pdf
Click here
૪,૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું ‘મોહેંજો દડો’ રોઝડી બિસ્માર

રોઝડીઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મને કારણે જગવિખ્યાત બનેલું પુરાતત્ત્વીય મોહેંજો દડો હાલ તો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવે છે. મોહેંજો દડો શબ્દનો અર્થ ‘મડદાંનો ટેકરો’ થાય છે. ૪૫૦૦ વર્ષ જૂના એ અવશેષો સિંધુ ખીણની સૌથી મોટી વસાહતનો પુરાવો છે. મોંહેજો એ હડપ્પીય સંસ્કૃતિની સાઈટ છે. એ સમયની જ કેટલીક જગાઓ ગુજરાતમાં પણ છે અને મોટા ભાગની બિસ્માર હાલતમાં છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે શ્રીનાથગઢમાં રોઝડી પુરાત્ત્વીય જગા છે, પરંતુ શ્રીનાથગઢવાસીઓએ પણ ત્યાં જવું હોય તો રસ્તો ન મળે એટલી હદે ત્યાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે. ભાદર નદીના કાંઠે સાડા ચાર હજાર વર્ષ પહેલાં અહીં એક નગર વસતું હતું. આજે પણ ત્યાં જમીન પર પથરાયેલી પથ્થરોની હારમાળા બહુ સ્પષ્ટ દેખાય છે જે એ સમયના બાંધકામનો પુરાવો આપે છે. પથ્થરની દીવાલોની હારમાળા ક્યાંક ચોરસ, ક્યાંક ગોળ, ક્યાંક અર્ધગોળ છે. ગોળાકાર દીવાલો વધારે પહોળી છે, ચોરસ દીવાલો થોડી સાંકડી છે. પચાસેક વીઘામાં પથરાયેલું એ આખુંય બાંધકામ પચ્ચીસ-પાંત્રીસ ફૂટ ઊંચા ઢોળાવ પર છે. અત્યારે ખંડેર અને વેરાન સ્થળ હકીકતે માનવસંસ્કૃતિના ઈતિહાસનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે. જે ભુલાઈ ગયું છે, ભુલાઈ રહ્યું છે. સાડા ચાર શહસ્ત્રાબ્દી પહેલાં ત્યાં જનજીવન ધબકતું હતું.
ગુજરાતી આર્કિયોલોજિસ્ટ પુરુષોત્તમદાસ પ્રેમશંકર પંડયાએ સૌ પ્રથમ વખત ૧૯૫૭-૫૮માં રોઝડીનું ઉત્ખનન કર્યું હતું. એ વખતે ત્યાંથી વાસણો, ઘરેણાં, માટલાં, સ્ટેન્ડવાળી થાળી, વાટકા વગેરે અનેક ચીજો મળી હતી. ટીંબા પરથી એક તો માટીનું પૈડું મળ્યાં હતાં.
એ બધી ચીજો આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ પાસે ક્યાંક પડી છે. રંગપુર અને લોથલની માફક રોજડી પણ કિલ્લેબંધ નગર હતું. આજે પણ કિલ્લાની, મકાનની પથ્થરની દીવાલો ઓળખી શકાય એમ છે. ગઢની રાંગ, પ્રવેશદ્વાર વગેરેના અવશેષો નથી રહ્યા, માત્ર પથ્થરની હારમાળા છે.
અમેરિકાની ‘પેન્સાલ્વેનિયા યુનિવર્સિટી’ની ટીમે પ્રોફેસર ગ્રેગરી પોસેલના અધ્યક્ષસ્થાને ૧૯૮૨માં મહિનાઓ સુધી આ જગાનો અભ્યાસ કર્યો હતો. પોસેલે ‘હડપ્પન સિવિલાઈઝેશન એન્ડ રોઝડી’ નામે પુસ્તક પણ લખ્યું છે. ૧૯૮૨ પછી અહીં કોઈ ખાસ સંશોધન થયું નથી.
શોધ અને સંશોધન
રોઝડીની શોધ પુરાતત્ત્વશાસ્ત્રી પ્રેમશંકર પંડયાએ કરી હતી. પ્રખર આર્કિયોલોજિસ્ટ ડો. હસમુખ સાંકળિયાના માર્ગદર્શન નીચે પંડયાએ કુલ મળીને ૩૦થી વધુ હડપ્પીય જગાઓ ગુજરાતમાં શોધી કાઢી હતી. બીજી તરફ અત્યારના ગુજરાતના પુરાતત્ત્વ ખાતાએ છેલ્લા ૫૦ વર્ષમાં એક ડઝનથી પણ ઓછી જગાઓ શોધી છે એટલે કે પંડયાએ એકલાએ કામ કર્યું હતું એનાથી અડધુંય આખું પુરાતત્ત્વ ખાતું નથી કરી શકતું.
