# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 29 August 2017

૨૯ ઓગ.. ડૉ. જીવરાજ મહેતા

ડૉ. જીવરાજ મહેતા

ડૉ. જીવરાજ મહેતા
ડૉ. જીવરાજ મહેતા, ઓક્ટોબર ૧૯૪૭.
પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી
પૂર્વગામીપ્રથમ મુખ્યમંત્રી
અનુગામીબળવંતરાય મહેતા
પદભારનો સમયગાળો
૧ મે, ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૩
અંગત માહિતી
જન્મ૨૯ ઓગસ્ટ ૧૮૮૭
અમરેલી, (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ)
અવસાન૭ નવેમ્બર ૧૯૭૮
રાજકિય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીહંસા જીવરાજ મહેતા
ધર્મહિન્દુ
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. એમનો જન્મ તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના દિને અમરેલી ખાતે થયો હતો.

જીવન


ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનું અમરેલી સ્થિત નિવાસસ્થાન
આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.