# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 10 August 2018

જાણો તિરંગા નો ઈતિહાસ કેટલી વાર બદલાઈ ચુકયો છે આપણો રાષ્ટ્રધ્વજ, છઠ્ઠી વારે બન્યો આપણો તિરંગો

જાણો તિરંગા નો ઈતિહાસ કેટલી વાર બદલાઈ ચુકયો છે આપણો રાષ્ટ્રધ્વજ, છઠ્ઠી વારે બન્યો આપણો તિરંગો


સમયની સાથે આપણારાષ્ટ્રીય ધ્વજમાંપણઅત્યારસુધીમાં ઘણો ફેરફાર થયો છે. આજે જે તિરંગો આપણી સામે છે તેનું આ છઠ્ઠું સ્વરૂપ છે. આ ધ્વજની પરિકલ્પના પિંગળી વૈકેયાનંદે કરી હતી. તેને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠક દરમિયાનમાં અપનાવવામાં આવ્યો હતો. જે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની સ્વતંત્રતાના થોડા દિવસ પહેલાં જ આયોજિત કરવામાં આવી હતી. તેને 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ભારતીય ગણતંત્રે તેને અપનાવ્યો. ભારતમાં ‘’તિરંગા’’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે.આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગની ક્ષિતિજ પટ્ટીઓ છે, સૌથી ઉપર છે કેસરી, વચ્ચે સફેદ અને નીચે ઘાટા લીલા રંગની પટ્ટી અને આ ત્રણેય બરોબર અંતરે છે. ધ્વજની પહોળાઇ તેની લંબાઇ સાથે 2 અને 3નો છે. સફેદ પટ્ટીની મધ્યમાં ઘાટા લીલા રંગનુ એક ચક્ર છે. આ ચક્ર અશોકની રાજધાનીના સારનાથના સિંહના સ્તંભ પર બનેલું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઇ બરોબર થાય છે અને તેમાં 24 ખાંચા છે.
તિરંગાનો વિકાસઆપણા રાષ્ટ્રીય ધ્વજનો વિકાસ આજના આ રુપમાં પહોંચવા માટે અનેક વખતમાંથી પસાર થયો છે. એક રુપથી આ રાષ્ટ્રમાં રાજનૈતિક વિકાસને દર્શાવે છે.



1906માં ભારતનો ગેર કાયદે ધ્વજ



પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) કલકાતામાં ફરકાવવામાં આવ્યો હતો જેને હવે કોલકાતા કહેવાય છે. આ ધ્વજને લાલ, પીળા અને લીલા રંગની ક્ષિતજ પટ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

1907માં ભીકાજીકામ દ્વારા લહેરાવવામાં આવ્યો બર્લિન સમિતિનો ધ્વજ



દ્વિતિય ધ્વજને પેરિસમાં મેડમ કામા અને 1907માં તેમની સાથે દેશનિકાલ કરાયેલા કેટલાક ક્રાંતિકારીઓ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો (અમુકના અનુસાર1905માં). આ પણ પહેલા ધ્વાજ જેવો જ હતો સિવાય કે તેમાં સૌથી ઉપરની પટ્ટી પર ફક્ત એક કમળ હતું પરંતુ સાત તારા સપ્તઋષીને દર્શાવે છે. આ ધ્વજ બર્લિનમાં થયેલા સમાજવાદી સંમેલનમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ ધ્વજને 1917માં ઘરેલું શાસન આંદોલનમાં અપનાવાયો



ત્રીજો ધ્વજ 1917માં આવ્યો જ્યારે આપણા રજનૈતિક સંઘર્ષે એક નિશ્ચિત વળાંક લીધો. ડો. એની બેસન્ટ અ લોકમાન્ય ટિળકે એક ઘરેલું શાસન આંદોલન દરમિયાન તેને લહેરાવ્યો હતો. આ ધ્વજમાં 5 લાલ અને 4 લીલી ક્ષિતિજ પટ્ટીઓ એક પછી એક અને સપ્તઋષીના અભિવિન્યાસમાં તેની પર બનેલા સાત સિતારા હતા. ડાબી બાજુ અને ઉપરના કિનારા પર (થાંભળાની બાજુ)યૂનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્ર અને સિતારો પણ હતો.

આ ધ્વજને 1921માં ગેરકાનૂની રીતે અપનાવવામાં આવ્યો



અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું સત્ર કે જે 1921માં બેજવાડા (હવે વિજયવાડા)માં કરવામાં આવ્યું હતું ત્યાં આંધ્ર પ્રદેશના એક યુવકે એક ઝંડો બનાવ્યો અને ગાંધીજીને આપ્યો. આ બે રંગોનો બનેલો હતો. લાલ અને લીલો કે જે અગ્રણી હિન્દુ અને મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજે સુચન કર્યું કેભારતના શેષ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમાં એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે એક ચાલતો ચરખો હોવો જોઇએ.

