# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

જૂનાગઢ રજવાડું

જૂનાગઢ રજવાડું

જૂનાગઢ સ્ટેટ
જુનાગઢ રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૭૩૦–૧૯૪૮ 
FlagCoat of arms
ધ્વજCoat of arms
Location of જૂનાગઢ
સૌરાષ્ટ્રમાં જુનાગઢ રજવાડું
અન્ય રજવાડાંઓ સાથે ગુલાબી રંગમાં દર્શાવેલ છે.
ઇતિહાસ
 • સ્થાપના૧૭૩૦
 • જૂનાગઢનું ભારતમાં વિલિનીકરણ૧૯૪૮
વિસ્તાર
 • ૧૯૨૧૮,૬૪૩ km2(૩,૩૩૭ sq mi)
વસતિ
 • ૧૯૨૧૪,૬૫,૪૯૩ 
ગીચતા૫૩.૯ /km2  (૧૩૯.૫ /sq mi)
આજે ભાગ છેગુજરાતભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા(૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
જૂનાગઢ રજવાડું અથવા જૂનાગઢ રિયાસત સૌરાષ્ટ્રનું રજવાડું હતું, ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ રાજ હેઠળના ભારતના વર્ષો દરમ્યાન આ રજવાડા/રિયાસતના શાસકો બાબી વંશના મુસલમાન નવાબો હતા. આ રાજ્ય વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીની દેખરેખ હેઠળ આવતું હતું અને રાજ્યનો કુલ વિસ્તાર [convert: invalid number]નો હતો. ઈ.સ. ૧૯૪૧ની વસતી ગણતરી પ્રમાણે જૂનાગઢ રાજ્યની વસતી ૬,૭૦,૭૧૯ હતી. આ રાજ્યની સરહદો પોરબંદરબાંટવામાણાવદરસરદારગઢગોંડલબિલખાજેતપુરમેંદરડા, માનપુર (ભાવનગર), બગસરા અને ગાયકવાડી રાજ્યની સરહદોને અડતી હતી.
જૂનાગઢ રજવાડું સલામી રાજ્ય હતું, જેને બહારના પ્રસંગોમાં ૧૩ તોપની અને ખાનગી પ્રસંગોમાં ૧૫ તોપની સલામીનું બહુમાન પ્રાપ્ત હતું. અહીંના મુસ્લિમ બાબી શાસકો નવાબ અને દીવાનનો ખિતાબ ધરાવતા હતા. એ સમયના ભારતમાં કુલ ૧૮ મુસ્લિમ રાજ્યો હતા જેમાં જૂનાગઢ રાજ્ય પાંચમાં ક્રમાંકનું ગણાતું હતું. જૂનાગઢ રાજ્યમાં ૧૩ મહાલો (તાલુકાઓ)માં વહેંચાયેલાં કુલ ૮૬૬ ગામો હતા. સ્વતંત્રતા પહેલાંના અરસામાં જૂનાગઢ રાજ્ય બ્રિટિશ સરકારને ખંડણી પેટે ₹ ૨૮,૩૯૪, ગાયકવાડને પેશકશીના ₹ ૩૭,૨૧૦ ભરતું અને કાઠિયાવાડના કુલ ૧૩૭ નાના રજવાડાઓ પાસેથી જોરતલબીના ₹ ૯૨,૪૨૧ મેળવતું હતું. સને: ૧૯૪૩-૪૪માં આ રાજ્યની કુલ વાર્ષિક આવક આશરે ₹ ૧૯૦ લાખ હતી.[૧]
અભિનેત્રી પરવીન બાબી જૂનાગઢના રાજવી કુટુંબની હતી.

શાસકોની સૂચી[મૂળમાં ફેરફાર કરો]

  • ૧૭૩૫ - ૧૭૫૮: મોહમ્મદ બહાદરખાનજી (પહેલા)
  • ૧૭૫૮ - ૧૭૭૫: મોહમ્મદ મહાબતખાનજી (પહેલા)
  • ૧૭૭૫ - ૧૮૧૧: મોહમ્મદ હમિદખાનજી (પહેલા)
  • ૧૮૧૧ - ૧૮૪૦: મોહમ્મદ બહાદરખાનજી (બીજા)
  • ૧૮૪૦ - ૧૮૫૧: મોહમ્મદ હમિદખાનજી (બીજા)
  • ૧૮૫૧ - ૧૮૮૨: મોહમ્મદ મહાબતખાનજી (બીજા)
  • ૧૮૮૨ - ૧૮૯૨: મોહમ્મદ બહાદરખાનજી (ત્રીજા)
  • ૧૮૯૨ - ૧૯૧૧: મોહમ્મદ રસુલખાનજી
  • ૧૯૧૧ - ૧૯૪૮: મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા)

