# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 13 August 2018

દેશના બંધારણની માહીતી

દેશના બંધારણની માહીતી બંધારણનો અર્થ : દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ. *  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી. * બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી. * ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી. * બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા. * બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા. * જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા. * બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું. * ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. * બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા. * બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા. * જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો. * બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો. * ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે. *  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું. * જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો. પ્રેરણા ની વિગત ક્રમ પ્રેરણા ની વિગત પ્રરણા સ્ત્રોત  જે દેશના રાજ્ય  બંધારણામાંથી  પ્રરણા  લીધી  તે દેસનું  નામ ૧. સંસદીય પ્રણાલિ બ્રિટન ૨ સંસદીય વિશેષાધિકાર બ્રિટન ૩ સંસદ તથા  વિધાનસભા  અને  વેધાનપરિસદની  પ્રક્રિયા બ્રિટન ૪ મૂળભૂત  અધિકારો અમેરિકા ૫ સરવોચ  અદાલતની સ્થાપના  અને સત્તાઓ અમેરિકા ૬ ઉપરાષ્ટ્પતિનુ પદ અમેરિકા ૭ રાજ્ય યાવસ્થા કનેડા ઓફ ગવરનમેન્ટ  ઓફ  ઇન્ડિયા  એકટ – ૧૯૩૫ ૮ કટોકટી સમ્બોધો  જોગવાઈઓ જર્મની  અને ગવેર્નમેન્ટ  ઓફ ઇન્ડિયા એકટ ૯ રાજયનીતીના માર્ગદર્સક સીધાન્તો અર્યલેન્ડ ૧૦ નાગરિકોની મૂળભૂત  ફરોજો સોવિયત સંઘ ૧1 પ્રજાસત્તાક ફ્રાન્સ ૧૨ સંયુકત યાદી ઓસ્ટ્રેલિયા બંધારણના મૂળભૂત હકો  – અધિકારો            બંધારણની અંદર ભાગ-૩માં અનુચ્છેદન ૧૨-૩૫ ની વચ્ચે મૂળભૂત હક્કો દર્શાવેલા છે. * સમાનતાનો હક્ક : અનુચ્છેદ ૧૪ થી ૧૮ * સ્વતંત્રતાનો હક્ક : અનુચ્છેદ ૧૯ થી ૨૨ * શોષણ વિરુદ્ધ હક્ક : અનુચ્છેદ ૨૩ થી ૨૪ * ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક : અનુચ્છેદ ૨૫ થી ૨૮ * સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક હક્ક : અનુચ્છેદ ૨૯ થી ૩૦ * બંધારણીય ઈલાજનો હક્ક : અનુચ્છેદ ૩૨ 1. સમાનતાનો અધિકાર  ( અનુંસેદ  ૧૪ થી ૧૮ )  : - અનુ . ૧૪  કાયદાની  દ્રષ્ટીએ  બધા નાગરિકો  સમાન  છે  . અનુ . ૧૫ . ધર્મ , જાતી , લિંગ અને રંગને  આધારે કોઈની સાથે  જાહેર સ્થળે  પક્ષપાત  અને ભેદભાવ કરવામાં નહિ આવે  . અનુ . ૧૬  બધા નાગરિકોને  યોગ્યતા  પ્રમાણે  તકની સમાનતા અનુ . ૧૭  અસ્પૃસ્યતા  નાબુદી અનુ . ૧૮  દરજ્જાની સમાનતા  જો કે વહીવટી  ,શૈક્ષણિક  અને લશ્કરી  પદવી અપવાદરૂપ  છે . વિદેશી સન્માન  કે પુરસ્કાર  મળે  તો રાષ્ટ્રપતિની મંજુરી જરૂરી  છે ૨. સ્વતંત્રતાનો  અધિકાર  ( અનુંસેદ ૧૯ થી ૨૨ )  :- અનુંસેદ . ૧૯   (1) વાણી વિચાર  અને અભિવ્યક્તિની સ્વતંત્રતા (૨ ) જાહેર સ્થળે  એકઠા  થવાની  સ્વતંત્રતા  ( શાંતિ પૂર્વક અને  હથીયાર  વિના (૩) સંગઠન  રચવાની  સ્વતંત્રતા (૪) દેશમાં હરવા – ફરવાની સ્વતંત્રતા (૫) સમગ્ર દેશમાં  વસવાટની સ્વતંત્રતા (૬ ) કોઈ પણ વ્યવસાય  કરવાની સ્વતંત્રતા અનુ  . ૨૦   આરોપીને મળતી સ્વતંત્રતા (1) કોઈ પણ  વ્યક્તિને  કાયદાની પ્રક્રિયા  વિના  અપરાધીન જાહેર કરી શકાય  . (૨ ) આરોપીને બચાવની  તક મળવી જોઈએ . (૩) એક જ  ગુનાની એકજ  સજા હોય  . (૪ ) આરોપીને  જ કબુલાત દ્વારા  સાક્ષી ન ગણી શકાય  . અન . ૨1 જીવન જીવવાની  સ્વતંત્રતા પ્રત્યેક વ્યક્તિ  પોતાનું જીવન  મુક્ત રીતે જીવવા માટે સ્વતંત્ર છે  . અનુ . ૨1  (અ ) મૂળભૂત પ્રાથમિક શિક્ષણ  વિના મુલ્યે મેળવવાનો  અધિકાર  . ૬ થી ૧૪ વર્ષના  બાળકોને પ્રાથમિક શિક્ષણ  વિનામુલ્યે  પૂરું પડાવવામાં આવે. અનુ  . ૨૨  ધરપકડ સામે સુરક્ષાનો  અધિકાર * કોઈપણ વ્યક્તિને  કારણ દર્શાવ્યા વિના  ધરપકડ  ન્ કરી શકાય  . * ૨૪ કલાકમાં  નજીકની  અદાલતમાં  રજુ કરવા પડે * જો કે દુશ્મન  દેશના  નાગરિક તથા  પ્રતિબંધક કાયદા હેઠળ  ધરપકડ કરાયેલી  વ્યક્તિને  આ જોગવાઈનો  લાભ ન્ મળે  ; પરંતુ જો  તમને ૯૦  દિવસથી  વધુ અટકાયત હેઠળ  રાખવા હોય તો  સલાહકાર બોર્ડની  મંજૂરી જરૂરી છે   ૩.   શોષણ વિરુદ્ધ અધિકાર  (૨૩ થી ૨૪ ) અનુ.  ૨૩ કોઈ પણ વ્યક્તિ પાસે  તેની ઈચ્છા વિરુદ્ધ કામ ન્ કરાવી શકાય  , એટલે કે  માનવ વેપાર અને ગુલામપ્રથા વિરોધી જોગવાઈ અનુ  . ૨૪  બાળમજુરી  વિરોધી  જોગવાઈ ૧૪  વર્ષથી  નીચેની વયના  બાળકો પાસે  કોઈપણ  પ્રકારનું મજુરી કામ ન્ કરાવી શકાય  . ૪.  ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર  ( અનુ .૨૫ થી ૨૮ ) : - અનુ .૨૫ શ્રદ્ધા અનુસાર ઉપાસનાની  સ્વતંત્રતા અનુ . ૨૬  ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા અનુ . ૨૭ ધાર્મિક સંગઠનને  ફાળો મેળવવાની સ્વતંત્રતા  ,ફાળો  આપવાની  વ્યક્તિને  સ્વતંત્રતા  હોય અનુ .