# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday 6 December 2018

મુઘલાઈ યુદ્ધો - ચૌસાનું યુદ્ધ (1539)


મુઘલાઈ યુદ્ધો - ચૌસાનું યુદ્ધ (1539)





પ્રકાશન તારીખ23 Aug 2018





 





 





ગત હપ્તામાં આપણે હુમાયુની ગુજરાત વિજયયાત્રા જોઈ, પણ તે ગુજરાતને લાંબો સમય મુઘલિયા સલ્તનતના તાબામાં ન રાખી શક્યો. ગુજરાતની ઘટના પછી તરત જ હુમાયુએ તેલીયાગઢી, ચૂનાર, ગૌડ વગેરે સ્થાનોએ નાનાં-મોટાં યુદ્ધો કરવાં પડ્યાં, કારણકે હુમાયુ ગુજરાત જીતવા ગયો હતો ત્યારે અહીંના શાસકોએ પોતાના પ્રદેશો મુઘલોથી સ્વતંત્ર કર્યા હતા. ઉત્તર ભારતના સ્થાનિક શાસકોએ હુમાયુની તખ્ત પર લાંબા સમયની ગેરહાજરી અને તેની વિલાસી પ્રવૃત્તિઓનો બરાબર લાભ લીધો હતો.



સને ૧૪૭૨માં હિસાર ફિરોઝાબાદમાં સામાન્ય પરિવારમાં જન્મેલો શેરશાહ સુર કબીલાનો પઠાણ હોવાથી "સુરિ" કહેવતો હતો. તેનું મૂળ નામ તો ફરીદ હતું, પણ શિકાર વખતે તલવારના એક જ ઝાટકે સિંહને કાપી નાખ્યો હોવાથી તે શેરશાહ તરીકે પ્રસિદ્ધ થયો હોવાનું કહેવાય છે.


તે પછી ૧૫૩૯માં હુમાયુને અફઘાન સરદાર શેરશાહ સુરિ (૧૪૭૨-૧૫૪૫) સાથે ચૌસાનું યુદ્ધ લડવું પડ્યું. ભારતમાં મુઘલોની સત્તા પ્રવર્તતી હતી ત્યારે તે ઇતિહાસમાં પણ એક નામ ઘણું આદરપાત્ર રીતે લેવામાં આવે છે અને તે શેરશાહનું. સને ૧૪૭૨માં હિસાર ફિરોઝાબાદમાં સામાન્ય પરિવારમાં જન્મેલો શેરશાહ સુર કબીલાનો પઠાણ હોવાથી "સુરિ" કહેવતો હતો. તેનું મૂળ નામ તો ફરીદ હતું, પણ શિકાર વખતે તલવારના એક જ ઝાટકે સિંહને કાપી નાખ્યો હોવાથી તે શેરશાહ તરીકે પ્રસિદ્ધ થયો હોવાનું કહેવાય છે. એક અન્ય મત મુજબ ફરીદે દિલ્હીનું સિંહાસન પ્રાપ્ત કર્યા પછી "શેરશાહ"ની ઉપાધિ ધારણ કરી હતી. એ જે હોય તે પણ તેનું નામ ફરીદમાંથી શેરશાહ થયું એટલું તો પાક્કું છે. ફરીદ યાની શેરશાહની તેના પિતા હસન ખાન દ્વારા સતત ઉપેક્ષા થતી હોવાથી તેણે યુવાવસ્થામાં ઘરબાર છોડી દીધાં હતાં. શેરશાહે ઘણા બધા શાસકોનાં જીવનચરિત્રો વાંચ્યાં હતાં. ફારસીના ત્રણ મોટા ગ્રંથો જેવાકે "સિકંદરનામા", "બોસ્તાન" અને "ગુલિસ્તાન" તો તેને કંઠસ્થ હતા. આ ગ્રંથોમાંથી જ શેરશાહને જીવન ઉત્થાનની પ્રેરણા મળી હતી. શેરશાહ બિહારના સુબા તરીકે અને બાબરના સૈન્યમાં પણ સેવા બજાવી ચૂક્યો હતો. આમ શિક્ષણ, બાહુબળ અને બુદ્ધિમત્તા વગેરે તેના વ્યક્તિત્વના વિશેષ ગુણ હતા.