રહસ્યમય નગરી રોઝડી
પુરાતત્ત્વવિદોના સંશોધન પછી જાણવા મળ્યું કે, અહીં હડપ્પીય ઉપરાંત બીજી કોઈ સંસ્કૃતિનો પણ વિકસી હતી. રોઝડીનાં વાસણોમાં ચિત્રોનો અભાવ છે. મુદ્રાઓ નથી. લિપિના પણ બહુ ઓછા અવશેષો છે. તેનો એક અર્થ એ પણ થાય કે આ સ્થળ હડપ્પાકાલીન હોવા છતાં અહીં તેના પછીય વસાહતો હતી. રોઝડીનું પુરાતત્ત્વ કંઈક અંશે અન્ય જગાઓથી અલગ પડે છે. તો પછી ત્યાં રહેતાં એ લોકો કોણ હતાં? કેવાં હતાં? એવા ઘણા સવાલોનો રહસ્મય જવાબ શોધવાનો બાકી છે.

રાજકોટ તા. ર૭ : ભારત દેશ સ્વતંત્ર થતા જગતની પ્રાચિન સંસ્કૃતિઓ સાથે ગૌરવભર્યુ સ્થાન ધરાવતી હરપ્પા સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર હરપ્પા અને મોહેં-જો-ડેરોનો પકિસ્તાનમાં સમાવેશ થયો. આથી ગુજરાત સહિત ભારતભરમાં હરપ્પાકાલિન અને તેને અનુગામી સંસ્કૃતિના સંશોધન અંગે ભગીરથ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.
શ્રી જયાબેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા જણાવે છે કે આ સમયે સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વવિભાગના વડા પી.પી.પંડયાએ ૧૯પ૭-પ૮માં ટાંચા સાધનો સાથે રોઝડી-(શ્રીનાથગઢ) ખાતે ઉત્ખનન (ખોદકામ) કરી પાકિસ્તાનમાં સમાવાયેલ હરપ્પા અને મોહે-જો-ડેરોની સંસ્કૃતિના સમયના જ નગરનું સંશોધન કર્યુ. જેમાં ત્રણ વસાહતોનો ચિન્હૃો, મકાનના પથ્થરના હથિયારો, સોનાની વીંટી, તાંબાની ફરસી, શીણી, બંગડીઓ, અકિકના પારાઓ, પ્યાલી પર તે સમયની લિપી સહિત અતિમહત્વના અવશેષો શોધયા. જે આજે પુરાતત્વ વિભાગ પાસે સચવાયેલ છે.
પરેશ પંડયા જણાવે છે કે રોઝડી (શ્રીનાથગઢ) તા. ગોંડલ જી.રાજકોટમાં શોધાયેલ ૪પ૦૦ વર્ષ પ્રાચિન હરપ્પન સમયના કિલ્લેબંધ નગરની ખુબ મહત્વતા છે અને તેથી ગુજરાત સરકારે તેને પાઠય પુસ્તકમાં પણ સ્થાન આપેલ છે.
પરેશ પંડયા આગળ જણાવે છેકે હરપ્પન સંસ્કૃતિ રોઝડીમાં શોધનાર પુરાતત્વવિદ પી.પી.પંડયાનું ફકત ૩૯ વર્ષની યુવાન વયે અવસાન થયું ત્યારબાદ ૧૯૮રમાં દેશ-વિદેશમાં મહત્વના સંશોધન તરીકે ગણના થયેલ તે રોઝડીના ટીંબા પર પેન્સીલવાનિયા યુનિ.(યુ.એસ.એ.) સાથે ગુજરાતના પુરાતત્વવિભાગે વધારે ઉત્ખનન કાર્ય કર્યુ. આમ દેશ-વિદેશમાં રોઝડીના શોધને મહત્વ મળેલ છે અને જયાં ૪પ૦૦ વર્ષ પહેલા માનવની ચહલ-પહલ હતી. જીવન ધબકતું હતું. તેવી આ પ્રાચિન સંસ્કૃતિ બાબતે ગુજરાત રાજયને ગૌરવ અપાવતા સ્થળને સાચવવું. તેની યોગ્ય જાળવણી કરવી તે પુરાતત્વ વિભાગની અને સરકારની ફરજ બને છે.
પરેશ પંડયા જણાવે છેકે હકિકતમાં રાજય સરકારે રોઝડી ખાતે સંશોધનમાં મળેલ દરેક અવશેષોને તે જ સાઇટના સ્થળે મ્યુઝિયમ બનાવી ત્યાં પ્રદર્શિત કરવા જોઇએ અને તો દેશ-દુનિયામાંથી અસંખ્પ પ્રર્યટકો, પુરાતત્વ-ઇતિહાસ-પ્રેમીઓ, અભ્યાસુઓ, જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓ હોંશભેર આ સ્થળની મુલાકાત લેશે.
