# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 18 September 2017

ધોળાવીરા


pdf
Click here


ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.



મ્યુઝીયમના ફોટામાંથી ફોટો લીધેલ છે.

 ધોળાવીરાકોટડા
ધોળાવીરા





Shown within India

સ્થાન
કચ્છ જિલ્લો,
ગુજરાત,
ભારત
અક્ષાંસ-રેખાંશ
23°53′10″N 70°13′0″E / 23.88611°N 70.21667°E
પ્રકારરહેઠાણ
લંબાઇ
૭૭૧ મી (૨,૫૩૦ ફુ)
પહોળાઇ
૬૧૭ મી (૨,૦૨૪ ફુ)
વિસ્તાર
૧૦૦ હે. (૨૫૦ એકર)
ઇતિહાસસમયગાળો
હડપ્પા ૨થી હડપ્પા ૫સંસ્કૃતિઓ
સિંધુ ખીણ સંસ્કૃતિસ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૯૦-
હાલમાંસ્થિતિ
ખંડેર
માલિકી
જાહેર
જાહેર પ્રવેશ
હા



ધોળાવીરામાં પાણીની ટાંકી

પ્રવેશ દ્વાર



ધોળાવીરાના ઉત્તરીય પ્રવેશદ્વાર પર લખાયેલા દસ અક્ષર



 એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે! ૧૯૬૭માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

શાસક અધિકારી નો રાજમહેલ
અન્ય અધિકારી ઓના આવાસ
સામાન્ય નગરજનો નો આવાસ

શાસક અધિકારીનો રાજમહેલ

નગરમાં શાશક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

અન્ય અધિકારી ઓના આવાસ

અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.

સામાન્ય નગરજનો નો આવાસ

સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

ધોળાવીરા જવા માટેફેરફાર કરો

હવાઇ માર્ગે ભુજ હવાઇ મથક પર ઉતરી ધોળાવીરા સડક માર્ગે ભચાઉથી વાહન દ્વારા જઇ શકાય છે.રેલ્વે માર્ગ દ્વારા અમદાવાદ-ભુજ રેલ્વે માર્ગ પર સામખીયાળી ઉતરી સડક માર્ગે વાહન દ્વારા પહોંચી શકાય છે.સડક માર્ગે અમદાવાદ, પાલનપુર, રાપર અથવા ભચાઉ પહોંચી ધોળાવીરા જઇ શકાય છે.પાણીની વ્યવસ્થા જાતે કરીને જવું. શાકાહારી જમવાનું મળે છે.સડક માર્ગ પાકો છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં પ્રવાસ કરવો.
નગરની બાંધણી



ધોળાવીરાનો નકશો



No comments:

Post a Comment