# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 24 February 2018

◼સામાજિક વિજ્ઞાન◼ ◼ધોરણ: 8◼ ◼સત્ર: 1◼ ⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫

Ss9⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼
⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫
📇સૌપ્રથમ કયા સ્થળની પલટને નવી રાઈફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો ?
✔બરાકપુરની
📇ઇ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
✔ 31 મે
📇ઇ.સ. 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી તેનું નામ શું હતું ?
✔એનફિલ્ડ રાઇફલ
📇નવી રાઇફલમાં વપરાતી કારતૂસમાં શાની ચરબીનો ઉપયોગ થયો હતો ?
✔ ગાય-ડુક્કર
📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
✔મંગળપાંડે
📇બિહારમાં સ્વાતંત્ર્યસંગ્રામની નેતાગીરી કોણે લીધી ?
✔કુંવરસિંહે
📇દિલ્લીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔ બહાદુરશાહ ઝફર
📇કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔નાનાસાહેબ પેશ્વા
📇કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિપદ કોણે કુનેહપૂર્વક સંભાળ્યું હતું ?
✔તાત્યા ટોપે
📇સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાઈઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો ?
✔દિલ્લી
📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો ?
✔કુંવરસિંહે
📇કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
✔ઝાંસીનો
📇જૂન, 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
✔અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ
📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા ?
✔તાત્યા ટોપે
📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ?
✔10 મેએ
📇કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારે શરૂ થયો ?
✔ 10 મે,1857ના રોજ
📇અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતિય કામ કર્યું ?
✔ વાઘેર સ્ત્રીઓએ
📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
✔હિંદિ સિપાઇઓમાં દેશદાઝનો અભાવ.
📇પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો ?
✔ નાયકડા
📇તાત્યા ટોપેએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં ગાળ્યાં હોવાનું મનાય છે ?
✔નવસારી
📇હિંદી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 7
📇લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ?
✔ 6:1
📇અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 150
📇બ્રિટિશ શાસન સમયે કોઇ ભારતીય સમુદ્ર ઓળંગવાની મનાઈનું પાલન ન કરે તો તેને તેના સમાજના લોકો દ્વારા શું સજા કરવામાં આવતી ?
✔જ્ઞાતિ બહાર મુકવાની સજા
🔃સમીર પટેલ 🔃
📮🎶📮🎶📮🎶📮🎶📮🎶

No comments:

Post a Comment