतीयों को अपमानित करने के लिए सतत प्रयासरत रहते थे। उस अंग्रेज़ अधिकारी ने अवकाश नहीं दिया, लेकिन वासुदेव बलवन्त फड़के दूसरे दिन अपने गांव चले आए। गांव आने पर वासुदेव पर वज्राघात हुआ। जब उन्होंने देखा कि उनका मुंह देखे बिना ही तड़पते हुए उनकी ममतामयी माँ चल बसी हैं। उन्होंने पांव छूकर रोते हुए माता से क्षमा मांगी, किन्तु अंग्रेज़ी शासन के दुव्यर्वहार से उनका हृदय द्रवित हो उठा।

सेना का संगठन

इस घटना के वासुदेव फ़ड़के ने नौकरी छोड़ दी और विदेशियों के विरुद्ध क्रान्ति की तैयारी करने लगे। उन्हें देशी नरेशों से कोई सहायता नहीं मिली तो फड़के ने शिवाजी का मार्ग अपनाकर आदिवासियों की सेना संगठित करने की कोशिश प्रारम्भ कर दी। उन्होंने फ़रवरी 1879 में अंग्रेज़ों के विरुद्ध विद्रोह की घोषणा कर दी। धन-संग्रह के लिए धनिकों के यहाँ डाके भी डाले। उन्होंने पूरे महाराष्ट्र में घूम-घूमकर नवयुवकों से विचार-विमर्श किया, और उन्हें संगठित करने का प्रयास किया। किन्तु उन्हें नवयुवकों के व्यवहार से आशा की कोई किरण नहीं दिखायी पड़ी। कुछ दिनों बाद 'गोविन्द राव दावरे' तथा कुछ अन्य युवक उनके साथ खड़े हो गए। फिर भी कोई शक्तिशाली संगठन खड़ा होता नहीं दिखायी दिया। तब उन्होंने वनवासी जातियों की ओर नजर उठायी और सोचा आखिर भगवान श्रीराम ने भी तो वानरों और वनवासी समूहों को संगठित करके लंका पर विजय पायी थी। महाराणा प्रताप ने भी इन्हीं वनवासियों को ही संगठित करके अकबर को नाकों चने चबवा दिए थे। शिवाजी ने भी इन्हीं वनवासियों को स्वाभिमान की प्रेरणा देकर औरंगज़ेब को हिला दिया था।

ईनाम की घोषणा

महाराष्ट्र के सात ज़िलों में वासुदेव फड़के की सेना का ज़बर्दस्त प्रभाव फैल चुका था। अंग्रेज़ अफ़सर डर गए थे। इस कारण एक दिन मंत्रणा करने के लिए विश्राम बाग़ में इकट्ठा थे। वहाँ पर एक सरकारी भवन में बैठक चल रही थी। 13 मई, 1879 को रात 12 बजे वासुदेव बलवन्त फड़के अपने साथियों सहित वहाँ आ गए। अंग्रेज़ अफ़सरों को मारा तथा भवन को आग लगा दी। उसके बाद अंग्रेज़ सरकार ने उन्हें ज़िन्दा या मुर्दा पकड़ने पर पचास हज़ार रुपए का इनाम घोषित किया। किन्तु दूसरे ही दिन मुम्बई नगर में वासुदेव के हस्ताक्षर से इश्तहार लगा दिए गए कि जो अंग्रेज़ अफ़सर 'रिचर्ड' का सिर काटकर लाएगा, उसे 75 हज़ार रुपए का इनाम दिया जाएगा। अंग्रेज़ अफ़सर इससे और भी बौखला गए।

गिरफ़्तारी

1857 ई. में अंग्रेज़ों की सहायता करके जागीर पाने वाले बड़ौदा के गायकवाड़ के दीवान के पुत्र के घर पर हो रहे विवाह के उत्सव पर फड़के के साथी दौलतराम नाइक ने पचास हज़ार रुपयों का सामान लूट लिया। इस पर अंग्रेज़ सरकार फड़के के पीछे पड़ गई। वे बीमारी की हालत में एक मन्दिर में विश्राम कर रहे थे, तभी 20 जुलाई, 1879 को गिरफ़्तार कर लिये गए। राजद्रोह का मुकदमा चला और आजन्म कालापानी की सज़ा देकर फड़के को 'अदन' भेज दिया गया।

निधन

अदन पहुँचने पर फड़के भाग निकले, किन्तु वहाँ के मार्गों से परिचित न होने के कारण पकड़ लिये गए। जेल में उनको अनेक प्रकार की यातनाएँ दी गईं। वहाँ उन्हें क्षय रोग भी हो गया और इस महान् देशभक्त ने 17 फ़रवरी1883 ई. को अदन की जेल के अन्दर ही प्राण त्याग दिए।


No comments:

Post a Comment