પરેશ પંડયા જણાવે છે કે ધોળાવીરા (કચ્છ) હરપ્પન સમયનું શહેર છે. લોથલ (ગુજરાત) હરપ્પન સમયનું બંદર હતું. કેન્દ્ર સરકારે આ સ્થળનો વિકાસ કર્યો ત્યાં સાઇટ મ્યુઝીયમ બનાવવાનું આયોજન કર્યું છે તેની સામે હરપ્પન સંસ્કૃતિના રોઝડી ખાતે શોધાયેલ કિલ્લેબંધ નગરની સાઇટનો વિકાસ ગુજરાત સરકાર કેમ ન કરી શકે ? અહીંની સાઇટની અવગણના શા માટે કરવામાં આવે છે ? ર૦૦૮ સુધી અહીં ચોકીદાર હતો તે ચોકીદારના અવસાન બાદ પુરાતત્વ વિભાગે આ સાઇટને રેઢી મૂકી દીધી. આજે ત્યાં કાંટા ધરાવતા બાવળના જંગલ છે. પગ મૂકવાની જગ્યા નથી. ત્યાં જવા રસ્તો નથી દેશ-વિદેશના અભ્યાસુઓ, તજજ્ઞોને આકર્ષનાર ૪પ૦૦ વર્ષનો પ્રાચીન અતિ મહત્વનો ટીંબો આજે નધણીયાતો થયો છે તેનાથી આશરે ર કિ.મી. દૂર રોડ પર આ પ્રાચીન સંસ્કૃતિ અંગે પુરાતત્વ વિભાગ બોર્ડ લગાવી સંતોષ માને છે. પુરાતત્વ વિભાગના આવા નકારાત્મક વલણથી આ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતું સ્થળ નેસ્તનાબૂદ થઇ રહેલ છે. હા, ફકત પાઠય પુસ્તકમાં તેને સ્થાન આપેલ છે.
પરેશ પંડયા જણાવે છે કે વિદેશોમાં ર૦૦ થી ૪૦૦ વર્ષ પ્રાચીન સંસ્કૃતિના સ્થળને ગૌરવભેર સાચવી. સજાવી તેની જાળવણી કરવામાં આવે છે ત્યારે આ હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિના સ્થળને જાળવણીના અભાવે નેસ્તનાબૂદ કરીએ તે કદાપિ યોગ્ય નથી.
પરેશ પંડયા જણાવે છે કે આ સ્થળની પાછળ જ ભાદર નદી આજે પણ પાણીથી ભરાયેલ અસ્તિત્વ ધરાવે છે જે સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. અહીં આકર્ષક ‘ખુશ્બુ ગુજરાતકી'માં મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા જાહેરાત કરી દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા પ્રયત્ન કરે છે ત્યારે પુરાતત્વ વિભાગે પોતાનું નકારાત્મક વલણ છોડી આપણા ગૌરવને યોગ્ય રીતે પ્રદર્શિત કરવા પગલા લેવા જોઇએ.
પરેશ પંડયા આગળ જણાવે છે કે રોઝડી, ધોળાવીરા, લોથલ અને બીજાથી રર૦થી ર૬૦ કિ.મી.ના અંતર પર છે ત્યાં સાઇટ મ્યુઝિયમ છે. અહીં રાજય સરકાર બનાવે તો તે આવકારદાયક બનશે. તેમજ રોઝડી, વીરપુર, બૌદ્ધગુફા, ખોડલધામ, જુનાગઢ, સાસણ, સોમનાથ, દીવ પ્રવાસીઓ, અભ્યાસુઓને આકર્ષતી એક મહતવની ચેઇન બનશે. વળી રાજય સરકારના મ્યુઝિયમ વિભાગ દ્વારા રાજકોટ, જુનાગઢ, જામનગર, પ્રભાસ પાટણ, ભુજમાં આશરે ૧૦૦-૧પ૦ કિ.મી.ના અંતરે મ્યુઝિયમ છે જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રદર્શન દ્વારા પ્રજાને માહિતગાર કરે છે તો રાજયનું પુરાતત્વ ખાતુ ઉત્ખનન સ્થળે સાઇટ મ્યુઝિમ બનાવવા શા માટે અગાળ આવતું નથી ? નકારાત્મક વલણ શા માટે રોખ છે ?
પરેશ પંડયા જણાવે છે કે શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી અને તેની પ્રત્યક્ષ જાણકારી પર્યટકો, અભ્યાસુઓ, પુરાતત્વ તથા ઇતિહાસપ્રેમીઓ, વિદ્યાર્થીઓને મળે તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી, વિભાગના મંત્રીશ્રી, વિરોધપક્ષના નેતાશ્રી, સંસદસભ્યો, ધારાસભ્યો તેમજ પુરાતત્વ વિભાગના નિયામકને વિસ્તૃત રજુઆત કરી આ પ્રશ્ને લોકોપયોગી નિર્ણય લેવા માંગણી કરેલ છે.

No comments:
Post a Comment