૨૮  ધાર્મિક શિક્ષણની  સ્વતંત્રતા , પરંતુ ધાર્મિક શિક્ષણ માટે ફરજ ન પાડી શકાય  અને સરકારી  ગ્રાન્ટ મેળવતી સંસ્થા  ધાર્મિક શિક્ષણ ન  આપી શકે . ૫. સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક  અધિકાર  ( લઘુમતીઅધિકાર )   (અનુ . ૨૯ થી  ૩૦ ) અનુ . ૨૯  આ  અધિકાર નીચે પ્રત્યેક  નાગરિક પોતાની ભાષા , લિપિ  અને સંસ્કૃતિ ને  અપનાવી શકે છે અનુ . ૩૦ તેના રક્ષણ માટે  શિક્ષણ સંસ્થા  સ્થાપી શકે  છે  . ૬ . બંધારણીય ઈલાજનો  અધિકાર  ( અનું.-૩૨ )  : - આ અધિકાર નીચે નાગરિક પોતાના  મૂળભૂત અધિકારોની સુરક્ષા  કરી શકે છે . મૂળભૂત અધિકારોથી  જો વંચિત રાખવામાં આવે તો ન્યાયાલય નો આશરો લઇ શકે છે  . આ અધિકારોની જાળવણી  માટે રીટ  દાખલ  થઇ  શકે  . જે પાંચ પ્રકારની  છે (૧) મેન્ડેમસ  – પરમ આદેશ (૨) હેબીયસ કોર્પસ  – બંદી પ્રત્યક્ષીકરણ (૩) કવો  – વોરંટો  – અધિકાર અંગે પૂછપરછ (૪) પ્રોહિબિશન  – પ્રતિબંધ (૫) સર્ષિઓરરી  – નીચલી  અદાલતના આદેશ પર પ્રતિબંધ નોંધ  : –  મૂળભૂત અધિકારો કટોકટીમાં મુલતવી રાખી શકાય છે. મૂળભૂત અધિકારો  પહેલા સાત હતા  . જે પૈકી મિલકતનો અધિકાર ૪૪ માં  બંધારણીય  સુધારા  (૧૯૭૮ ) થી રદ કરવામાં આવ્યો  છે . અને તેથી  આ અધિકાર કેવળ  કાનૂની  અધિકાર તરીકે ચાલુ  રહે છે . રાષ્ટ્રપતિ  (presidents) રાષ્ટ્રપતિ  દેશના બંધારણીય વડા છે .ભારતના ત્રણે સંરક્ષણ દળોના વડા તથા રાષ્ટ્રની એકતા , શક્તિ અને ગૌરવના પ્રતિક છે .  રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા  : ૧.   તે ભારતના નાગરિક હોવા જોઈએ . ૨.  ઓછામાં ઓછી ૩૫ વર્ષની ઉંમર હોવી જોઈએ . ૩.  લોકસભાના સભ્ય થઇ શકતા  હોવા જોઈએ . ૪.  લાભ નો હોદ્દો ન ધરાવે . રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ  : રાષ્ટ્રપતિને લોકો  પ્રત્યક્ષ રીતે ચૂંટી શકતા નથી , પરંતુ રાષ્ટ્રપતીની ચૂંટણી પરોક્ષ  રીતે  થાય છે . તેમની ચૂંટણી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો  તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે . હોદ્દાની મુદત  :    તેમની હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે . પોતે ફરી ચૂંટણીમાં ઉભા રહી શકે છે . શપથ :             સર્વોચ્ચ  અદાલતના મુખ્ય  ન્યાયમૂર્તિ સમક્ષ લે છે . મહાભિયોગ :    બંધારણીય ફરજોનો ભંગ , રાષ્ટ્ર દોહ કે  કે એવા ગંભીર પ્રકારના ગુના બદલ  સંસદના કોઈપણ ગૃહના ૧ /૪ સભ્યો ૧૪ દિવસની  નોટીસથી દરખાસ્ત રજુ કરેઅને તેના ગૃહના ૨/૩ સભ્યો પસાર કરે , તે પછી બીજું ગૃહ તેમના પર કામ ચલાવે  અને એ ગૃહના સભ્યો ૨/૩ બહુમતી એ ઠરાવ પસાર કરે તો  રાષ્ટ્રપતિને છુટ્ટા કરી શકાય . બંધારણમાં રાષ્ટ્રપતિને  પોતાનો બચાવ કરવાની પણ જોગવાઈ છે . રાજીનામું :   ઉપરાષ્ટ્રપતિને આપી શકે છે . રાષ્ટ્રપતિની  અગત્યની સત્તાઓ  : ૧ કારોબારી સત્તાઓ  :  રાષ્ટ્રપતિ એ કારોબારીના વડા હોવાથી દેશનો વહીવટ તેમના નામ પર ચાલે છે . તેઓ પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રીની સલાહથી અન્ય મિત્ર મંડળના સભ્યોની નિમણુંક કરે છે . રાષ્ટ્રપતિ રાજ્યના ગવર્નેર , રાજદુતો  , એટર્ની  , જનરલ  ,કોમ્પ્ટ્રોલર  એન્ડ  ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા , કેન્દ્રિય જાહેર સેવા  આયોગના અદ્યક્ષ  તથા તેના અન્ય સભ્યોની નિમણુંક કરે છે . કેન્દ્રસાશિત  પ્રદેશોનું સાશન તેઓ ચીફ કમિશ્નર  કે જે તે રાજ્યના લેફ્ટનંત  ગવર્નર દ્વારા કરે છે . કેન્દ્રશાસિત પ્રદેશમાં ચીફ કમિશનરો  કે લેફ્ટ નંત  ગવર્નરની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે .  ૨.  કાયદાકીય સત્તાઓ :  રાષ્ટ્રપતિ સંસદની બેઠક બોલાવાની સત્તા ધરાવે છે . તે લોકસભાનું વિસર્જન કરી શકે છે . કોઈપણ  ખરડા પર બંને ગૃહો  વચ્ચે  અસંમતી થાય ત્યારે  બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે . રાજ્યસભાના ૧૨ સભ્યો નિયુક્ત કરવાની  તેઓને સત્તા છે .કોઈપણ ખરડો  રાષ્ટ્રપતિની સહી વગર કાયદો બની શકતો નથી  , જયારે સંસદનું અધીવેશન ચાલુ ના હોય  ત્યારે વટ હુકમ બહાર પડી શકે છે .  ૩.  નાણાકીય સત્તાઓ : પ્રતીવર્ષે સંસદમાં તેમના વતી નાણાપ્રધાન વાર્ષિક  બજેટરજુ  કરે છે . રૂપિયાની કોઈમાંગ  તેમની મંજૂરી વગર કરવામાં આવતી નથી . નાણાપંચની નિમણુંક કરે છે નાણાકીય ખરડો તેમની તેમની મંજૂરીથી જ રજુ  થઈ શકે . ૪   કટોકટીની સત્તાઓ : રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં કલમ ૩૫૨  હેઠળ કટોકટી અને કલમ ૩૫૬ નીચે    રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે ,તેમજ દેશની કટોકટીની સ્તિથીમાં રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારો મુલતવી રાખી શકે છે .  ૫  લશ્કરી સત્તાઓ  :  લશ્કરના ત્રણેય પાંખોના સર્વોત્ચ સેનાપતિ છે .તેઓ યુદ્ધ જાહેર કરે કે યુદ્ધ વિરામ કરે . ત્રણેય દળોના વડાની નિમણુંક કરે છે . ૬ રાજદ્વારી સત્તાઓ : અન્ય દેશો સાથે સંબંધો  સ્થાપિત કરે છે  . ત્યાં રાજદુત નિમે  તથા તેના રાજદૂતને માન્યતા આપે . સંધી  કે કરાર કરે .  ૭.  ન્યાયિક સત્તાઓ  : ન્યાયિક અધિકારો – ન્યાયાધીશોની નિમણુંક કરે . કેન્દ્રની યાદી હેઠળના કાયદાના ભંગ બદલ  થયેલ સજા  કે દંડ માફ કરી શકે , મોકૂફ રાખી શકે  કે ઘટાડી શકે . જો કે ફોજીની સજા માફ કરવી  , મૌકૂફ રાખવી કે ઘટાડવી તે રાષ્ટ્રપતિની વિશિષ્ટત ન્યાયિક સત્તા છે . ઉપરાષ્ટ્રપતિ : (vice president) બંધારણની કલમ ૬૩ મા ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે .લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે . *  લાયકાત : ભારતના નાગરિક ,૩૫ વર્ષ  કે તેથી વધુ ઉમર  ,રાજ્યસભાના સભ્ય  જેટલી  લાયકાત , લાભનો હોદ્દો ન ધરાવે  . *    મુદત : ૫ વર્ષ *    શપથ : રાષ્ટ્રપતિ સમક્ષ લે છે . હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે અને રાષ્ટ્રપતિ પદ ખાલી પડે તો છ  મહિના સુધી  સાંભળી શકે . *   રાજીનામું  : રાષ્ટ્રપતિને આપે .      ૩  મંત્રી મંડળ  : બંધારણની કલમ ૭૪ દ્વારા મંત્રીમંડળની રચના  કરવામાં આવે છે . મંત્રીમંડળના અદ્યક્ષ  વડાપ્રધાન (પ્રધાનમંત્રી ) હોય છે . સામાન્ય રીતે સંસદમાં બહુમતી  ધરાવતી પક્ષના વડાને  રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નીમે છે . ત્યારબાદ  તેમની સલાહ લઇ  રાષ્ટ્રપતિ પ્રધાનમંડળના અન્ય સભ્યોને નિમે છે. વડાપ્રધાન પ્રધાનોને  વિવિધ  ખાતાઓની વહેચણી કરે છે . દરેક પ્રધાન વ્યક્તિગત રીતે વડાપ્રધાનને અને સમુહીક રીતે લોકસભાને જવાબદાર છે . દરેક પ્રધાન માટે સંસદ સભ્ય હોવું જરૂરી છે .જો તે ન હોય તો નિમણુંકના ૬ માસનીઅંદર સંસદ સભ્ય બનવું પડે છે . સામાન્યત : દરેક પ્રધાન વડાપ્રધાનની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ભોગવે છે . રાષ્ટ્રપતિ બધારણીય વડા હોવા છતાં  વાસ્તવમાં દેશનો સમગ્ર વહીવટ  વડાપ્રધાન  અને પ્રધાનમંડળ હસ્તક હોય છે.બંધારણમાં ૪૨  મા  સુધારા પ્રમાણે  રાષ્ટ્રપતિ કેન્દ્રિય મંત્રીમંડળની સલાહ અનુસાર કાર્ય  કરવા બંધાયેલા છે . દેશની આર્થિક નીતિ  , વિદેશી નીતિઓ મંત્રીમંડળ ઘડે છે . સરકારી ખરડાને સંસદમાં રજુ કરે છે . દેશની મહત્વનીનીતિઓ ઘડવાનું કાર્ય  મંત્રીમંડળના હસ્તક હોય છે . મંત્રીઓની સંખ્યા  લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ ૧૫ ટકા અને ઓછામાં ઓછા  ૧૨  હોઈ  શકે  . વડાપ્રધાન  : (Prime Minister) બંધારણની કલમ (૧) મા પ્રધાનમંત્રી ના હોદ્દાની વ્યવસ્થા છે . પ્રધાનમંત્રી મંત્રીમંડળના વડા હોય છે . પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ  અને મંત્રીમંડળ વચ્ચે  કદી રુપ છે . મંત્રીમંડળના બધા જ  નિર્ણયો અને શાસન  સબંધી પ્રસ્તાવોની રાષ્ટ્રપતિ ને જાણ કરે છે . મંત્રી મંડળના કાર્યોનું સંકલન કરે છે . મંત્રીમંડળના જુદા જુદા ખાતાઓ વચ્ચે  સમન્વય સાધવાનું કામ કરે છે . મંત્રીમંડળ રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવા માટેની  સલાહ આપે છે  . રાષ્ટ્રપતિ દેશના અગત્યના હોદ્દાઓની  નિમણુંક પ્રધાનમંત્રી સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે . મંત્રીઓ  :   મંત્રી મંડળમાં ચાર પ્રકારના મંત્રીઓ  છે  . ·         કેબિનેટ મંત્રી  :  મહત્વના નીતીવિષક નિર્ણય કરે છે . ·         રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)  : કેબિનેટ મંત્રી ન હોય તે ખાતામાં  રાજ્યકક્ષા ના મંત્રીને  સ્વતંત્ર હવાલો આપવામાં આવે  છે ·         રજ્ય કક્ષાના મંત્રી  :  કેબિનેટ મંત્રી ને  મદદરૂપ  બને  છે . ·         નાયબ કક્ષાના મંત્રી  :  રાજ્યકક્ષાના મંત્રી ને સહાય મળે ·         સંસદીય સચિવ  :  મંત્રીમંડળના ભાગ રૂપે નથી .પ્રધાનમંત્રી  દ્વારા  નિમાય  અને તેમના દ્વારા  શપથવિધિ થાય  અને ખાતા સોપે  છે  .   સંસદ ·         ભારતીય સંસદમાં  બે ગૃહો  આવે છે . એક ગૃહને લોકસભા અને બીજા ગૃહને  રાજ્યસભા  કહેવામાં આવે  છે . લોકસભાને  નીચલું ગૃહ કહેવામાં આવે  છે અને રાજ્યસભાને  ઉપલું ગૃહ કહેવામાં આવે  છે . રાજ્યસભા  : રાજ્યસભાના  સભ્યોની  સંખ્યા  ૨૫૦  છે . જેમાં ૨૩૮ સભ્યો રાજ્યો તથા  કેન્દ્રશાસિત  પ્રતિનિધિત્વ કરે  છે . રાજ્યસભાના સભ્યોની  ચૂંટણી પરોક્ષ રીતે થાય છે . વિધાનસભાના ચુંટાયેલા સભ્યો  રાજ્યસભ્યના સભ્યોને છે . જયારે ચૂંટાયેલા  સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે .  જે વ્યક્તિ સાહિત્ય , સંગીત , કલા , વિગ્ન્યાન  વગેરે  શેત્રોમાં વિશેષ  કુસળ હોય તેવી  વ્યક્તિની નિમણુંક કરે છે . રાજ્યસભા કાયમી ગૃહ છે . જે ક્યારેય બરખાસ્ત થતું નથી, દર બે વર્ષે  ૧/૩ સભ્યો નિવૃત થાય છે . રાજ્યસભાનાસભાપતિ  (ચેરમેન ) હોદ્દાની રૂએ  ઉપરાષ્ટ્રપતિ  છે . રાજયસભાનીમાં સભ્યપદ માટેની લાયકાતો  :  ૧   ભારતનો નાગરિક હોવો જોઈએ . ૨   ૩૦ વર્ષ કે તેથી વધુ ઊમર હોવી જોઈએ . ૩   અસ્થિર મગજ કે ગુનેગર ન  હોવો જોઈએ . ૪  સરકારી કર્મચારી ન હોવો જોઈએ . સત્તા : નાણાકીય બાબતો સિવાય બધી સત્તાઓ લોકસભાના સભ્યો જેટલી જ હોય છે . લોકસભા : સંસદનું નીચલું ગૃહ છે . બંધારણની કલમ ૮૧ પ્રમાણે લોકસભાના સભ્યોની સંખ્યા ૫૦૦ નક્કી થઇ હતી ,પરંતુ ૧૯૭૩ મા ૩૧ મા બંધારણના સુધારાથીરાજ્યોની લોકસભાની સંખ્યા  ૫૦૦ થી વધારીને ૫૨૫ કરવામાં આવી હતી . હાલની કુલસંખ્યા ૫૫૨ છે . જયારે કેન્દ્રશાસિત પ્રદેશોની સભ્ય સંખ્યા ૨૦ કરવામાંઆવી હતી , વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા ૫૪૫ છે   .