ભારતીય રાષ્ટ્રીય સેનાનું સંગ્રામ ચિહ્ન



આ ધ્વજને 1931માં અનાવવામાં આવ્યો. વર્ષ 1931 ધ્વજના ઇતિહાસમાં એક યાદગાર વર્ષ છે. તિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ ધ્વજ જે વર્તમાન સ્વરૂપનું પૂર્વજ છે,કેસરી, સફેદ અને મધ્યમાં ગાંધીજીના ચાલતા ચરખા સાથે હતો. તથા એ સ્પષ્ટ રૂપથી બતાવવામાં આવ્યું કે કોઇ સાંપ્રદાયિક મહત્ત્વ ન હતું.   

ભારતનો વર્તમાન તિરંગો ધ્વજ



પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક કલકત્તામાં ફરકાવવામાં આવ્યો. તેને લાલ, પીળા અને લીલા રંગની પટ્ટીઓથી બનાવવામાં આવ્યો હતો. 22 જુલાઇ 1947ના રોજ સંવિધાન સભાએ આ મુક્ત ભારતીય રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ તેના રંગ  તેનું મહત્ત્વ બની રહ્યું. ફક્ત ધ્વજમાં ચાલતા ચરખાના સ્થાને સમ્રાટ અશોકના ધર્મ ચક્રને દર્શાવવામાં આવ્યું. આ પ્રકાર કોંગ્રેસ પાર્ટીનો તિરંગો અલબત્ત સ્વતંત્ર ભારતનો ધ્વજ બન્યો.



ધ્વજના રંગ

ભારતના રાષ્ટ્રીય ધ્વજની પરની પટ્ટીમાં કેસરી રંગ છે જે દેશની શક્તિ અને સાહસ દર્શાવે છે. વચ્ચે સ્થિત સફેદ પટ્ટી ધર્મ ચક્રની સાથે શાંતિ અને સત્યનું પ્રતીક છે. નીચે લીલી પટ્ટી પ્રજનન, વૃદ્ધિ અને ભૂમિની પવિત્રતાને દર્શાવે છે.

ચક્ર

આ ધર્મ ચક્રને વિધિનું ચક્ર પણ કહે છે જે ત્રીજી શતાબ્દી ઇસ. પૂર્વે મૌર્ય સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સારનાથ મંદિરમાંથી લેવામાં આવ્યા છે. આ ચક્રને પ્રદર્શિત કરવાનો આશય એ છે કે જીવન ગતિશીલ અને રોકાવાનો અર્થ મૃત્યુ છે.
ધ્વજ કાયદો

26 જાન્યુઆરી 2002ના રોજ ભારતીય ધ્વજ કાયદામાં સુધારો કરાયો અને સ્વતંત્રતાના અનેક વર્ષો બાદ ભારતના નાગરિકોને પોતાના ઘરે, ઓફિસે અને ફેક્ટરીમાં ન ફક્ત રષ્ટ્રીય દિવસો પર પરંતુ કોઇ રુકાવટ વિના લહેરાવાની સંમતિ આપવામાં આવી છે.

શું કરવુ જોઇએ

રાષ્ટ્રીય ધ્વજને શૈક્ષણિક સંસ્થાનોમાં સન્માન દેવાની પ્રેરણા આપવા માટે લહેરાવી શકાય છે. વિદ્યાલયોમાં ધ્વજ આરોહણમાં નિષ્ઠાના એક સોગંદ પણ સામેલ કરવામાં આવ્યા છે. ટૂંકમા કહીએ તો રાષ્ટ્રીય ધ્વજને માન સન્માન અને પ્રતિષ્ઠાના અનુરુપ પ્રસંગોએ લહેરાવી શકાય છે.

શું ન કરવું જોઇએ

આ ધ્વજનો સાંપ્રદાયિક લાભ, પડદાઓ કે વસ્ત્રોના રુપમાં ઉપયોગ કરી શકાય નહી. સંભવ હોય ત્યાં સુધી મૌસમની અસર થયા વિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવો જોઇએ. તેને વાહનોના હુડ, પર કે બાજુમાં લગાવવો જોઇએ નહી. આ ધ્વજને હેતુપૂર્વક જમીન, સપાટી કે પાણીનો સ્પર્શ કરાવી શકાતો નથી. અન્ય ધ્વજને આપણા ધ્વજથી ઉપર લગાવી શકાય નહી. તેમજ કોઇ રીતે ખાનગી ઉપયોગ કરી શકાય નહી.

Courtesy. Divyabhaskar Newspaper, Date 23.1.15


No comments:

Post a Comment