# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 27 September 2017

ઈતિહાસમાં 27 સપ્ટેમ્બરનો દિવસ

 





ઈતિહાસમાં 27 સપ્ટેમ્બરનો દિવ



E=mc2ની શોધ
પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇનસ્ટાઇને પદાર્થનું દળ અને ઊર્જા વચ્ચેનો સંબંધ સમજાવતું સૂત્ર 1905ની 27 સપ્ટેમ્બરે દુનિયા સામે મૂક્યું હતું. ભૌતિકશાસ્ત્રની સૌથી જૂની જરનલ Annalen der Physikમાં તેમણે આ સૂત્ર અને તેની સમજ રજૂ કરતું અભ્યાસપત્ર પ્રકાશિત કર્યું હતું.

સ્ટીમ એન્જિનનો પહેલો ઉપયોગ
વર્ષ 1825ની 27 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડમાં કમર્શિયલ રેલવેમાં સ્ટીમ એન્જિનનો પહેલો ઉપયોગ થયો હતો. ઉત્તર-પૂર્વ ઇંગ્લેન્ડમાં સ્ટોકટોન અને ડાર્લિંગટન રેલવે કંપનીએ શરૂ કરેલી આ સુવિધાના પગલે વિશ્વમાં સ્ટીમ એન્જિનનો માસ ટ્રાન્સપોર્ટેશન માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ શરૂ થયો હતો.

સિમિ પર પ્રતિબંધ
સ્ટુન્ડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા સંગઠન પર કેન્દ્ર સરકારે સૌપ્રથમ પ્રતિબંધ વર્ષ 2001ની 27 સપ્ટેમ્બરે મૂક્યો હતો. અમેરિકામાં ત્રાસવાદી હુમલાના પગલે પ્રતિબંધ મુકાયો હતો. આજે આ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના નામે ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવતું હોવાનું મનાય છે.

No comments:

Post a Comment