લોકસભાના સભ્યોની સંખ્યા પ્રત્યક્ષ રીતે થાય છે વયસ્ક મતાધિકાર પ્રમાણે જે વ્યક્તિની ઉમર ૧૮ વર્ષ કે તેથી વધારે હોય તે મતાધિકાર નો ઉપયોગ કરી શકે છે . રાષ્ટ્રપતિ એન્ગલો – ઇન્ડિયન જાતિના બે સભ્યોની નિયુક્તિ કરે છે .  લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાતો  : ૧    ભારતનો નાગરિક હોવો જોઈએ  . ૨    ઉમર ૨૫ વર્ષ કે તેથી વધુ હોવી હોવી જોઈએ . ૩    અસ્થિર મગજનો કે ગુનેગાર ન હોવો જોઈએ . ૪   સરકારી કર્મચારી ન હોવો જોઈએ . લોકસભાની મુદત પાંચ વર્ષની છે . પરંતુ રાષ્ટ્રપતિ તેણે મુદત પહેલાં વિસર્જન કરી શકે  છે .    સંસદના સભ્યની સત્તા : ૧  કાયદો ઘડવાની ૨  પ્રશ્નો કરવાની ૩  અવિશ્વાસની દરખાસ્ત મુકવી ૪  નાણાનું બિલ મંજુર  કે નામંજુર કરવાની  સંસદનું કાર્ય  : સંસદ દેશના બંધારણનાં  ધેયને  સિદ્ધ કરવા જરૂરી કાયદા ઘડે છે. તે સરકારના પ્રસ્તાવો , અનુમાનો તથા ખર્ચા માન્ય કરે તે અવિશ્વાસ ઘોષિત કરીને પ્રધાન મંડળને બરખાસ્ત કરી શકે છે . તે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવી શકે છે . તે સર્વોચ્ચ ન્યાલયોના ન્યાયાધીશો , મુખ્ય ચૂંટણી  કમિશ્નર, કોમ્પ્રટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાને છુટા કરી શકાય છે , બંધારણમાં સુધારા કરી શકાય છે   લોકસભાના સ્પીકર : સ્પીકર એ લોકસભાનું સંચાલન  કરે છે . ગૃહના સભ્યો દ્વારા જ તેણે ચુંટવામાં આવે છે . તેમને ૧૪ દિવસની નોટીસ આપીને બહુમતી દ્વારા દૂર કરી શકાય છે . સ્પીકરનું કર્ય તથા અધિકાર : (૧)  સંસદ ગૃહની અંદર વ્યવસ્થા જાળવે છે અને લોકસભાના નિયમો અને ગૌરવનું રક્ષણ કરે છે . (૨) જયારે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે બેઠકનું સંચાલન કરે છે . (૩) ગૃહના સભ્યોને બોલવાનો સમય આપે છે . બાધા સભ્યો તેમને ઉદ્દેશીને વક્તવ્ય આપે છે . (૪) સ્પીકર ખરડો અને બીજા વિષય પર મતદાન કરે છે , જરૂર પડે તો નિર્ણાયકો મત આપવાનો અધિકાર ધરાવે છે . (૫)  કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહિ તે સ્પીકર નક્કી કરે છે . (૬)  ગૃહોના સભ્યોના અધિકારો અને હિતોના રક્ષક છે .


No comments:

Post a Comment