આવા કદાવર શાસકે હુમાયુ સાથે કરેલા ચૌસાના યુદ્ધની વાત માંડતાં પહેલાં લગીર એની વહીવટી સિદ્ધિઓની જિકર પણ કરવી જોઈએ. આજે જી.ટી .રોડ નંબર -૧ તરીકે જેનું



આજે જી.ટી .રોડ નંબર -૧ તરીકે જેનું અસ્તિત્વ છે તે ગ્રાન્ડ ટ્રંક રોડનું (૧૫૪૦-૧૫૪૫) નિર્માણ શેરશાહના સમયમાં થયું હતું. તેણે વટેમાર્ગુઓની સહુલિયત માટે રાજ્યના રસ્તાઓ પર સરાઈઓ બંધાવી હતી. જ્યાં મુસાફરોને તૈયાર ભોજન ઉપરાંત સીધું-સામાન ઉપલબ્ધ રહેતો. રસ્તાની બંને તરફ વૃક્ષો ઉછેરી પર્યાવરણનો ઉચ્ચ આદર્શ પણ પ્રસ્તુત કર્યો હતો.

અસ્તિત્વ છે તે ગ્રાન્ડ ટ્રંક રોડનું (૧૫૪૦-૧૫૪૫) નિર્માણ શેરશાહના સમયમાં થયું હતું. તેણે વટેમાર્ગુઓની સહુલિયત માટે રાજ્યના રસ્તાઓ પર સરાઈઓ બંધાવી હતી. જ્યાં મુસાફરોને તૈયાર ભોજન ઉપરાંત સીધું-સામાન ઉપલબ્ધ રહેતો. રસ્તાની બંને તરફ વૃક્ષો ઉછેરી પર્યાવરણનો ઉચ્ચ આદર્શ પણ પ્રસ્તુત કર્યો હતો. કેટલાક ઈતિહાસકારો ભારતમાં સંદેશા વ્યવહારના સુનિયોજિત સગડ શેરશાહના સમયમાં જુએ છે. તેણે ટપાલ લાવવા-લઇ જવા માટે ખાસ ટપાલના ઘોડાઓની વ્યવસ્થા પણ ઊભી કરી હતી. શેરશાહના શાસનની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે રાજ્યની જમીનની માપણી. ભારતમાં સહુપ્રથમવાર જમીન વૈજ્ઞાનિક ઢબે માપણી શેરશાહે કરાવી હતી. સિકંદરી ગજના આધારે જમીન માપી તેનું ચોક્કસ જમીન મહેસુલ પણ નક્કી થયું હતું. તેની જમીન માપણીની આ પદ્ધતિ ઠેઠ અકબરના સમયમાં પણ મોટા ફેરફારો વગર ચાલુ રહી હતી. વહીવટી કુશળતાની સાથે શેરશાહ ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને કલા તથા સાહિત્યનો ઉપાસક પણ હતો.અકબરનાં નવરત્નો પૈકીના રાજા ટોડરમલ પણ એક સમયે શેરશાહની ખિદમતમાં હતો. ભારતમાં તેનું શાસન માત્ર પાંચ જ વર્ષ ચાલ્યું, પરંતુ તે નભોમંડળમાં ધૂમકેતુના તારા જેવું રહ્યું છે. ૨૨ મે ૧૫૪૫ના રોજ આ યુગપરિવર્તનકારી સુલતાનનું અવસાન થયું હતું. તેનો મકબરો બિહારમાં સહસારામ ખાતે બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ વિદ્યમાન છે.






આવા મહાન સેનાપતિ, કુશળ વ્યવસ્થાપક અને ભવિષ્યના ભારત પર અનેક અસરો છોડી જનાર શેરશાહ સુરિ સાથે ઈ.સ. ૧૫૩૯ના વર્ષે મુઘલ બાદશાહ હુમાયુ અથડામણમાં આવ્યો. તેની પાછળનાં કારણો અને હુમાયુના જીવન પર પડેલી તેની અસરો વગેરેની વાતો આવતી કાલે કરીશું.
arun.tribalhistory@gmail.com





No comments:

Post a Comment