# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 14 February 2018

મૌર્ય સામ્રાજ્ય

મૌર્ય સામ્રાજ્ય

ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યનો વિસ્તાર
સમ્રાટ અશોકના સમયે મૌર્ય સામ્રાજ્ય
મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્યને જાય છે, કે જેમણે નંદ વંશના સમ્રાટ ધનનંદને પરાજિત કર્યો હતો.

મૌર્યવંશ ના રાજાઓ


ચંદ્રગુપ્ત મૌર્ય

ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત મૌર્યની મૂર્તિ
ચંદ્રગુપ્ત મૌર્ય, લક્ષ્મીનારાયણ મંદિર
૧લો મોર્ય શાસક
રાજ્યકાળc. 324 – c. 297 BCE[૧]
પૂર્વાધિકારીનંદ સામ્રાજ્યનો ધન નંદ
ઉત્તરાધિકારીબિંદુસાર
જીવનસાથીદુરધારા અને સેક્લુયલ પ્રથમ નિક્ટરની પુત્રી હેલન
સંતતિ
બિંદુસાર
જન્મ340 BCE(સંદર્ભ આપો)
પાટલીપુત્ર (હવે બિહાર)(સંદર્ભ આપો)
અવસાન297 BCE (ઉંમર ૪૧-૪૨)[૧]
શ્રવણબેલગોલા, કર્ણાટક[૨]
ચંદ્રગુપ્ત મૌર્ય, (શાસન: ઇ.સ. પૂર્વે ૩૨૧-૨૯૭ અથવા ઇ. સ. પુર્વ.૧૫૩૪ - ૧૫૦૦ [૩][૪][૫][૬]મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો જેણે સમગ્ર ભારતને એક રાજ્ય હેઠળ લાવ્યું હતું. તેણે ઇ.સ. પૂર્વે ૩૨૪ થી તેના પુત્રને નિવૃત્ત થઇ ઇ.સ. ૨૯૭માં ગાદી સોંપી ત્યાં સુધી શાસન કર્યું હતું.[૧][૭][૮]

