# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત

કુલ પ્રશ્નો: 37  /   કુલ ગુણ: 37

1.મદ્રાસ રાજ્યમાંથી ક્યા અલગ રાજ્યની રચના કરવામાં આવી ?

જવાબ: આંધ્ર પ્રદેશની

2.'રાજ્ય પુનર્રચનાપંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ: ફઝલઅલી

3.સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરી કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા ?

જવાબ: 14 અને 6

4.રાજ્ય પુનર્રચનાપંચે ભારતના મોટાંભાગનાં રાજ્યોની રચના ક્યા ધોરણે કરી હતી ?

જવાબ: ભાષાના

5.મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?

જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક

6.'મહાગુજરાત જનતા પરિષદ'ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

જવાબ: સપ્ટેમ્બર,1956માં

7.મહાગુજરાતની ચળવળ વખતે 'જનતાના ચાચા' કોણ બન્યા ?

જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક

8.ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ: 01/05/1960

9.ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું ?

જવાબ: રવિશંકર મહારાજના

10.ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

જવાબ: મહેંદી નવાઝજંગ

11.ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

જવાબ: ડૉ. જીવરાજ મહેતા

12.ફ્રેંચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી ?

જવાબ: 31/10/1954

13.પોર્ટુગીઝો ભારતના ક્યા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?

જવાબ: ગોવાને

14.ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોની સત્તાથી મુક્ત કરવા શું શરૂ કરવાનો નિર્ણય કર્યો ?

જવાબ: 'ઑપરેશન વિજય' કરવાનો

15.ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા પ્રશ્ને તંગદિલી પ્રવર્તે છે ?

જવાબ: કશ્મીરના પ્રશ્ને

16.કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા ?

જવાબ: ઈ.સ.1999માં

17.ભારતે કઈ સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યાં ?

જવાબ: ઈ.સ.1998માં

18.ભારતના બંધારણે ધર્મની બાબતમાં કયો આદર્શ સ્વીકાર્યો છે ?

જવાબ: ધર્મનિરપેક્ષતાનો

19.મીરાંબહેન કોનાં અનુયાયી હતાં ?

જવાબ: ગાંધીજીના

20.આમાંથી કઈ સાલમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું નથી ?

જવાબ: ઈ.સ.1975

21.ભારતે આઝાદી પછી કેવી વ્યવસ્થા સ્વીકારી છે ?

જવાબ: સંઘીય

22.અગાઉનાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોનું શરૂઆતમાં કેટલા વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું ?

જવાબ: 4

23.1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત કેટલાં પ્રકારનાં રાજ્યોનો બનેલો સંઘ હતો ?

જવાબ: 4

24.મદ્રાસ રાજ્યમાંથી કઈ ભાષાના લોકોએ અલગ થવા માટે ઉગ્ર આંદોલન કર્યું ?

જવાબ: તેલુગુ ભાષાના

25.સૌ પ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ: ઇ.સ. 1953માં

26.સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો, તે જ દિવસે અમદાવાદના લૉ કોલેજના વિદ્યાર્થીઓની સભામાં કઈ સમિતિની રચના કરવા આવી ?

જવાબ: પગલાં

27.મરાઠી અને ગુજરાતી એમ બેભાષી વિસ્તારોનો સમાવેશ ક્યા પ્રાંતમાં કરવામાં આવ્યો હતો ?

જવાબ: બૉમ્બે

28.સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે કયા બે રાજ્યોની રચના ભાષાના આધારે ન હતી થઈ ?

જવાબ: બૉમ્બે અને પંજાબ

29.ઇ.સ. 2010માં ગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષને શાના તરીકે ઊજવવામાં આવ્યું ?

જવાબ: સ્વર્ણિમ ગુજરાત

30.ભારતના કયા વિસ્તારો આઝાદી પછી પણ ફેંચોના અંકુશ હેઠળ હતા ?

જવાબ: દીવ, દમણ, માહે, યનામ, ચંદ્રનગર

31.ઇ.સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફેંચોને શાનું એલાન આપ્યું ?

જવાબ: હિંદછોડોનું

32.17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું ?

જવાબ: જનરલ ચૌધરીના

33.ભારત આજ દિન સુધી કઈ રાહ પર રહ્યો છે ?

જવાબ: પ્રજાસત્તાક

34.ભારતે બંધારણમાં કયો આદર્શ સ્વિકાર્યો હોવા છતાં જુદા-જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો થાય છે ?

જવાબ: ધર્મનિરપેક્ષતા

35.ભારતને સૌથી પરેશાન કરતી બાબત કઈ છે ?

જવાબ: ધનિક અને ગરીબ વચ્ચે વધતું અંતર

36.આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને કેવાં ગણે છે ?

જવાબ: સરખાં

37.વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, અંતે તબાહી જ મળશે. આ બાબત કોણે લખી છે ?

જવાબ: મીરાં બહેને

*****


download link pdf file

download

 

 

No comments:

Post a Comment