# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 20 September 2017

સબરીધામ અને પંપા સરોવર

સબરીધામ અને પંપા સરોવર
pdf
Click here

સબરીધામ અને પંપા સરોવર: શ્રીરામનુ આગમન અને શબરી માતાનીભકિતથી ધન્ય બનેલી ભૂમિ.
image
પિતૃઆજ્ઞાનું પાલન કરવા ભગવાન શ્રીરામ વનવાસી બન્યા. દંડકારણ્ય સ્થિત પચંવટીમાંઆવી રાવણે સીતા માતાનું હરણ કર્યુ. સીતાની શોધમાં નીકળેલ શ્રી રામ-લક્ષ્મણ એક દિવસમાતા શબરીનાં આશ્રમે પધાર્યા. વર્ષોથી ભગવાનની આગમનની જોતી શબરી માતાએ પોતાનાહર્ષાસુથી પ્રભુના ચરણોનો અભિષેક કર્યો. પ્રભુ શ્રીરામનુ આગમન અને શબરી માતાનીભકિતથી ધન્ય બનેલી ભૂમિ એટલે (શબરી ધામ).
image
રામાયણનાં પ્રસંગ અનુસાર લાંબા સમયથી ભગવાન રામના આગમનની આતુરતાથી રાહ જોતીભીલમાતા શબરી સાથે રામ-લક્ષ્મણનું મિલન અને શબરીનાં એંઠા બોર ખાઈને પરમ તૃપ્ત થયેલાશ્રી રામ અને શબરીનો પરમ સંતોષ એ ઐતિહાસીક પ્રસંગ સાથે જોડાયેલ છે. ડાંગ જીલ્લાનુંસુબીર ગામ , શબરીધામ પંપા સરોવર અને શબરીનાં ગુરુ માતંગ રૂષિનો આશ્રમ , આવા પવિત્રસ્થાને શબરી માતાના જન્મ દિવસ શરદ પૂર્ણિમાંએ મેળો ભરાય છે. દૂર દૂર થી વનવાસીબંધુઓ આ મેળામાં પધારી શબરી માતાને યાદ કરે છે. પંપા સરોવરમાં સ્નાન કરે છે અનેધન્યતા અનુભવે છે. અહીં કુંભ મેળો પણ ભરાય છે લાસ્ટ કુંભ મેળો 2006 માં થયેલો હવે 2016 માં થવાનો છે.
image
વસંત પંચમી (મહાસુદ પાંચમ) એ પ્રભુ રામ અહીં પધારેલા. તેથી આ દિવસે શ્રી રામ અનેલક્ષ્મણના આગમનની સ્મૃતિમાં રામ-લક્ષ્મણ યાત્રા ગામડે ગામડે ફરી શબરી ધામમાં પધારેછે અને લોકોત્સવ મનાવવામાં આવે છે.
image
અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે.
image
દર્શન કરતાં જ જાણે બધો થાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે.
image
શાબારીધામ થી 7 કિ.મી. દૂર પંપા સરોવર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. અહીં ચેકડેમમાંથી ઓવરફલો થતું પાણી આસપાસના પથ્થરોમાં વહીને સરોવરમાં આવે છે. પથ્થરોમાંથી વહેતા પાણીનો નાદ કાનને સાંભળવો ગમે છે. પાણીમાં સાચવીને ઊતરી શકાય એમ છે.
image
પરંતુ ઑવરફલો થતા ડેમની નજીક જવામાં જોખમ છે. કિનારે બેસીને સ્નાનનો આનંદ માણી શકાય છે. જો કે અહીં રહેતા ગ્રામ્ય વિસ્તારના બાળકો ઊંડા પાણીમાં ભૂસકો મારીને આરામથી તરી શકે છે. તેઓ માટે આ સમાન્ય છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ વધતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. અને શબરી માતા રોજ અહીં સ્નાન કરવા આવતાં. અહીં એક મોટા પથ્થર પર હનુમાનજી મૂર્તિરૂપે બિરાજમાન છે.
image
ફૂડ અને રહેઠાણ:
શબરીધામથી ત્રણેક કિ.મી દૂર શબરી રિસોર્ટનામની રહેવા માટેની એક સરસ જગ્યા છે. જંગલની વચ્ચે માત્ર એકલો અટૂલો આ સગવડભર્યો આવાસ છે. ચા, ગરમાગરમ નાસ્તો અને જમવાની સગવડ મળી રહે છે. 
કોન્ટેક
Forest Rest House: It lies on Subir-Navapur Road. 9898111639.
Maa Shabari Farm House and Resorts: It lies behind the Shabarimaa temple. 9426164526
નજીક સ્થળ થી અંતર:
Distance from Ahwa – Subir : 30 km
Distance from Saputara – Subir : 70 km (80 minutes)
Distance from Surat – Subir : 126 km (2 hour, 30 minutes)
Reach Subir village and take right turn to Shabari Dham.
ધાણા બધા ટુરિષ્ટ આહવા પંપા સરોવર શાબારીધામ આ રુટ પરથી જવાનું પસંદ કરે છે.
image
અહીં ના બાળકો ને એવી ટેવ પાડવામાં આવી છે કે કોઈ પણ ગાડી આવે આટલે પૈસા માંગવા જતા રહેવું. મારા ઓપિનિયન મુજબ પૈસા ની જગ્યાએ બીજી કોઇ વસ્તુ આપવી.
image
ગામ ના લોકો દ્વારા ફિશિંગ!
image
લખું ભાઈ (આમસરપડા)
તેઓ કોઈ પણ ડીગ્રી વગરના ડૉક્ટર છે. તેઓ માત્ર હાથ થી ચેક કરી ને કહી દે છે. કે તમને હાડકાં માં કે મણકા માં ક્યાં તકલીફ છે. તેઓ “Dukhavo dur karva, hadaka sidha karva, desi dava leva.” ખુબ ફેમસ છે.
image
તેઓ માલિસ કરી ને તુરંત સારવાર કરી આપે છે.Contact: 9408613874( તેઓ ને ડાંગમાં ભગત કહે છે. પહેલાં ના જમાના માં આપના ઋષિ મુનિ આવી રીતેજ સારવાર કરતા. )
બીજા એક જતરું બાબા પણ છે જે ઝાડ મૂળિયાં માંથી ઔસધિ બનાવી આપે છે. અને તે પીવાથી બ્લડ પ્રેસર, સુગર, કોલેસ્ટ્રોલ, વગરે ની દવા આપે છે. વાંસદા ના હારુન ભાઈ જતરું બાબા ની દવા ના પાર્સલ મોકલે છે  sell and send parcels of Desi medicines to various metro cities. I recommend you contact him first before visiting any of the aforementioned people.Contact: 9426573822


No comments:

Post a Comment