# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 13 April 2019

જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે

હજાર ભારતીયો ભેગા થયા હતા. બધા જ શાંતિથી સભા કરી રહ્યા હતા.



આ સભા પંજાબના 2 જાણીતા નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં કરવામાં આવી હતી. તેના 2 દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવુ થયુ હતુ, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં હતી. આ ગુસ્સામાં બ્રિટિશ સરકારે તેમના અધિકારી જનરલ ડાયરને અમૃતસર મોકલ્યા હતા.

 

જનરલ ડાયર 90 સૈનિકોને લઈને સાંજે લગભગ 4 વાગ્યે જલિયાવાલા બાગ પોંહચ્યા અને ડાયરે સભા કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી દીધી. 120 મૃતદેહો તે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે કુવામાં લોકો પોતાના જીવ બચાવવા માટે કુદી ગયા હતા.

લોક કહે છે કે લગભગ 10 મિનિટમાં 1650 રાઉન્ડ ગોળીઓ ચલાવ્યા પછી જનરલ ડાયર એટલા માટે ઉભા રહ્યા હતા કારણ કે તેમના સૈનિકોની ગોળીઓ ખત્મ થઈ ગઈ હતી. અંગ્રેજોના આંકડા પ્રમાણે જલિયાવાલા બાગ કાંડમાં 379 લોકો મુત્યૂ પામ્યા હતા.

જ્યારે હકીકત એ છે કે તે દિવસે 1 હજારથી વધારે લોકો મુત્યૂ પામ્યા હતા અને લગભગ 2 હજાર ગોળીઓથી લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી આખા દેશમાં એવો ગુસ્સો ફાટી નીકળ્યો કે બ્રિટીશ શાસનના મુળ હલી ગયા. બ્રિટિશ શાસને આજ સુધી આ કાંડ માટેની માફી નથી માગી.


Tv9 gujarati


No comments:

Post a Comment