સમય અને વીવાદ

ભરતીય ઇતીહાસનો ઘટનાક્રમ(Chronology)બનાવામા ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજ્વે છે.ભારતીય ઇતીહાસનો ઘટનાક્રમ(chronology) રચવાનો પ્રથમ પ્રયાસ 18મી સદીમાં વીલીયમ જોન(william jones) અને બીજા અંગેજ અધીકારી દ્વારા કરવામા આવ્યો હતો.[૯]અંગ્રજોએ પ્રચીન પુરાણ અને સાહીત્યમાં આપેલ રાજાઓની વંશાવલી અને સમય નક્કારી બીજા સંદર્ભ તપાસ્યા. ભારતીય ઇતીહાસની કોઇ પણ ઘટના નો સમય નક્કી થય શકે તેમ ના હતો.  એટલા માટે સમયઘટના નક્કી કરવા અંગ્રેજએ પ્રાચીન ગ્રીકના સંદર્ભ તપાસ્યા.કારણ કે એલેક્ષજેંડર(સીકંદર) એ જ્યારે ભારતીયા સીમાડા ઉપર હુમલો કર્યો હતો ત્યારે ગ્રીકના ઇતીહાસકાર તેની સાથે હતા.જેમને તે સમયના ભારતીયા રાજાઓના ઉલેખ કર્યા છે. સીકંદરનો સમય ઇ. સ. પુર્વે ૩૫૬-૩૨૩ નક્કી હોવાથી તે સમયના ભારતીય રાજાઓના સમય નક્કી કરવામા આવ્યા.[૧૦] આ રાજાઓના સમય ઉપરથી પ્રચીનકાળ થી મધ્યકાળ સુધીના ઘટનાક્રમનો સમય નક્કી કરવામાં આવ્યો જેને એન્કર સીટ(Anchor sheet)  કહેવામા આવે છે. ગ્રીક સંદર્ભ પ્રમાણે સીકંદરના મૃત્યુના સમયએ ભારતમાં સંડ્રાકોટસ(sandrakottus)એ ભારતના રાજા ક્ષેનડ્રામેશ(Xandrames)ને મારી પોતાનુ રાજ્ય સ્થાપ્યુ હતુ. સંડ્રાકોટસ પછી તેના પુત્ર સંડ્રાકાપ્ટસ(sandracyptus)એ ભારત ઉપર રાજ કર્યુ હતુ. અંગેજ ઇતીહાસકારોએ સંડ્રકોટસના સબ્દમા સમાન્તા હોવાથી તેને ચંદ્રગુપ્ત મૌર્યની ઓળખ આપી. તે ઉપરથી તેનો સમય ઇ. સ.પુર્વે ત્રીજી સદી નક્કી કરવામા આવ્યો.સંડ્રાકોટસ અને ચંદ્રગુપ્તને એકજ માની લેવામા આવ્યા. ગ્રીક સંદર્ભ સંડ્રાકોટસના(જેને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખવામા આવે છે) પુર્વાધીકારી તરીકે ક્ષેન્ડ્રામેશનુ નામ આપે છે જેને મહાપડ્મનંદા તરીકે ઑળખાવામાં આવે છે. અને ઉતરાધીકારી તરીકે સંડ્રાકાપ્ટસનુ નામ આપે છે જેને બીંદુસર તરીકે ઓળખાવામાં આવે છે[૬]. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ત્રીજી સદી નક્કી થાવાથી અશોકરાજા (ચંદ્રગુપ્તની ત્રીજી પેઢી)‌ અને ભાગવાન બુદ્ધનો સમય નક્કી કરવામાં આવ્યો આવી રીતે પ્રચીન કાળથી મધ્યકાળ સુધીના ઇતીહાસનો સમય નક્કી કરવા ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજ્વે છે.પણ અન્ય ઇતીહાસકારોએ અંગ્રેજ ઇતીહાસકારોને પડકાર કર્યા છે કે ગ્રીક સંદર્ભમા સંડ્રાકોટસ એટલે મૌર્ય સામ્રાજ્યાના ચંદ્રગુપ્ત નહી પણ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત.[૧૧][૧૨][૩][૧૩][૧૪][૧૫]જે સમયથી સંડ્રાકોટસને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાવામા આવે છે તે દીવસથી વીખ્યાત ઇતીહાસકાર એમ.ટ્રોયર[૧૬],  ટી.એસ, નારાયણ સાસ્ત્રી[૧૭], એન.જગન્નનાથરાવ[૧૮], એમ. ક્રીષ્નામચાર્યાર[૧૯], કોટા વેનકટચલમ[૪], પંડીત ભગવાદત્તા, ડી.એસ. ત્રીવેદી[૨૦] અને બીજા ઇતીહાસકારએ વીરોધ દર્શાવ્યો છે કે સીકંદરના સમકાલીન રાજા ચંદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યના હતા મૌર્ય સામ્રજ્યાના નહી તેની પાછળ ઘણા પ્રામાણીક કારણ આપતા કહેવામા આવે છે કે સંડ્રાકોટસનો પુર્વાઅધીકારી ક્ષેન્ડ્રામીશ હતો ક્ષન્ડ્રામેસનુ નામ રાજા ચંદ્રમાસ સાથે મળે છે જેને મારી ગુપ્ત સામ્રજ્યના ચંદ્રગુપ્તએ રાજ્ય સ્થાપ્યુ હતુ .અને સંડ્રાકોટસનો ઉત્તારાધીકારી સંડ્રાકાપ્ટસ હતો જેનુ નામ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્તના ઉતરાધીકારી સમુદ્રગુપ્તના નામ સાથે મળે છે અને ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત ઇ. સ.પુર્વ ત્રીજી સદીમા હોવા જોઇએ નહીકે ઇ.સ. સદીમાં.આ ઉપરથી અંગ્રજ ઇતીહાસકાર ઉપર ભારતીયના પ્રાચીન ઇતીહાસને ટુકો કરવાનો આક્ષેપ છે,પુરાણ અને બીજા પ્રમાણ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્ય નો રાજ્યઅભીશેક ઇ. સ. પુર્વ 1534માં થયો હાતો અને ગુપ્ત સામ્રજ્યના ચંદ્રગુપ્તનો સમય ઇ. સ. પુર્વ 368 હતો[૩].[૫]