મોહમ્મદ મહાબતખાન બાબી

નવાબ સાહેબ શ્રી મોહમ્મદ મહાબતખાનજી રસુલખાનજી બાબીના લગ્નની સર પ્રભાશંકર પટ્ટણીને લખેલી કંકોત્રી
મોહમ્મદ મહાબતખાન રસુલખાન બાબી[૧] અથવા મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા) (ઓગસ્ટ ૨, ૧૯૦૦ - નવેમ્બર ૭, ૧૯૫૯) બ્રિટિશ રાજ હેઠળના ભારતમાં જૂનાગઢ રજવાડાના છેલ્લા નવાબ અને શાસક હતા. તેમના પિતાનું નામ રસુલ ખાન હતું. રજવાડાના અધિકૃત પત્રોમાં તેમનું નામ વાલી એ સોરઠ નવાબ સાહેબ શ્રી ૭ મોહમ્મદ મહાબતખાનજી રસુલખાનજી બાબી બહાદુર રયાસએમ લખાતું. ઇતિહાસમાં તેઓ તેમની ઝાકઝમાળભરી જીવનશૈલી અને તેમના શ્વાનપ્રેમ માટે તેઓ જાણીતા છે. ભારતની આઝાદી પછી તેમણે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો જે નિર્ણય લીધો હતો તેને કારણે ભારતીય સૈન્યએ જુનાગઢ સામે પગલા ભરવા પડ્યા હતા. વિશ્વમાં છેલ્લા બચેલા ગણ્યાંગાંઠ્યા એશિયાઇ સિંહના સંરક્ષણની પહેલ કરીને એ જાતિને બચાવવાનું શ્રેય પણ તેમને જાય છે.[૨]

જન્મ, બાળપણ અને શિક્ષણ[મૂળમાં ફેરફાર કરો]

મહાબતખાનજીના પિતા રસુલખાનજીને ત્રણ બેગમો હતી, બધાં મળી છ સંતાનો હતા, જેમાં મહાબતખાનજી તેમનું ચોથું સંતાન હતા. મહાબતખાનજીનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ જૂનાગઢમાં થયેલો. તેઓ ૧૧ વર્ષના થયા ત્યારે તેમના પિતા રસુલખાનજીનું અવસાન થયેલું. મહાબતખાનજીએ પ્રારંભિક શિક્ષણ કેળવણી ટ્યુટર અને ગાર્શીયનની દેખરેખ હેઠળ જૂનાગઢમાં જ મેળવેલું. એ પછી વધુ શિક્ષણ માટે તેઓ ઈંગ્લેંડ ગયા જ્યાં તેમણે માર્ચ ૧૯૧૩થી એપ્રિલ ૧૯૧૪, ૧૪ માસ શિક્ષણ મેળવ્યું પરંતુ એ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થતા તેઓને ભારત પરત બોલાવી લેવાયા. ત્યાર બાદ તેમને રાજસ્થાનના અજમેર ખાતે આવેલી લોર્ડ મેયો કોલેજમાં દાખલ કરાયા જ્યાં તેમણે ઈ.સ.૧૯૧૬ સુધી અંગ્રેજી માધ્યમમાં ત્યારનાં ૫/૬ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો. મહાબતખાનજી ત્રીજાએ આ ઉપરાંત ઉર્દૂ ભાષા અને ધાર્મિક શિક્ષણ રાજ્યના સેશન્સ જજ ફકીહની પાસેથી મેળવેલું.

દેશનિકાલ અને મૃત્યુ[મૂળમાં ફેરફાર કરો]

૧૯૪૭માં ભારતના ભાગલા પછી બધાં રજવાડાંને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો વિકલ્પ હતો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધી ભારતની અંદર આવેલા મોટાભાગના રજવાડાઓ ભારતમાં જોડાઇ ગયા હતા. મહાબતખાને જોકે ૧૯૪૭નો ઉનાળો યુરોપમાં રજા તરીકે ગાળ્યો હતો.[૩] તેમની ગેરહાજરીમાં તેમના દિવાન શાહ નવાઝ ભટ્ટોએ કારભાર સંભાવ્યો અને મહમદ અલી ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવાની મંત્રણા ચલાવી. ૧૧ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રજાઓમાંથી પાછા ફરી નવાબે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું અને ઝીણા પાસે લશ્કરી સહાય માંગી.[૪]
જૂનાગઢ રજવાડાના પતન પછી મહાબતખાન તેમના કુટુંબ સાથે પાકિસ્તાન ભાગી ગયા અને કરાચીમાં સ્થાયી થયા જ્યાં ૧૭ નવેમ્બર ૧૯૫૯ના રોજ હડકવાના કારણે તેમનું મૃત્યુ થયું.

નવાબોની છબીઓ[મૂળમાં ફેરફાર કરો]

No comments:

Post a Comment