અશોક

અશોક
ચક્રવર્તી[૧][૨]
સમ્રાટ
અમરાવતી, આંધ્રપ્રદેશમાંથી મળેલી અશોકની ૧લી સદીની મૂર્તિ
૩જો મૌર્ય રાજા
રાજ્યકાળc. ૨૬૮ – c. ૨૩૨ ઈસ પૂર્વે[૩]
રાજ્યાભિષેકઇસ પૂર્વે ૨૬૮[૩]
પૂર્વાધિકારીબિંદુસાર
ઉત્તરાધિકારીદશરથ મૌર્ય
Consortઅસાંધિમિત્રા
પત્નિઓ
  • દેવી
  • કૌર્વકી
  • રાણી પદ્માવતી
  • તિશ્યારક્ષા
સંતતિ
  • મહેન્દ્ર
  • સંઘમિત્રા
  • તિવલા
  • કુણાલ
  • ચારુમતિ
પિતાબિંદુસાર
માતાશુભાદ્રંગી
જન્મઈસ પૂર્વે ૩૦૪
પાટલીપુત્રપટના
અવસાનઇસ પૂર્વે ૨૩૨ (ઉંમર ૭૨)
પાટલીપુત્રપટના
અશોક (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનોપ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકાઅફઘાનિસ્તાનપશ્ચિમ એશિયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.

આરંભિક જીવન

અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.
અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુધ્ધ કળામાં પ્રવિણ હતો.

સામ્રાજ્ય વિસ્તાર

અશોકનું સામ્રાજ્ય
અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશીલાનો પ્રાંતપાલ હતો. તક્ષશીલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા. એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશીલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવા આવ્યો હતો.
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિત કરી દિધો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોક્ને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી દેવીનો સંગાથ મળ્યો, જેની સાથે તેણે વિવાહ કરી લીધા.
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.

કલિંગનુ યુધ્ધ

કલિંગનુ યુધ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાં થએલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.

બૌદ્ધ ધર્મ અંગીકરણ

ત્રીજી શતાબ્દીમાં સમ્રાટ અશોકે બનાવડાવેલો સાંચીનો સ્તૂપ-મધ્ય પ્રદેશ
કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બુદ્ધના ઉપદેશને અનુસરી ને બૌદ્ધ ધર્મનો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેને શિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું.
તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક નેપાળશ્રીલંકાઅફઘાનિસ્તાન, સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.

અવસાન

અશોકે લગભગ ૪૦ વર્ષો સુધી શાસન કર્યું. તેનું અવસાન લગભગ ૨૩૨ ઇ.પૂ. માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશ લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.

અવશેષ

મગધ અને ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઘણી જગ્યાએથી અશોકના કાળના ઘણા અવશેષ મળી આવ્યા છે. પટણા (પાટલીપુત્ર) પાસે કુમ્હરારમાં પણ તે સમયના અવશેષ મળ્યા છે. લુમ્બિનીમાં અશોકના સ્તંભ જોવા મળે છે. કર્ણાટક અને દેશના બીજા ઘણા ભાગમાં અશોકના શીલાલેખ જોવા મળે છે.
ગુજરાતમાં જુનાગઢ પાસે ગીરનાર પર્વત પરનો અશોકનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.

બૃહદ્રથ મૌર્ય

બૃહદ્રથ મૌર્ય
રાજ્યકાળc. ૧૮૭ – c. ૧૮૦ ઈસ પૂર્વે
પૂર્વાધિકારીશતધનવન
આખું નામ
બૃહદ્રથ મૌર્ય
ધર્મબૌદ્ધ(સંદર્ભ આપો)
બૃહદ્રથ મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. તેનું શાસન ઇસ પૂર્વે ૧૮૭ થી ૧૮૦ સુધી રહ્યું હતું. તેનો વધ તેના જ સેનાપતિ પુશ્યમિત્ર શૃંગ દ્વારા કરાયો હતો જેણે શૃંગ વંશની સ્થાપના કરી હતી.

No comments:

Post a Comment